Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar: ગુજરાત સરકારની આજે કેબિનેટ બેઠક, HMPVના નિયંત્રણ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટ બેઠક HMPV વાયરસના નિયંત્રણ માટે તકેદારીના પગલાંની ચર્ચા થશે કેબિનેટમાં આરોગ્ય વિભાગ પોતાનો રીપોર્ટ રજૂ કરશે બનાસકાંઠા જિલ્લા વિભાજન બાદ ઉભી થયેલી સ્થિતિ પર થશે સમીક્ષા વાવ થરાદ જિલ્લામાં ન જોડાવવા થયેલી...
gandhinagar  ગુજરાત સરકારની આજે કેબિનેટ બેઠક  hmpvના નિયંત્રણ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા
Advertisement
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટ બેઠક
  • HMPV વાયરસના નિયંત્રણ માટે તકેદારીના પગલાંની ચર્ચા થશે
  • કેબિનેટમાં આરોગ્ય વિભાગ પોતાનો રીપોર્ટ રજૂ કરશે
  • બનાસકાંઠા જિલ્લા વિભાજન બાદ ઉભી થયેલી સ્થિતિ પર થશે સમીક્ષા
  • વાવ થરાદ જિલ્લામાં ન જોડાવવા થયેલી રજૂઆતો બાબતે થશે ચર્ચા
  • વિધાનસભા સત્રની તારીખો માટે પણ કેબિનેટ બેઠકમાં થશે ચર્ચા

Gandhinagar :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટ (Cabinet Meeting)બેઠક મળનાર છે. આ બેઠકમાં HMPV ના નિયંત્રણ માટે તકેદારીનાં પગલાની ચર્ચા કરવામાં આવશે. તેમજ આરોગ્ય વિભાગ તેઓનો રિપોર્ટ રજૂ કરશે. તેમજ બનાસકાંઠા જીલ્લાનાં વિભાજન પછી ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવનાર છે. તેમજ વાવ-થરાદ જીલ્લામાં ન જોડાવવા થયેલી રજૂઆતો અંગે ચર્ચા પણ કરવામાં આવશે.

Advertisement

Advertisement

વિધાનસભા સત્રની તારીખ જાહેર થઈ શકે છે

તેમજ અમરેલીમાં પાટીદાર દીકરીનાં વિવાદનાં મુદ્દાની પણ ચર્ચા કરવામાં આવનાર છે. જ્યારે આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભા સત્રને લઈને ચર્ચા કરવામાં આવશે. તેમજ કેબિનેટ બેઠક બાદ વિધાનસભા સત્રની તારીખ જાહેર થઈ શકે છે.

આ પણ  વાંચો -Amreli: મહિલા મેડિકલ ટીમ ઘરે આવી છતાં પાયલ ગોટીએ મેડિકલની ના પાડી, આ મામલે SITની ટીમે શું કહ્યું?

વાયરસથી બચવા શું કરવું

  • જ્યારે ઉધરસ અથવા છીક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું
  • નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
  • ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર
    રાખવું
  • તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
  • વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
  • પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પુરતી ઊંઘ લેવી.
  • બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશન વાળા વાતાવરણમાં રહેવું
  • શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું. બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

શું ન કરવું

  • આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવાનું ટાળો
  • ચેપ ગ્રરત વ્યક્તિએ વ્યક્તિયત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, માલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવુંજાતે
  • દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
Tags :
Advertisement

Trending News

.

×