BZ Group Scam : ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ જાણો CID ક્રાઇમનાં ઇન્ચાર્જ DIG એ શું કહ્યું ?
- BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણામાંથી ધરપકડ (BZ Group Scam)
- ઇન્ચાર્જ DIG CID ક્રાઇમે મીડિયાને સર્ચ ઓપરેશનની માહિતી આપી
- છેલ્લા 15 દિવસથી ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાનાં ફાર્મ હાઉસમાં છુપાયેલો હતો : ઇન્ચાર્જ DIG, CID ક્રાઇમ
BZ Group Scam : રાજ્યમાં લોકોને અનેક ગણુ વળતર આપવાની લાલચ આપીને રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનારા અરવલ્લીનાં (Aravalli) BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની (Bhupendrasinh Zala) મહેસાણા જિલ્લાનાં (Mehsana) વિસનગરનાં દવાડા ગામે આવેલા એક ફાર્મ હાઉસમાંથી CID ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગાંધીનગર (Gandhinagar) સહયોગ સંકુલ CID ક્રાઇમની ઓફીસ ખાતે લાવવામાં આવ્યો છે. આ મામલે ઇન્ચાર્જ DIG CID ક્રાઇમ દ્વારા માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો - BZ Group Scam : આખરે ઝડપાયો ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલા, જે ફાર્મહાઉસમાં રોકાયો હતો તેને લઈ મોટો ઘટસ્ફોટ!
શંકાસ્પદની તપાસ માટે આવેલી ટીમને મળી આવ્યો ભૂપેન્દ્રસિંહ
CID ક્રાઇમ ભૂપેન્દ્રસિંહ ઝાલાની હાલ કરી રહી છે પૂછપરછ #BigBreaking #BhupendrasinhZala #BZScam #PonziScheme #Mehsana #CID #GujaratFirst pic.twitter.com/0VDTrC5bpl— Gujarat First (@GujaratFirst) December 27, 2024
ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનાં આધારે ઝડપાયો : ઇન્ચાર્જ DIG
રાજ્યનું સૌથી મોટું છેતરપિંડીનું કૌભાંડ (BZ Group Scam) આચરનાર BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની (Bhupendrasinh Zala) CID ક્રાઇમ દ્વારા મહેસાણામાંથી ધરપકડ કરવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ ઇન્ચાર્જ DIG CID ક્રાઇમ પરીક્ષિતા રાઠોડ (Parikshita Rathod) દ્વારા મીડિયાને વધુ માહિતી આપવામાં આવી હતી. તેમણે મીડિયાને જણાવ્યું કે, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનાં આધારે ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવામાં આવ્યો છે. ઇન્ચાર્જ DIG એ વધુમાં જણાવ્યું કે, છેલ્લા 15 દિવસથી મહેસાણા પાસેનાં દવાડા ગામનાં એક ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાયો હતો.
આ પણ વાંચો - Gujaratમાં 6 હજાર કરોડથી વધુના BZ ફાઇનાન્સના કૌભાંડમાં મોટા સમાચાર
'ફાર્મ હાઉસનાં માલિક સામે પણ પગલાં લેવાશે'
ઇન્ચાર્જ DIG CID ક્રાઇમ પરીક્ષિતા રાઠોડે મીડિયાને જણાવ્યું કે, ભૂપેન્દ્રસિંહ ઝાલાને (Bhupendrasinh Zala) આશરો આપનાર ફાર્મ હાઉસનાં માલિક સામે પણ પગલાં લેવાશે. ઉપરાંત, આરોપીને અગાઉ પણ છાવરનાર સામે પગલાં ભરાશે. તેમણે કહ્યું કે, હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે, ભૂપેન્દ્રસિંહ ઝાલા કૌભાંડ બાદથી ફરાર હતો. તેની ધરપકડ બાદ પૂછપરછમાં મસમોટા ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચો - BZ Group Scam : મયુર દરજીની અરજી પર સુનાવણી, રૂ. 4 કરોડથી વધુ ઉઘરાવ્યાંનો ઘટસ્ફોટ!