Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

HMPV અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું મહત્ત્વનું નિવેદન, કહ્યું - વાઇરસ નવો નથી પણ..!

સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ તાલુકામાં બુધવારે એચએમપીવીનો શંકાસ્પદ કેસ નોંધાયો હતો.
hmpv અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું મહત્ત્વનું નિવેદન  કહ્યું   વાઇરસ નવો નથી પણ
Advertisement
  1. HMPV અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું મહત્ત્વનું નિવેદન
  2. વાઇરસ નવો નથી જૂનો જ છે : ઋષિકેશ પટેલ
  3. વાઇરસ ચેપી હોવાથી સાવચેતી જરૂરી છે : ઋષિકેશ પટેલ
  4. ડરવાની જરૂર નથી માત્ર સાવચેતી રાખવાની જરુરી છે : ઋષિકેશ પટેલ

ચીનમાં (China) કોરોના વાઇરસ બાદ હવે હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV) ઝડપથી ફેલાઇ રહ્યો છે. આ વાઇરસે ફરી એકવાર દુનિયાની ચિંતા વધારી છે. ભારતમાં પણ આ વાઇરસનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ HMPV એ દેખા દીધી છે. HMPV વાઇરસને લઈ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલેનું (Rushikesh Patel) મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

Advertisement

આ પણ વાંચો - અમદાવાદ એરપોર્ટ પરથી Gandhiji ની ગેલેરી હટાવાતા IPS Hasmukh Patel નારાજ! જાણો શું કહ્યું ?

Advertisement

આ વાઇરસ ચેપી હોવાથી સાવચેતીની જરૂર છે : ઋષિકેશ પટેલ

જણાવી દઈએ કે, રાજ્યનાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે HMPV અંગે વાત કરતા કહ્યું કે, આ વાઇરસ નવો નથી પરંતુ, જૂનો જ છે. તેમણે કહ્યું કે, આ વાઇરસ ચેપી હોવાથી સાવચેતીની જરૂર છે. આરોગ્યમંત્રીએ નાગરિકોને અપીલ કરતા કહ્યું કે, HMPV થી ડરવાની જરૂર નથી, માત્ર સાવચેતી રાખવાની જરૂર છે. જણાવી દઈએ કે, સાબરકાંઠા જિલ્લાનાં (Sabarkantha) પ્રાંતિજ તાલુકામાં બુધવારે એચએમપીવીનો શંકાસ્પદ કેસ નોંધાયો હતો. 7 વર્ષનું બાળક સંક્રમિત હોવાની આશંકાએ હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. આ બાળકનાં લોહીનાં નમૂના પરીક્ષણ અર્થે મોકલાયા હતા. જેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Banaskantha : દાંતીવાડાનાં હેલ્થ ઓફિસરને નિવૃત્તિનાં વર્ષ પહેલા જ કરાયા ફરજિયાત નિવૃત્ત, જાણો કેમ ?

અમદાવાદ બાદ સાબરકાંઠામાં કેસ નોંધાયો

માહિતી અનુસાર, હાલ હિંમતનગરની(Himmatnagar) ખાનગી હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી છે. 7 વર્ષનાં માસૂમ બાળકને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. આ પહેલા અમદાવાદમાં HMPV નો વધુ એક કેસ નોંધાયો હતો. 80 વર્ષીય વૃદ્ધનો કેસ પોઝિટિવ આવતા વસ્ત્રાપુરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. દર્દીને છેલ્લા ઘણા સમયથી અસ્થમાની તકલીફ હોવાનું તબીબ તપાસમાં જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો - Paresh Dhanani : પાટીદાર દીકરીને ન્યાય અપાવવા કડકડતી ઠંડીમાં પણ ઉપવાસ આંદોલન યથાવત

Tags :
Advertisement

Trending News

.

×