Gujarat Police ભરતીનાં ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર, લેખિત પરીક્ષા અંગે થઈ જાહેરાત!
- Gujarat Police ભરતીને લઈને મહત્ત્વના સમાચાર
- બિનહથિયારી PSI ની લેખિત પરીક્ષા અંગે જાહેરાત
- માર્ચનાં અંતમાં કે એપ્રિલની શરૂઆતમાં લેવાઈ શકે છે પરીક્ષા
- 31 જાન્યુઆરી 2025 નાં રોજ લેવાઈ હતી શારીરિક પરીક્ષા
પોલીસ ભરતીની (Gujarat Police JoB) તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. બિનહથિયારી PSI ની લેખિત પરીક્ષા અંગે જાહેરાત કરાઈ છે. જે મુજબ, માર્ચ મહિનાનાં અંતમાં કે એપ્રિલ મહિનાની શરૂઆતમાં લેખિત પરીક્ષા લેવાઈ શકે છે. જણાવી દઈએ કે, 31 જાન્યુઆરી, 2025 સુધીમાં શારીરિક પરીક્ષા લેવાઈ હતી.
આ પણ વાંચો : Patidar Andolan અંગે મોટા સમાચાર, રાજદ્રોહ સહિતનાં કેસ પાછા ખેચાયાં! જાણો આગેવાનોની પ્રતિક્રિયા
માર્ચના અંતમાં કે એપ્રિલની શરૂઆતમાં લેવાઈ શકે છે લેખિત પરીક્ષા
ગુજરાત પોલીસની (Gujarat Police) ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર, બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની લેખિત પરીક્ષાની તારીખો અંગે માહિતી સામે આવી છે. શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા અંદાજે માર્ચ-2025 નાં છેલ્લા સપ્તાહમાં અથવા તો એપ્રિલ-2025 માં યોજાઈ શકે છે. જણાવી દઈએ કે 31, જાન્યુઆરી-2025 ના રોજ શારીરિક પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં પાસ થયેલા ઉમેદવારો લેખિત પરીક્ષાની રાહ જોઈને બેઠા છે. ત્યારે હવે અંદાજિત તારીખની જાહેરાત થતાં ઉમેદવારો પરીક્ષાની પૂરજોશ તૈયારી શરૂ કરી શકે છે.
આ પણ વાંચો : BZ જેવું જ કૌભાંડ Anand માં! હરિધામ સોખડાનાં હરિભક્તે NRI યુવકને લગાવ્યો 1.30 કરોડનો ચૂનો!