સિદ્ધપુરના કોમી રમખાણો કેસનો 33 વર્ષે ચુકાદો, તમામ 46 આરોપી નિર્દોષ જાહેર
- 1992 ના હુલ્લડ સમયે ટ્રેન પર કર્યો હતો પથ્થરમારો
- સિદ્ધપુરના પોલીસ ઇન્સપેક્ટર પણ કેસમાં હતા ગુનેગાર
- આ કેસમાં કુલ 18 નાગરિકોનાં મોત થઇ ચુક્યા છે
પાટણ : ઋષિ તળાવ વિસ્તારમાંથી ટોળા દ્વારા રેલવે પોલીસ ફાટક પાસે કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. 700 જેટલા લોકોનાં ટોળાએ પોલીસ લાઇન પર પથ્થરમારો કર્યો હતો. જેમાં સિદ્ધપુરના તત્કાલીન પીઆઇ એ.ડી ચૌહાણ સહિત કૂલ 46 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
અયોધ્યામાં બાબરી ધ્વંસ બાદ સિદ્ધપુરમાં થયેલા હુલ્લડ મામલે ચુકાદો આવ્યો છે. બાબરી ધ્વંસના પડઘા પડ્યા હતા અને 1992 માં આ હુલ્લડ થયા હતા. જેના ચુકાદામાં પાટણની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે હાલનાં તમામ 28 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસના આરોપીઓમાં અત્યાર સુધીમાં 18 લોકોનાં મોત થઇ ચુક્યાં છે.
ઋષી તળાવ વિસ્તારમાંથી ટોળા દ્વારા રેલવે પોલીસે ફાટક પાસે કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. 700 જેટલા લોકોના ટોળાએ પોલીસ લાઇન પર પથ્થરમારો કર્યો હતો. જેમાં સિદ્ધપુરના તત્કાલીન પીઆઇ એડી ચૌહાણે 46 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. સિદ્ધપુર કોર્ટમાં 25 વર્ષ સુધી કેસ ચાલ્યા બાદ 2018 માં પાટણ સેશન કોર્ટમાં કેસ તબ્દીલ કરાયો હતો.