Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Congress : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં મોટો ફેરફાર!

વર્ષ 2015 માં ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ગીતાબેન પટેલનો વિજય થયો હતો.
gujarat congress   સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસમાં મોટો ફેરફાર
Advertisement
  1. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ પદે ગીતાબેન પટેલની નિમણૂક (Gujarat Congress)
  2. ગીતાબેન છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય ભૂમિકામાં છે.
  3. 2015 માં ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ચૂંટણી જીત્યા હતા
  4. જેનીબેન ઠુમ્મરનાં સ્થાને ગીતાબેન પટેલ સંભાળશે કમાન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો (Gujarat Congress) કારમો રકાસ થયો છે. ચૂંટણી પરિમાણ બાદ રાજ્ય કોંગ્રેસમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગીતાબેન પટેલની (Geetaben Patel) નિમણૂક કરવામાં આવી છે. ગીતાબેન પટેલ છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય ભૂમિકામાં ભજવી રહ્યા છે.

આ પણ વાંચો - Gujarat Budget 2025 અંગે BJP, કોંગ્રેસ, AAP નાં નેતાઓની પ્રતિક્રિયા, મહિલાઓ-ખેડૂતોએ કહી આ વાત!

Advertisement

Advertisement

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ પદે ગીતાબેન પટેલની નિમણૂક

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પરિમાણ (Sthanik Swaraj Election Result) બાદ રાજ્ય કોંગ્રેસમાંથી મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ પદે ગીતાબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ગીતાબેન પટેલ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. વર્ષ 2015 માં ગાંધીનગર (Gandhinagar) જિલ્લા પંચાયતમાં ગીતાબેન પટેલનો વિજય થયો હતો. જો કે, હવે જેનીબેન ઠુમ્મરનાં (Jeniben Thummar) સ્થાને ગીતાબેન પટેલ પાર્ટીની કમાન સંભાળશે. માહિતી અનુસાર, રાજસ્થાન અને ગોવાનાં મહિલા કોંગ્રેસ પ્રમુખોની (Mahila Congress President) પણ નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચો - Rajkot: કુંવરજી બાવળિયાએ કોને ધમકી આપી? ઓડિયો થયો વાયરલ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો રકાસ

જણાવી દઈએ કે, 66 નગરપાલિકાની સામાન્ય અને 2 નગરપાલિકાની મધ્યવર્તી ચૂંટણીનાં પરિણામમાં ભાજપે (BJP) 62 પર જ્યારે કોંગ્રેસે માત્ર 1 પર કબજો કર્યો છે. બાકીની 5 પર અન્ય પક્ષો કિંગમેકરની ભૂમિકામાં રહી છે. આમ કોંગ્રેસને દિલ્હી વિધાનસભા ચૂંટણી તથા છત્તીસગઢની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં પરાજય બાદ ગુજરાતમાં પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. 66 નગરપાલિકામાં 61.65 ટકા જેટલુ મતદાન થયું હતું. 66 પાલિકાની 167 બિનહરીફમાંથી ભાજપની 162, કોંગ્રેસની (Congress) 1 અને અન્ય 4 સીટ બિનહરીફ થઈ છે. જ્યારે 2 મોટા અપસેટ થયા હતા, જેમાં ચોરવાડ નગરપાલિકાનાં વોર્ડ નંબર-3 માં કોંગ્રેસનાં ધારાસભ્ય વિમલ ચૂડસમાનો પરાજય થયો છે, જ્યારે જુનાગઢ મનપાની ચૂંટણીમાં 6 વાર ડે. મેયર રહેલા ગિરીશ કોટેચાનાં પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ હતી.

આ પણ વાંચો - Gujarat સહિત દેશને હચમચાવનાર CCTV કાંડમાં મોટો ઘટસ્ફોટ, કઈ રીતે ચાલતું હતું આ નેટવર્ક?

Tags :
Advertisement

.

×