GPSC Exam Date: GPSC દ્વારા DYSO ની પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર
GPSC દ્વારા ડીવાયએસઓની પરીક્ષાની નવી તારીખ જાહેર 8 9 10 11 સપ્ટેમ્બર યોજાશે પરીક્ષા અગાઉ વરસાદને કારણે પરીક્ષા મોકૂફ કરાઇ હતી Exam Date: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં અતિ ભારે વરસાદના કારણે ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું....
05:57 PM Aug 31, 2024 IST
|
Hiren Dave
- GPSC દ્વારા ડીવાયએસઓની પરીક્ષાની નવી તારીખ જાહેર
- 8 9 10 11 સપ્ટેમ્બર યોજાશે પરીક્ષા
- અગાઉ વરસાદને કારણે પરીક્ષા મોકૂફ કરાઇ હતી
Exam Date: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં અતિ ભારે વરસાદના કારણે ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. હવામાન વિભાગે 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી હતી. જેના કારણે 28મી ઓગસ્ટથી શરૂ થતી DYSO ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ પરીક્ષા (Exam Date) ની નવી તારીખ જાહેર કરવામાં આવી છે.
આ તારીખથી લેવાશે પરીક્ષા
વરસાદના કારણે મોકૂફ રાખેલી DYSOની પરીક્ષા હવે 8થી 11 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે. GPSC દ્વારા આ અંગે સોશિયલ મીડિયા પર પણ જાણકારી આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-3ની મુખ્ય લેખિત પરીક્ષા હવે 8, 9, 10 અને 11 સપ્ટેમ્બરના લેવાશે.