BZ Group Scam : આખરે ઝડપાયો ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલા, જે ફાર્મહાઉસમાં રોકાયો હતો તેને લઈ મોટો ઘટસ્ફોટ!
BZ Group Scam : રાજ્યમાં પોંઝી સ્કીમો થકી રૂ. 6 હજાર કરોડનું સૌથી મોટું કૌંભાડ આચરનાર BZ ગ્રૂપ (BZ Group Scam) મામલે સૌથી મોટા સમાચાર આવ્યા છે. CID ક્રાઇમે BZ ગ્રૂપનાં માલિક અને નાસતા ફરતા ભૂપેન્દ્રસિંહ ઝાલાની આખરે ધરપકડ કરી છે. મહેસાણા જિલ્લામાંથી ભાગેડું ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયો છે. ધરપકડ બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાની (Bhupendrasinh Zala) પહેલી તસવીર Gujarat First પાસે આવી છે.
આ પણ વાંચો - BZ Group Scam અંગે સૌથી મોટા સમાચાર, આખરે ઝડપાયો ભાગેડું કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા
ધરપકડ બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાની પહેલી તસવીર Gujarat First પર
અનેક ગણું વળતર આપવાની લાલચ આપી રોકાણ કરાવી લોકોનાં કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી (BZ Group Scam) ફરાર થયેલો આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની આખરે ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાની તેની પહેલી તસવીર ગુજરાત ફર્સ્ટ પાસે આવી છે. Gujarat First એ સૌથી પહેલા ભૂપેન્દ્રસિંહની ધરપકડની ખબર દર્શાવી છે. જણાવી દઈએ કે, ગુજરાત ફર્સ્ટ દ્વારા આ કૌભાંડી અંગેનું મેરેથોન કવરેજ ચલાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - BZ Group Scam : મયુર દરજીની અરજી પર સુનાવણી, રૂ. 4 કરોડથી વધુ ઉઘરાવ્યાંનો ઘટસ્ફોટ!
વિસનગરનાં દવાડા ગામેથી ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયો
અરવલ્લીનાં (Aravalli) BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની (Bhupendrasinh Zala) આખરે ધરપકડ કરવામાં આવી છે. જ્યારથી આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો, ત્યારથી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર હતો. જો કે, હવે CID ક્રાઇમે મહેસાણા (Mehsana) જિલ્લાનાં વિસનગરનાં દવાડા ગામેથી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડ્યો છે. માહિતી અનુસાર, ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર (Gandhinagar) પહોંચી છે. અત્યાર સુધીની તપાસમાં કરોડોનાં બેનામી વ્યવહારો મળી આવ્યા છે. કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં રિમાન્ડમાં સૌથી મોટા રહસ્યો ખૂલે તેવી વકી છે.
જે ફાર્મહાઉસમાં રોકાયો તે રાજકીય આગેવાનના સગાનું હતું : સૂત્ર
પ્રાપ્ત માહિતી અનુસાર, CID ક્રાઇમ આજે બપોરે 1 વાગ્યાથી તેની તપાસમાં લાગેલી હતી. ત્યારે CID ક્રાઈમે ભૂપેન્દ્રસિંહ ઝાલાને 4 વાગે મહેસાણા નજીક આવેલા દવાડા ગામનાં એક ફાર્મ હાઉસમાંથી ઝડપી પાડ્યો છે. શંકાસ્પદ સંપર્કવાળા સંડોવાયેલાની તપાસ માટે CID ની ટીમ (CID Crime) મહેસાણા આવી હતી. દરમિયાન, ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી. ખાનગી રાહે મળેલી બાતમીનાં આધારે ભૂપેન્દ્રસિંહ ઝાળા સુધી CID ક્રાઈમ પહોંચી હતી. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે, જે ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્ર સિંહ ઝાલા જલસા કરી રહ્યો હતો તે ફાર્મ હાઉસ કોઈ રાજકીય આગેવાનનાં સગાનું હતું. જો કે, હાલ CID ક્રાઇમ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ કરાઈ રહી છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો - Amreli : પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરનો DGP ને પત્ર, લગાવ્યા આ ગંભીર આરોપ!