ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Mehsana: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ ડે. CM નીતિન પટેલની હાજરીમાં મેડિકલ કોલેજનાં નવીન ભવનનું ભૂમિપૂજન

Mehsana જિલ્લાનાં કડીમાં મેડિકલ કોલેજની નવી બિલ્ડિંગનું ભૂમિપૂજન ભાગ્યોદય હોસ્પિટલની મેડિકલ કોલેજની નવી બિલ્ડિંગનું આજે ભૂમિપૂજન કરાયું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ ડે. CM નીતિન પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા મહેસાણા જિલ્લામાં (Mehsana) વડનગર અને વિસનગર બાદ હવે કડીમાં વધુ...
03:32 PM Jan 12, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
Kadi_Gujarat_first
  1. Mehsana જિલ્લાનાં કડીમાં મેડિકલ કોલેજની નવી બિલ્ડિંગનું ભૂમિપૂજન
  2. ભાગ્યોદય હોસ્પિટલની મેડિકલ કોલેજની નવી બિલ્ડિંગનું આજે ભૂમિપૂજન કરાયું
  3. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ ડે. CM નીતિન પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા

મહેસાણા જિલ્લામાં (Mehsana) વડનગર અને વિસનગર બાદ હવે કડીમાં વધુ એક મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી છે. ભાગ્યોદય હોસ્પિટલને ફાળવવામાં આવેલી મેડિકલ કોલેજની નવી બિલ્ડિંગનું આજે ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ ડે. CM નીતિન પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 આ પણ વાંચો - Amreli : પાટીદાર દીકરીનાં સરઘસ અંગે પરશોત્તમ રૂપાલાનું નિવેદન, પરેશ ધાનાણીએ કર્યા સવાલ

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ ડે. CM નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા

મહેસાણા જિલ્લાનાં (Mehsana) કડી તાલુકાનાં વામજ ગામ નજીક ભાગ્યોદય હોસ્પિટલનાં (Bhagyoday Hospital) મેડિકલ કોલેજની નવીન બિલ્ડિંગનું આજે ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ (Rushikeshbhai Patel), પૂર્વ ડે. CM નીતિન પટેલ (Nitinbhai Patel) સહિત મહેસાણાનાં સાંસદ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, રાજા ગ્રૂપનાં દિલીપ પટેલ, પશુપતી ગ્રૂપનાં સૌરીન પટેલ અને જગદીશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

 આ પણ વાંચો - Bet Dwarka : મેગા ડિમોલિશનનો આજે બીજો દિવસ, 1 હજાર પોલીસ જવાન ખડેપગે

આરોગ્ય સાથે જોડાયેલા લોકોને આરોગ્યમંત્રીની સલાહ

દરમિયાન, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતની આરોગ્ય સેવાઓને બિરદાવી હતી અને આવનારા સમયમાં તમામ દવાખાના અને હોસ્પિટલોમાં MBBS તબીબો મળતા થશે. ઉપરાંત, છેલ્લા કેટલાય સમયથી આરોગ્ય સેવાઓમાં સામે આવતા કૌભાંડ જેમ કે ખ્યાતિ કાંડ, નસબંધી કાંડને ધ્યાનમાં રાખી આરોગ્યમંત્રીએ આરોગ્ય સાથે જોડાયેલા લોકોને માનવ સેવા સર્વોપરી રાખી કામ કરવાની સલાહ આપી હતી.

અંદાજે રૂ.300 કરોડનાં ખર્ચે મેડિકલ કોલેજની નવીન બિલ્ડિંગ આકાર લેશે

જણાવી દઈએ કે, અંદાજે રૂ. 300 કરોડનાં ખર્ચે આ મેડિકલ કોલેજની નવીન બિલ્ડિંગ આકાર લેશે. મેડિકલ કોલેજ હાલ 100 સીટની મંજૂરી સાથે કાર્યરત છે. જો કે, હવે નવી બ્લિડિંગનું ભૂમિપૂજન થતાં આવનારા સમયમાં વધુ 50 બેઠકની મંજૂરી માગવામાં આવશે. ભાગ્યોદય હોસ્પિટલમાં અનેક દાતાઓનાં સહયોગથી સેવાયજ્ઞ ચાલે છે. હવે, કડી ખાતે મેડિકલ ક્ષેત્રે વધુ સેવા ઉપલબ્ધ થશે.

 આ પણ વાંચો - Aravalli પોલીસ પર લાંછન લગાવતી વધુ એક ઘટના! 2 TRB, 1 GRD જવાનની કરતૂત જાણી ચોંકી જશો!

Tags :
Bhagyoday HospitalBreaking News In GujaratiCM Bhupendra PatelGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKadiLatest News In Gujaratimedical collegeMehsanaMulti-Specialty HospitalNews In GujaratiNitinbhai PatelRushikeshbhai Patel