Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોકસભાની ચૂંટણીમાં AIથી ડર્ટી પોલિટિક્સ ? બારાબંકીના ભાજપ સાંસદનો અશ્લીલ વીડિયો વાયરલ

લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. દરેક રાજનૈતિક પાર્ટી હાલ લોકોનો વિશ્વાસ જીતવા અને પોતાના પક્ષને વધુ મજબૂત બનાવવામાં લાગી છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણીમાં રાજનીતિના દાવપેચમાં AI થી ડર્ટી પોલિટિક્સ રમાતી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. બારાબંકીના ભાજપ...
લોકસભાની ચૂંટણીમાં aiથી ડર્ટી પોલિટિક્સ   બારાબંકીના ભાજપ સાંસદનો અશ્લીલ વીડિયો વાયરલ

લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. દરેક રાજનૈતિક પાર્ટી હાલ લોકોનો વિશ્વાસ જીતવા અને પોતાના પક્ષને વધુ મજબૂત બનાવવામાં લાગી છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણીમાં રાજનીતિના દાવપેચમાં AI થી ડર્ટી પોલિટિક્સ રમાતી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. બારાબંકીના ભાજપ સાંસદ ઉપેન્દ્ર સિંહ રાવતનો અશ્લિલ વીડિયો વાયરલ થતાં રાજકીય ગરમાવો વિસ્તારમાં વધ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Advertisement

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીની શુરૂઆત કરતાં 2 માર્ચે 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ભાજપ દ્વાર પોતાના  ઉમેદવારોના નામની યાદી જાહેર કરાયા બાદ ભાજપના ઉમેદવારોને બદનામ કરવાની ગંદી રાજનીતિ શૂરું થઈ ગઈ હતી. ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાંથી હવે AI થી ડર્ટી પોલિટિક્સ રમાતી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના બારાબંકીના સાંસદ ઉપેન્દ્ર સિંહ રાવતનો અશ્લીલ વિડીયો તેમણે ટિકિટ મળ્યાના 24 કલાકની અંદર સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો છે.

Advertisement

તેમના નામની જાહેરાત થતાના 24 કલાકની અંદર જ તેમનો એક અશ્લીલ વિડીયો વાયરલ

ભાજપે થોડા દિવસ પહેલા જ લોકસભાની ચૂંટણી માટે તેમના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી. તે યાદીમાં ઉત્તર પ્રદેશના બારાબંકીના હાલના સાંસદ ઉપેન્દ્ર સિંહ રાવતનું નામ પણ શામેલ હતું. તેમને ભાજપ દ્વારા બીજી વખત મોકો આપવામાં આવ્યો હતો. પરંતુ તેમના નામની જાહેરાત થતાના 24 કલાકની અંદર જ તેમનો એક અશ્લીલ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ વિડીયો બહાર આવતાની સાથે જ સાંસદ ઉપેન્દ્ર સિંહ રાવતે પોતાનું ઉમેદાવરી પદ છોડ્યું છે, અને કહ્યું કે હવે નિર્દોષ જાહેર થયા બાદ જ ચૂંટણી લડીશ. 

"આ વીડિયો સંપૂર્ણપણે ડોકટરેડ છે" - સાંસદ ઉપેન્દ્ર સિંહ રાવત

Advertisement

વિડીયો સામે આવ્યા બાદ સાંસદ ઉપેન્દ્ર સિંહ રાવતેકહ્યું ,કે મને બારાબંકીથી પાર્ટીની ટિકિટ મળતા જ મારા વિરોધીઓએ આવું કર્યું. તેણે દાવો કર્યો હતો કે આ વીડિયો સંપૂર્ણપણે ડોકટરેડ છે. આ વિડીયોમાં વીડિયોમાં એક પુરુષ એક મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે મહિલા સાથે જોવા મળેલ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ સાંસદ ઉપેન્દ્ર સિંહ રાવત છે.

સમગ્ર બાબત અંગે હાલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે સાંસદે આશા વ્યક્ત કરી છે કે, ફેક વિડીયો બનાવી વાયરલ કરનાર  આરોપીઓની ટૂંક સમયમાં ઓળખ થઈ જશે.

લોકસભા 2019 માં ઉપેન્દ્ર સિંહ રાવતને જીત મળી હતી

2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તત્કાલિન સાંસદ પ્રિયંકા સિંહ રાવતની ટિકિટ રદ કરીને ઉપેન્દ્ર સિંહ રાવતને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા. લોકસભા 2019 માં ઉપેન્દ્ર સિંહ રાવતને જીત મળી હતી.

આ પણ વાંચો -- CM Revanth Reddy: તેલંગાણાના મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદીને કહ્યા ‘મોટાભાઈ’, રાજ્યના વિકાસ માટે માંગી મદદ

Tags :
Advertisement

.