ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

વડનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું, કહ્યું- દુનિયાભરમાં આવું મ્યુઝિયમ..!

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, મ્યુઝિયમ થકી 2500 વર્ષ જૂની વડનગરની યાત્રાને જીવંત કરાઈ છે.
05:06 PM Jan 16, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
Amitshah_gujarat_first
  1. કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ
  2. વડનગરમાં અમિત શાહના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ
  3. 300 કરોડનાં ખર્ચે અહીં મ્યુઝિયમ તૈયાર કરાયું છે : અમિત શાહ
  4. PM મોદીના જીવનને એક ભાષણમાં વર્ણવવું અશક્ય છે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વડનગરમાં (Vadnagar) જુદા-જુદા વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું. મ્યુઝિકલ મ્યુઝિયમની કામગીરીની સમીક્ષા બાદ અમિત શાહે પુરાતત્વ પ્રાયોગિક સંગ્રહાલય અને પ્રેરણા સ્કૂલ વડનગરનું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, મ્યુઝિયમ થકી 2500 વર્ષ જૂની વડનગરની યાત્રાને જીવંત કરાઈ છે. તેમણે કહ્યું કે, PM મોદીનાં જીવનને એક ભાષણમાં વર્ણવવું અશક્ય છે.

 આ પણ વાંચો - Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ, જાણો સમગ્ર કાર્યક્રમની વિગત

કેન્દ્રીય ગૃહમંત્રીનાં હસ્તે વડનગરમાં અનેક વિકાસકાર્યોનું લોકાપર્ણ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો (Amit Shah) આજે ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. આજે અમિત શાહે વડનગરમાં અનેક વિકાસકાર્યોનું લોકાપર્ણ કર્યું. દરમિયાન, તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ હાજર રહ્યા હતા. સવારે 10 કલાકે મ્યુઝિકલ મ્યુઝિયમની (Musical Museum) કામગીરીની સમીક્ષા અને પ્રેઝન્ટેશન બાદ 11:00 કલાકે પુરાતત્વ પ્રાયોગિક સંગ્રહાલયનું (Vadnagar Archaeological Museum) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં હસ્તે લોકાર્પણ થયું. ત્યાર બાદ તેમણે આંબાઘાટની મુલાકાત લીધી હતી. સવારે 11:45 કલાકે પ્રેરણા સ્કૂલ વડનગરનું (Prerna School) લોકાર્પણ તેમ જ વિકાસકાર્યની સમીક્ષા કરી હતી. બપોરે 12: 35 કલાકે રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કર્યા બાદ બપોરે 12:45 કલાકે ગવર્મેન્ટ સાયન્સ કોલેજ ખાતે જાહેર સભા સંબોધી હતી.

 આ પણ વાંચો - Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માણસાને એક જ દિવસમાં 241 કરોડ રૂપિયાના વિકાસકામોની ભેટ આપી

PM મોદીએ ગુજરાતની વિરાસતને આગળ વધારી છે : અમિત શાહ

જણાવી દઈએ કે, બપોરે 2:15 કલાકે હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન અને પૂજન કર્યા બાદ બપોરે 3 કલાકે ગણપતિ યુનિવર્સિટીનાં (Ganpati University) 18 માં પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તેમણે કહ્યું હતું કે, રૂ. 300 કરોડનાં ખર્ચે વડનગરમાં મ્યુઝિયમ તૈયાર કરાયું છે. દુનિયાભરમાં આવું મ્યુઝિયમ તમને જોવા નહીં મળે. આ મ્યુઝિયમ થકી 2500 વર્ષ જૂની વડનગરની યાત્રાને જીવંત કરાઈ છે. વડનગરમાં સમયાંતરે થયેલા પરિવર્તન ઉજાગર કરાયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગળ કહ્યું કે, PM મોદીએ ગુજરાતની વિરાસતને આગળ વધારી છે. આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓના અભ્યાસનો વિષય બનશે. PM મોદીનાં જીવનને એક ભાષણમાં વર્ણવવું અશક્ય છે. જણાવી દઈએ કે, સાંજે 05:15 કલાકે આંતરરાષ્ટ્રીય હવાઈમથકો પર ફાસ્ટ ટ્રેક ઇમિટેશન પ્રોગ્રામમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ જશે.

 આ પણ વાંચો - National Startup Day -દેશને ગ્લોબલ ઇનોવેશન હબ બનાવવા માટે પ્રતિબદ્ધતા

Tags :
AhmedabadAmit Shah in GujaratArchaeological Experimental MuseumBhupendra PatelBreaking News In GujaratiFast Track Imitation ProgramGanpati UniversityGovernment Science CollegeGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsHatkeshwar Mahadev TempleInternational AirportsLatest News In GujaratiMusical MuseumNews In Gujaratipm narendra modiPrerna School VadnagarUnion Home Minister Amit ShahVadnagar