Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Police Job : LRD અને PSI ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે હસમુખ પટેલે આપી આ માહિતી

પોલીસ ભરતીની પરીક્ષાને લઈને મોટા સમાચાર બાકી રહેલા ઉમેદવારો 26 ઓગસ્ટથી 9 સપ્ટે. સુધી અરજી કરી શકાશે ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે આપી માહિતી પેપર 1 માં પાસ થયેલ ઉમેદવારનું જ પેપર 2 તપાસવામાં આવશે Gujarat Police Job :...
gujarat police job   lrd અને psi ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે હસમુખ પટેલે આપી આ માહિતી
  1. પોલીસ ભરતીની પરીક્ષાને લઈને મોટા સમાચાર
  2. બાકી રહેલા ઉમેદવારો 26 ઓગસ્ટથી 9 સપ્ટે. સુધી અરજી કરી શકાશે
  3. ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે આપી માહિતી
  4. પેપર 1 માં પાસ થયેલ ઉમેદવારનું જ પેપર 2 તપાસવામાં આવશે

Gujarat Police Job : ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે (Hasmukh Patel) સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઉમેદવારોને પોલીસ ભરતી પરીક્ષાને લઈ મહત્ત્વની માહિતી આપી છે. પોલીસ ભરતીની પરીક્ષામાં અગાઉ બાકી રહી ગયેલા ઉમેદવારો હવે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકાશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હસમુખ પટેલે આ માહિતી આપી છે.

Advertisement

આ પણ વાંચો - Gujarat BJP : અમિત શાહે કાર્યકર્તા સંમેલનમાં ભાગ લીધો, ગુજરાત BJP દ્વારા 'સદસ્યતા અભિયાન'

Advertisement

ઉમેદવારો 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે

લોકરક્ષક (LRD) અને PSI ભરતીની પરીક્ષાને (Gujarat Police Job) લઈને ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે (Hasmukh Patel) મહત્ત્વની માહિતી આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હસમુખ પટેલે લખ્યું કે, 'લોકરક્ષક તથા PSI ભરતીમાં એપ્રિલ મહિનામાં જે ઉમેદવારો અરજી કરવામાં બાકી રહી ગયેલ તે તમામ ઉમેદવારો માટે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી અરજી કરવાની તક આપવામાં આવશે.' આ સાથે અન્ય એક પોસ્ટમાં તેમણે લખ્યું કે, 'PSI લેખિત પરીક્ષામાં બંને પેપર એક સાથે લેવામાં આવશે અને જે ઉમેદવારો પેપર 1 માં પાસ થયા હશે તેમનું જ પેપર 2 તપાસવામાં આવશે.'

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : BJP MLA ની હાજરીમાં કથિત કાર્યકર્તાનાં બેફામ વાણીવિલાસથી રોષ ભભૂક્યો! Video બનાવી માગી માફી

ભરતીની જાહેરાત આપી ફ્રોડ કરતા ઇસમોથી સાવચેત રહેવા અપીલ

જણાવી દઈએ કે, અગાઉ હસમુખ પટેલે (Hasmukh Patel) એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પોલીસ ભરતીની શારિરીક અને લેખિત કસોટી અંગે મહત્ત્વની અપડેટ આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં 12000 લોકરક્ષક (Constables Recruitment) અને 500 PSI ની ભરતી માટે શારિરીક પરીક્ષાનું આયોજન ચોમાસા બાદ ત્વરિત કરાશે અને ત્યાર બાદ લેખિત પરીક્ષા (Witten Test) યોજાશે. આ સાથે ભરતીની જાહેરાત આપી ફ્રોડ કરતા ઇસમોથી સાવચેત રહેવા પણ હસમુખ પટેલે ઉમેદવારોને સૂચન કર્યું હતું.

આ પણ વાંચો - Surat : પરિવારની દરેક મુશ્કેલીમાં ગિરનાર પર્વતની જેમ અડીખમ રહેનાર એટલે પિતા : હર્ષ સંઘવી

Tags :
Advertisement

.