Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત મોડલ સમગ્ર દેશમાં લાગુ કરવાનો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, જાણો શું પરિવર્તન થશે

કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લઇને ગુજરાત મોડલનું સમગ્ર દેશમાં અનુકરણ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર શરૂ કરાશે.18 એપ્રિલ 2022 ના રોજ PM નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગરમાં વિધા સમીક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે દેશના તમામ જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગુજરાત જેવા જ વિદ્યા સમà«
ગુજરાત મોડલ સમગ્ર દેશમાં લાગુ કરવાનો કેન્દ્ર સરકારનો  મોટો નિર્ણય  જાણો શું પરિવર્તન થશે
કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લઇને ગુજરાત મોડલનું સમગ્ર દેશમાં અનુકરણ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર શરૂ કરાશે.
18 એપ્રિલ 2022 ના રોજ PM નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગરમાં વિધા સમીક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે દેશના તમામ જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગુજરાત જેવા જ વિદ્યા સમીક્ષા કેન્દ્ર શરૂ કરવામાં આવશે, જેના માટે તમામ રાજ્યોને કેન્દ્ર સરકાર 5 કરોડની ગ્રાન્ટ પણ ચૂકવશે અને બાકીનો ખર્ચ તમામ રાજ્યોએ ઉઠાવવાનો રહેશે. 
ગત સપ્તાહે નેશનલ એજ્યુકેશન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની સાથે જ તમામ રાજ્યોના શિક્ષણ પ્રધાનોએ ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકત લીધી હતી. 
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ ગુજરાતના સમીક્ષા  કેન્દ્રથી પ્રભાવિત થઈને આ નિર્ણય લીધો છે ત્યારે કેન્દ્રીય શિક્ષણ વિભાગે પરિપત્ર પણ જાહેર કર્યો છે. આ યોજનાથી દેશની શિક્ષણ વ્યવસ્થા પર પણ બાજ નજર રાખી શકાશે .
વિદ્યા સમીક્ષા કેન્દ્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બિગ ડેટા એનાલિસિસ જેવી આધુનિક સુવિધાઓ થકી સુસજ્જ છે. આ કેન્દ્ર વાર્ષિક 500 કરોડ ડેટાસેટનું વિશ્લેષણ કરે છે. જેમાં યુનિટ ટેસ્ટ, સત્રાંત પરીક્ષા, શાળાનું ગ્રેડેશન, વિદ્યાર્થી અને શિક્ષકોની હાજરી વગેરે જેવી બાબતો અંતર્ગત સુચારુપણે કાર્યવાહી થાય છે. સમગ્ર રાજ્યમાં એક જ પ્રકારનું સમયપત્રક, સમાન પ્રશ્નપત્ર, ચકાસણી વગેરે બાબતોમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ કેન્દ્રની મદદથી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીમાં 26% સુધીનો નોંધપાત્ર વધારો થયો છે. શિક્ષણક્ષેત્રે આ કેન્દ્ર સમગ્ર દેશમાં મોટા પરિવર્તન લાવી શકે છે. સાથે જ શિક્ષકોની હાજરીની માહિતી પણ આ કેન્દ્ર માંથી પ્રાપ્ત થાય છે.
Advertisement
Tags :
Advertisement

.