Gandhinagar : એક તરફ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, બીજી તરફ BJP નું સક્રિય કાર્યકતા સંમેલન
- 182 વિધાનસભા સીટ પર BJP યોજશે સક્રિય કાર્યકતા સંમેલન
- આગામી 8, 9 અને 10 એપ્રિલ ભાજપના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન યોજાશે
- 6 એપ્રિલ 'ભાજપ સ્થાપના દિવસ' ના ઉપલક્ષ્યમાં રાજ્યભરમાં યોજાશે સંમેલન
- પ્રદેશ ભાજપ તરફથી તમામ ધારાસભ્યોને સક્રિય કાર્યકર્તા સંમેલન યોજવા સૂચના
Gandhinagar : અમદાવાદ (Ahmedabad) ખાતે 8 અને 9 એપ્રિલ એમ બે દિવસ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસનું ઐતિહાસિક રાષ્ટ્રીય અધિવેશન (AICC National Convention) મળવા જઈ રહ્યું છે. ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું આ ભવ્ય અધિવેશન યોજાનાર છે. ત્યારે બીજી તરફ આગામી 8, 9 અને 10 એપ્રિલે ભારતીય જનતા પાર્ટી (BJP) પણ 182 વિધાનસભા સીટ પર ભવ્ય સક્રિય કાર્યકતા સંમેલન યોજશે. આ માટે પ્રદેશ BJP તરફથી તમામ ધારાસભ્યોને સક્રિય કાર્યકર્તા સંમેલન યોજવા સૂચના પણ અપાઈ હોવાની માહિતી સામે આવી છે.
આગામી 8, 9 અને 10 એપ્રિલ ભાજપના સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાશે
રાજ્ય અને કેન્દ્રમાં સત્તારૂઢ પાર્ટી ભાજપ ગુજરાતમાં આગામી 8, 9 અને 10 એપ્રિલના રોજ પાર્ટીનાં સક્રિય કાર્યકર્તાઓનું ભવ્ય સંમેલન (Gandhinagar) યોજશે. માહિતી અનુસાર, 6 એપ્રિલે 'ભાજપ સ્થાપના દિવસ' ના (BJP Foundation Day) ઉપલક્ષ્યમાં રાજ્યમાં 182 વિધાનસભા સીટ પર સક્રિય કાર્યકર્તા સંમેલનોનું આયોજન કરવામાં આવશે. આ માટે પ્રદેશ ભાજપ તરફથી તમામ ધારાસભ્યોને સક્રિય કાર્યકર્તા સંમેલન યોજવા સૂચના પણ અપાઈ છે. આમ, ગુજરાતમાં એક તરફ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશ તો બીજી તરફ ભાજપનું 182 બેઠકો પર સક્રિય કાર્યકર્તા સંમેલન (BJP's Active Worker Conferences) યોજાશે.
આ પણ વાંચો - Jamnagar માં પણ બની મેરઠનાં સૌરભ રાજપૂત હત્યાકાંડ જેવી જ હચમચાવતી ઘટના!
કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશનમાં 2 હજારથી વધુ દિગ્ગજ નેતાઓ હાજરી આપશે
જણાવી દઈએ કે, કોંગ્રેસના અધિવેશનને (AICC National Convention) લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. AICC નાં મેમ્બર અમદાવાદ આવી રહ્યા છે. 9 એપ્રિલનાં રોજ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની ન્યાય પથ સંકલ્પ સમર્પણ સંઘર્ષન બેઠક યોજાશે. અમદાવાદ (Ahmedabad) સાબરમતી નદીનાં તટે મળનારું આ રાષ્ટ્રીય અધિવેશનમાં 2 હજાર થી વધારે દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે (Mallikarjun Kharge), નેતા વિપક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi), સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસનાં અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો - આસામના ગર્વનર સાથે ફોટો સેશન કરાવનારા શખ્સને Gujarat ATS કેમ શોધી રહી છે ?