MLA Kumar Kanani : BJP ધારાસભ્ય કુમાર કાનાણીના ગૃહમાં આરોગ્ય વિભાગ પર ગંભીર આક્ષેપ!
- ભાજપનાં જ ધારાસભ્યે આરોગ્ય વિભાગ પર કર્યા ગંભીર આક્ષેપ (MLA Kumar Kanani)
- કુમાર કાનાણીએ ગૃહમાં આરોગ્ય વિભાગને લઇ કરી મોટી ટિપ્પણી
- આયુષ્યમાન કાર્ડ હોય તો પણ ઓપરેશનની મંજૂરી નથી મળતી : કુમાર કાનાણી
- અમે આયોગ્ય વિભાગમાં ફોન કરીએ તો કોઇ જવાબ ન મળે : કુમાર કાનાણી
સુરતનાં (Surat) વરાછાથી ભાજપનાં (BJP) ધારાસભ્ય કુમાર કાનાણી તેમના બેબાક નિવેદનોને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે, હવે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યમાં ખાદ્યચીજોમાં થતી ભેળસેળની ઘટનાઓને લઈ રાજ્યનાં આરોગ્ય વિભાગ પર ધારાસભ્ય કુમાર કાનાણીએ (MLA Kumar Kanani) ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે ગૃહમાં કહ્યું કે, અમે આયોગ્ય વિભાગમાં ફોન કરીએ તો કોઇ જવાબ ન મળે. શું હાર્ટ એટેક પણ સમય જોઇને આવે? ભેળસેળ મુદ્દે પણ ગંભીર થવાની જરૂર છે.
આ પણ વાંચો - Gondal : માર્કેટિંગ યાર્ડ જતાં ખેડૂતો, વેપારીઓ અને વાહનચાલકો માટે મહત્ત્વનાં સમાચાર
આયુષમાન કાર્ડ હોય તો પણ ઓપરેશન માટેની મંજૂરી મળતી નથી : કુમાર કાનાણી
ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્યનાં આરોગ્ય વિભાગની કામગીરી સામે ગંભીર સવાલ કર્યા હતા. તેમણે કહ્યું કે, આયુષમાન કાર્ડ હોય તો પણ ઓપરેશન માટેની મંજૂરી સમયસર મળતી નથી. અમે આરોગ્ય વિભાગમાં ફોન કરીએ તો કોઈ જવાબ ન મળે. શું હાર્ટ એટેક પણ સમય જોઇને આવે ? MLA કુમાર કાનાણીએ (MLA Kumar Kanani) વધુમાં કહ્યું કે, ભેળસેળ મુદ્દે પણ ગંભીર થવાની જરૂર છે. ભેળસેળયુક્ત વસ્તુ વેચાય જાય પછી તો રિપોર્ટ આવે છે.
આ પણ વાંચો - Gandhinagar : ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનાં કલાકારો આ તારીખે લેશે વિધાનસભા ગૃહની મુલાકાત
'ભેળસેળ કરતા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ'
કુમાર કાનાણીએ કહ્યું કે, આરોગ્ય વિભાગ (Gujarat Health Department) દ્વારા ખાદ્યપદાર્થનાં સેમ્પલ ચકાસણી માટે લેબમાં મોકલવામાં આવે છે પરંતુ, તેનો રિપોર્ટ આવે ત્યાં સુધી તો ખોરાકનું વેચાણ થઈ જાય છે. ભેળસેળ કરતા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. નોંધનીય છે કે, આ પહેલા પણ અનેક વખત ધારાસભ્ય કુમાર કાનાણી સરકારી વિભાગો અને સરકારી અધિકારીઓ-કર્મચારીઓની કામગીરીને લઈ સવાલો ઉઠાવી ચૂક્યા છે અને જન સમસ્યા અંગે અનેક વખત લોકહિતમાં સરકારને પત્ર લખી રજૂઆત પણ કરી ચૂક્યા છે.
આ પણ વાંચો - Jamnagar : GETCO માં રાજ્યભરના ઉમેદવારોમાં જમાવડો, કંપનીના એક નિર્ણયથી નિરાશા