Vikram Thakor નું વધુ એક મોટું નિવેદન! નવઘણજી ઠાકોરે કહ્યું - અમે સમાજ રત્નનો અવોર્ડ આપીશું..!
- વિધાનસભામાં આમંત્રણ ન મળવા મુદ્દે સર્જાયો વિવાદ! (Vikram Thakor)
- અભિનેતા વિક્રમ ઠાકોરે વ્યક્ત કરી હતી નારાજગી
- ઠાકોર સમાજને ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે :વિક્રમ ઠાકોર
- વિક્રમ ઠાકોરને સમાજ રત્નનો અવોર્ડ આપીશું : નવઘણજી
વિધાનસભામાં કલાકારોને આમંત્રણ મુદ્દે વિવાદ સતત વકરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતનાં જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોરે (Vikram Thakor) આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે હવે ફરી એકવાર તેમની અને નવઘણજી ઠાકોરની (Navghanji Thakor) પ્રતિક્રયા સામે આવી છે. વિક્રમ ઠાકોરે કહ્યું કે, ઠાકોર સમાજને ઇગ્નોર કરવામાં આવી રહ્યા છે. જ્યારે નવઘણજી ઠાકોરે કહ્યું કે, ઠાકોર સમાજને કોઈ અવોર્ડ નથી અપાતા. અમે વિક્રમ ઠાકોરને સમાજ રત્નનો અવોર્ડ આપીશું. જણાવી દઈએ કે, આ મામલે અગાઉ ગેનીબેન ઠાકોરની (Geniben Thakor) પણ પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે પણ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
આ પણ વાંચો - વિક્રમ ઠાકોરને આમંત્રણ ન આપવા મુદ્દે રાજકારણ ગરમાયું, ગેનીબેન ઠાકોરે આપ્યું મોટું નિવેદન..!
સમાજ જે કહેશે તે પ્રમાણે હું આગળ વધીશ : વિક્રમ ઠાકોર
થોડા દિવસ પહેલા થોડા દિવસ પહેલા ગુજરાત વિધાનસભામાં કીર્તિદાન ગઢવી (Kirtidan Gadhvi), ગીતા રબારી, ભીખુદાન ગઢવી, માયાભાઈ આહીર (Mayabhai Ahir) સહિતનાં ગુજરાતનાં જાણીતા કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને કલાકારોએ ગૃહની કામગીરી નીહાળી હતી. જો કે, આ મામલે અભિનેતા વિક્રમ ઠાકોરે (Vikram Thakor) નારાજગી વ્યક્ત કરી હતી અને ઠાકોર-ક્ષત્રિય સમાજનાં કલાકારો ન જોયાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. ત્યારે હવે ફરી એકવાર વિક્રમ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે એક કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'ઠાકોર સમાજને ઇગ્નોર કરવામાં આવી રહ્યો છે. ઠાકોર સમાજનાં (Thakor Samaj) કલાકારને બોલાવવામાં આવ્યા નથી. સમાજનાં અનેક લોકોએ મને આ મામલે રજૂઆત કરી હતી. હવે, સમાજ જે કહેશે તે પ્રમાણે હું આગળ વધીશ.'
આ પણ વાંચો - Vikram Thakor : 'મને ન બોલાવ્યો એનું દુ:ખ નથી પણ બે સમાજનાં કલાકાર કેમ નહીં ?'
વિક્રમ ઠાકોરની ફિલ્મો ભારતભરમાં જોવાય છે : નવઘણજી ઠાકોર
બીજી તરફ વિક્રમ ઠાકોરની નારાજગી પર નવઘણજી ઠાકોરની Navghanji Thakor) પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, 'અમારા સમાજને અન્યાય થઈ રહ્યો છે. ઠાકોર સમાજને કોઈ અવોર્ડ અપાતા નથી. વિક્રમ ઠાકોરની ફિલ્મો ભારતભરમાં જોવાય છે.' તેમણે આગળ કહ્યું કે, 'ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પડી ભાંગી હતી ત્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિક્રમ ઠાકોરે મોટું યોગદાન આપ્યું છે. અમે વિક્રમ ઠાકોરને સમાજ રત્નનો અવોર્ડ આપીશું.'
આ પણ વાંચો - એક્શન મોડમાં Gujarat Police! રાજ્યમાં 'બેખોફ' બનેલા લુખ્ખા તત્વો પર વિંઝાશે પોલીસનો કોરડો!