ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gandhinagar: શિક્ષણ મંત્રીની આરતી ઉતારી ટેટ-ટાટના ઉમેદવારોએ કર્યો અનોખો વિરોધ

Gandhinagar: રાજ્યમાં અત્યારે ટેટ-ટાટના ઉમેવારો ભરતીને લઈને કેટલાય સમયથી વિરોધ કરી રહ્યાં છે, અનેક વખત તો ગાંધીનગર ખાતે આવીને વિરોધ પણ નોંધાવો છે.
01:51 PM Mar 04, 2025 IST | VIMAL PRAJAPATI
featuredImage featuredImage
Gandhinagar Tet-Tat candidates
  1. ઉગ્ર બની રહ્યો છે ટેટ-ટાટના ઉમેદવારોનો વિરોધ
  2. ગાંધીનગરમાં ટેટ-ટાટના ઉમેદવારોએ કર્યો અનોખો વિરોધ
  3. શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરની આરતી ઉતારી કર્યો વિરોધ

Gandhinagar: રાજ્યમાં અત્યારે ટેટ-ટાટના ઉમેવારો ભરતીને લઈને કેટલાય સમયથી વિરોધ કરી રહ્યાં છે, અનેક વખત તો ગાંધીનગર ખાતે આવીને વિરોધ પણ નોંધાવ્યો છે. જો કે, તેમના વિરોધનું કોઈ સારી પરિણામ સામે આવ્યું નથી. પ્રસાશન દ્વારા તેમની સાથે ઉગ્ર વ્યવહાર પણ કરવામાં આવ્યો હોવાના વીડિયો અને અહેવાલો સામે આવી ચૂક્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: જ્ઞાન પ્રકાશ સ્વામીને 24 કલાકમાં દંડવત રૂબરૂ માફી માંગવા અલ્ટીમેટમ, જો માફી નહીં માંગે તો...

ભરતીની માગ સાથે ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે વિરોધ

વિગતે વાત કરવામાં આવે તો, ગાંધીનગરમાં ટેટ-ટાટના ઉમેદવારોએ અનોખી રીતે વિરોધ કરીને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ટેટ-ટાટના ઉમેદવારોએ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરની આરતી ઉતારી વિરોધ કર્યો હોવાનું વીડિયો સામે આવ્યો છે. નોંધનીય છે કે,છેલ્લા કેટલાય સમયથી ભરતીની માંગણી કરવામાં આવી રહીં છે. જ્યારે અત્યારે પણ આ વિરોધ યથાવત છે અને ભરતીની માં સાથે ટેટ-ટાટના ઉમેદવારો શિક્ષણ મંત્રીની આરતી ઉતારીને વિરોધ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: PM Modi in Vantara: સિંહના બચ્ચાને વહાલ કરતા જોવા મળ્યા PM Modi જુઓ Video

ભરતી જ ના પાડે તો પરીક્ષા પાસ કર્યાનો શું મતલબ?

હવે સવાલ એ થાય છે કે, આખરે સરકાર દ્વારા ક્યારે ભરતીની જાહેરાત કરવામાં આવશે? ટેટ-ટાટ પાસ ઉમેદવારો લાંબા સમયથી જે વિરોધ કરી રહ્યાં છે તે વાત શું સરકારના ધ્યાન નથી આવી? આખે કેમ ભરતી પાડવામાં નથી આવતી? આવા અનેક સવાલો અત્યારે ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યાં છે. કારણ કે, આ ઉમેદવારોએ મહામહેનતે ટેટ-ટાટની પરીક્ષા પાસ કરી છે અને જો ભરતી જ પાડવામાં ના આવે તો પરીક્ષા પાસ કર્યાનો સું મલતબ? ઉમેદવારોની અત્યારે એક માંગ છે કે, સરકાર સત્વરે ભરતીની જાહેરાત કરીને અને સત્વરે એ ભરતીને પૂર્ણ કરે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Education Minister Kuber DindorEducation Minister kuber dindor NewsGandhinagarGandhinagar NewsGujaratGujarat Education MinisterGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsKuber DindorLatest Gandhinagar NewsLatest Gujarati NewsTET TAT Exam 2025Tet-Tat candidate protestTET-TAT candidates