Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Police Job : પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર, તારીખ જાહેર

રાજ્યમાં પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે.
gujarat police job    પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર  તારીખ જાહેર
Advertisement
  1. ગુજરાત પોલીસ ભરતીનાં ઉમેદવારો માટે મોટા સમાચાર (Gujarat Police Job)
  2. શારીરિક કસોટી 8 જાન્યુઆરીથી યોજાશે
  3. 1 જન્યુઆરીથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે

Gujarat Police Jo : રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે હવે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. પોલીસ ભરતી માટે તારીખની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Recruitment Board) દ્વારા કરાયેલ જાહેરાત અનુસાર શારીરિક કસોટીનું 8 જાન્યુઆરીથી આયોજન કરાશે. જ્યારે, 1 લી જાન્યુઆરીથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.

આ પણ વાંચો - Amreli : વડીયાનાં ખાખરીયા નજીક ST બસને નડ્યો અકસ્માત, ડ્રાઇવર સહિત 15 મુસાફર ઘવાયા

Advertisement

Advertisement

8 જાન્યુઆરીથી શારીરિક કસોટીનું આયોજન

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે ઉમેદવારો માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ ભરતી માટે લેવાતી શારીરિક કસોટીનું (Physical Test) આયોજન 8 જાન્યુઆરીથી થશે. જ્યારે, પરીક્ષા માટેનો કોલ લેટર 1 લી જાન્યુઆરીથી સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. નોંધનીય છે કે, આ ભરતીમાં લાખો ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. શારીરિક કસોટીની તારીખની જાહેરાત પર ઉમેદવારો મીટ માંડીને બેઠા હતા. જો કે, હવે તેમનાં ઇંતેજારનો અંત આવ્યો છે.

આ પણ વાંચો - Junagadh : ગાદી વિવાદમાં મહેશગીરી બાપુ અને ગિરીશ કોટેચા વચ્ચે વાકયુદ્ધ છેડાયું! જાણો કોણે શું કહ્યું ?

આગામી સમયમાં 12 હજાર નવી ભરતી થશે

જણાવી દઈએ કે, ગુજરાત પોલીસમાં (Gujarat Police Job) આગામી સમયમાં 12 હજાર નવી ભરતી થવાની છે, જેમાં નવા 597 PSI ની ભરતી કરવામાં આવશે. જ્યારે, 6600 કોન્સ્ટેબલ સહિત SRP ની પણ ભરતી કરવામાં આવશે. ઉપરાંત, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRP ની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે.

આ પણ વાંચો - Bharuchમાં 15 દિવસ માટે ઘર રહેવા આપ્યું તો ભેજાબાજ મહિલાએ કરી લીધો કબ્જો

Tags :
Advertisement

Trending News

.

×