Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Harshabhai Sanghvi એ કેજરીવાલ અને અખિલેશ યાદવની કાઢી ઝાટકણી, X પર પોસ્ટવોર

Akhilesh Yadav અને Arvind Kejriwal એ X પર ગુજરાત બોર્ડના ફેક પરિણામો રજૂ કર્યા. તેના વળતા જવાબમાં ગૃહ રાજ્યમંત્રી Harshabhai Sanghviએ કેજરીવાલ અને અખિલેશ યાદવને આડે હાથ લીધા હતા. આ મુદ્દે X પર પોસ્ટવોર શરુ થઈ ગઈ છે. વાંચો વિગતવાર
harshabhai sanghvi  એ કેજરીવાલ અને અખિલેશ યાદવની કાઢી ઝાટકણી  x પર પોસ્ટવોર
Advertisement
  • અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલે X પર ગુજરાત બોર્ડના ફેક પરિણામો રજૂ કર્યા
  • ગૃહ રાજ્યમંત્રી Harshabhai Sanghvi એ કેજરીવાલ અને અખિલેશ યાદવને આડે હાથ લીધા
  • હર્ષભાઈ સંઘવીએ અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલને ફેક લીડર ગણાવ્યા

Gandhinagar: દેશના બે દિગ્ગજ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ Akhilesh Yadav અને Arvind Kejriwal એ ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું હોવાનું કહેવા માટે એક ખોટા સમાચારનો આધાર લઈને X પર પોસ્ટ કરી હતી. તેના જવાબમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી Harshabhai Sanghvi એ કેજરીવાલ અને અખિલેશ યાદવની ઝાટકણી કાઢી નાંખી છે. હવે આ મુદ્દે X પર પોસ્ટવોર શરુ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ  VADODAR : જે સંસ્થામાં ભણ્યા ત્યાંના પ્રાચાર્ય થયાં ડો.રંજનકૃષ્ણ ઐય્યર

Advertisement

ગૃહ રાજ્યમંત્રીએ કાઢી ઝાટકણી

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલને ફેક લીડર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાત બોર્ડના પરિણામ પણ હજૂ જાહેર પણ થયા નથી. Akhilesh Yadav અને અરવિંદ કેજરીવાલે ખોટા પરિણામ શેર કરી દીધા છે. હર્ષભાઈએ જનતાને ભ્રમિત કરવાનો પ્રયાસ ગણાવતા લખ્યું કે, આ બંને ફેક લીડર ખોટી માહિતી ફેલાવી જનતાને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હર્ષભાઈએ ડર્ટી પોલિટિક્સ મુદ્દે બંને નેતાઓની ટીકા પણ કરી છે. હર્ષભાઈએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, અખિલેશ યાદવ અને Arvind Kejriwal એ બાળકોને 'ડર્ટી પોલિટિક્સ'માં ન ઢસડવા જોઈએ.

Advertisement

અખિલેશ અને કેજરીવાલની પોસ્ટ

યુપી વિપક્ષના નેતા અને સપા અધ્યક્ષ Akhilesh Yadav અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે X પર ગુજરાત બોર્ડના પરિણામો સંદર્ભે એક પોસ્ટ કરી હતી. આ સમાચારનો અહેવાલ લઈને બંને નેતાઓએ ગુજરાત મોડલને નિષ્ફળ ગણાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ડબલ એન્જિનની સરકાર ફેલ હોવાના દાવા પણ કર્યા હતા. જેના જવાબમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કેજરીવાલ અને અખિલેશ યાદવની ઝાટકણી કાઢી નાંખી છે. હર્ષભાઈ સંઘવીએ અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલને ફેક લીડર ગણાવ્યા છે. Harshabhai Sanghvi એ ડર્ટી પોલિટિક્સ મુદ્દે બંને નેતાઓની ટીકા કરતા લખ્યું કે, અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલે બાળકોને 'ડર્ટી પોલિટિક્સ'માં ન ઢસડવા જોઈએ.

આ પણ વાંચોઃ  PSIની ભરતી માટે પહેલા સેશનની પ્રિલીમ પરીક્ષા પૂર્ણ, શેર માર્કેટ અંગે પુછાયો તાર્કિક સવાલ

Tags :
Advertisement

.

×