ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓના ધરણા યથાવત, પરિપત્ર ન થાય ત્યા સુધી આંદોલનની ચીમકી
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી (Vidhansabha Election) યોજાવાની છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર (Gandhinagar)માં અલગ-અલગ વિભાગના સરકારી કર્મીઓ આંદોલન કરી રહ્યા છે. રખડતા ઢોર મુદ્દે સરકારની સામે બાયો ચઢાવેલા માલધારી સમાજને અંતે સુખાકારી પરિણામ મળ્યું છે. તો બીજી તરફ હવે આરોગ્યકર્મીઓ (Health Workers) ના ધરણા પ્રદર્શન આજે પણ પાટનગરમાં યથાવત છે. રાજ્યમાં નેતાઓની નગરી એવા પાટનગર ગાંધીનગરમાં છેલà«
07:25 AM Sep 22, 2022 IST
|
Vipul Pandya
ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી (Vidhansabha Election) યોજાવાની છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર (Gandhinagar)માં અલગ-અલગ વિભાગના સરકારી કર્મીઓ આંદોલન કરી રહ્યા છે. રખડતા ઢોર મુદ્દે સરકારની સામે બાયો ચઢાવેલા માલધારી સમાજને અંતે સુખાકારી પરિણામ મળ્યું છે. તો બીજી તરફ હવે આરોગ્યકર્મીઓ (Health Workers) ના ધરણા પ્રદર્શન આજે પણ પાટનગરમાં યથાવત છે.
રાજ્યમાં નેતાઓની નગરી એવા પાટનગર ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસોથી અલગ-અલગ આંદોલનો થઇ રહ્યા છે. તેમા એક આંદોલન આરોગ્યકર્મીઓ દ્વારા થઇ રહ્યું છે. છેલ્લા 47 દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે. આરોગ્યકર્મી દ્વારા પગાર વિસંગતતાઓ દૂર કરવા સહિતની માગણીઓ કરવામાં આવી રહી છે. વળી હવે આ આંદોલન વધુ તીવ્ર બન્યું છે. આરોગ્યકર્મીઓ હવે જ્યા સુધી પરિપત્ર ન થાય ત્યા સુધી આંદોલનની ચીમકી આપી રહ્યા છે. આંદોલનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં કર્મીઓ આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, લગભગ 33 જિલ્લાઓમાંથી આરોગ્યકર્મીઓ પોતાનો વિરોધ અને માગણીઓને લઇને પાટનગરમાં આવ્યા છે. તેમણે હવે રાજ્ય સરકાર સામે બાયો ચઢાવતા પોતાની માગણીઓ મનાવવાની પૂરી તૈયારી સાથે પાટનગરમાં પગ જમાવી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, આરોગ્યકર્મીઓ ત્રણ માંગોને લઇને આકરાપાણીએ છે. મુખ્ય ત્રણ માંગોને લઈને આરોગ્ય કર્મચારીઓ હડતાળ કરી રહ્યાં છે. જેમાં ટેક્નિકલ સંવર્ગ ગણીને ઉચ્ચતર પગાર ધોરણની આરોગ્ય કર્મીઓ માંગ કરી રહ્યાં છે. આ સાથે કોરોનાની કામગીરી દરમિયાન કરેલા કામોમાં રજા પગારની માંગ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ કોરોના વોરિયર્સ પણ ભથ્થાની માંગ કરી રહ્યાં છે. જોકે, છેલ્લા 47 દિવસથી રાજ્ય સરકાર ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓને મચક નથી આપી રહી. જેના કારણે હવે આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓનો પરિપત્ર કરાવવા આક્રમક બન્યા છે. આથી આજે ગાંધીનગર ખાતે રાજ્યભરથી મોટી સંખ્યામાં કર્મચારીઓએ ગાંધી ચિધ્યામાર્ગે આંદોલનને વેગ આપ્યો છે. જે રીતે ગઈ કાલે સરકારે માલધારીઓના વિરોધને ધ્યાને લેતા ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચ્યો શું તેવી જ રીતે આરોગ્યકર્મીની માગણીઓને લઇને સરકાર પોતાનું વલણ બદલશે તે હવે જોવું રહ્યું.
Next Article