Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિધાનસભામાં રજૂ થયો CAG Report, આરોગ્ય વિભાગના છબરડા આવ્યા સામે

આજે વિધાનસભામાં CAG Report રજૂ કરવામાં આવ્યો. આ રિપોર્ટ અનુસાર આરોગ્ય વિભાગમાં અનેક છબરડા થયા હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.
વિધાનસભામાં રજૂ થયો cag report  આરોગ્ય વિભાગના છબરડા આવ્યા સામે
Advertisement
  • વસતીના આધારે જિલ્લા હોસ્પિટલોમાં પથારીની સંખ્યા ઘણી ઓછી
  • વડોદરા જિલ્લા હોસ્પિટલમાં કુલ 678 પથારીઓની જરૂરિયાત સામે 213 પથારીઓ છે
  • રાજ્ય વિધાન મંડળે વિનિયોગ કર્યા હોય તે સિવાય 193 કરોડની વધારાની ચૂકવણી કરવામાં આવી છે
  • પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસમાં 165 કરોડની વધારાની ચૂકવણી કરવામાં આવી છે

Gandhinagar: CAG Reportની રજૂઆતથી આજે વિધાનસભામાં હડકંપ મચી ગયો. આ રિપોર્ટ અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા ઘણી અનિયમિતતાઓ થઈ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા હોસ્પિટલોમાં પથારીઓની ઘટનો ઉલ્લેખ છે. આ ઉપરાંત વર્ષ 2023-24 દરમિયાન રાજ્ય વિધાન મંડળે વિનિયોગ કર્યા હોય તે સિવાય 193 કરોડની વધારાની ચૂકવણી કરવામાં આવી છે.

Advertisement

વસતીના આધારે પથારીની સંખ્યા ઘણી ઓછી

આજે વિધાનસભામાં કેગના રિપોર્ટની રજૂઆત પછી આરોગ્ય વિભાગમાં ઘણી અનિયમિતતાઓ થઈ હોવાનું બહાર આવ્યું છે. જેમાં ખાસ કરીને રાજ્યની જિલ્લા હોસ્પિટલોમાં વસતીના આધારે પથારીની સંખ્યા ઘણી ઓછી હોવાની માહિતી જાહેર કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચોઃ  Gujarat Vidhan Sabha ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યે મોટો આરોપ લગાવ્યો

કયા જિલ્લામાં પથારીની સંખ્યામાં છે ઘટ

કેગ રિપોર્ટમાં રાજ્યના કયા જિલ્લાઓની હોસ્પિટલોમાં વસતીની સરખામણીમાં કેટલી પથારીઓની ઘટ છે તેનો વિસ્તૃત અહેવાલ આપવામાં આવ્યો છે. જે અનુસાર આણંદ જિલ્લા હોસ્પિટલમાં 456 પથારી હોવી જોઈએ જેની સામે છે 119 જ પથારી, બોટાદ જિલ્લા હોસ્પિટલમાં 143 પથારીઓ હોવી જોઈએ જેની સામે છે 100 પથારીઓ, રાજકોટ જિલ્લા હોસ્પિટલમાં 665 પથારીઓ હોવી જોઈએ જેની સામે 115 જ પથારીઓ છે, સુરેન્દ્રનગર જિલ્લા હોસ્પિટલમાં 342 પથારીઓ હોવી જોઈએ જેની સામે 150 પથારીઓ છે, તાપી જિલ્લા હોસ્પિટલમાં 177 પથારીઓ હોવી જોઈએ સામે 156 પથારીઓ છે. વડોદરા જિલ્લા હોસ્પિટલમાં કુલ 678 પથારીઓની જરૂરિયાત સામે 213 પથારીઓ છે જ્યારે ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો 453 પથારીઓની જરૂરિયાત સામે 160 પથારીઓ છે.

CAG રિપોર્ટમાં આરોગ્ય વિભાગ સંદર્ભે કરાયેલ સૂચનો

મેડિકલ કોલેજો, નર્સિંગ કોલેજોમાં સ્ટાફ ભરતી કરો,  ડોક્ટર અને પેરામેડિકલની ખાલી જગ્યા પર ભરતી કરો,  ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરી આધુનિક કરો - આધુનિક લેબોરેટરી હશે તો પરિણામ પણ ઝડપી આવશે . સરકારે આરોગ્ય ક્ષેત્રના બજેટમાં 8 ટકાનો વધારો કરવો જોઇએ.  સુરક્ષિત માતૃત્વ અને ગર્ભવતી સ્ત્રીઓ માટે સુવિધાઓ વધારવા સૂચન કરવામાં આવ્યા છે.

193 કરોડની વધારાની ચૂકવણી થઈ

વર્ષ 2023-24 દરમિયાન રાજ્ય વિધાન મંડળે વિનિયોગ કર્યા હોય તે સિવાય 193 કરોડની વધારાની ચૂકવણી કરવામાં આવી છે. જેમાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસમાં 165 કરોડ, શહેરી વિકાસ અને શહેરી આવાસ અંતર્ગત 24 કરોડ તથા માર્ગો અને પૂલ વિભાગ 4.60 કરોડ, શિક્ષણ વિભાગ દ્વારા પણ વધારાની ચૂકવણી થઈ હોવાનો કેગ રિપોર્ટમાં ઉલ્લેખ છે. રાજ્ય સરકારે વર્ષ 2009-10, વર્ષ 2011-12, વર્ષ 2014-15 તથા વર્ષ 2022-23 ના 12,000 કરોડ કરતા વધારાની ચૂકવણી હજુ સુધી વિધાનમંડળ દ્વારા વિનિયમિત કરવાની બાકી હોવાનું કેગના રિપોર્ટમાં ઉલ્લેખ છે.

આ પણ વાંચોઃ  Gujarat Budget 2025-26 : ગુજરાત સ્ટેમ્પ(સુધારા) વિધેયક-2025 વિધાનસભામાં પસાર

Tags :
Advertisement

.

×