Banaskantha : ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર હાથ ધરાયું પોલીસનું કડક ચેકિંગ
- અસામાજિક પ્રવૃત્તિ ડામવા પોલીસ એક્શનમાં
- રાજ્યભરમાં સરકારના આદેશ બાદ કડક કાર્યવાહી
- અસામાજીક તત્વોને લઈ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ
અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ પર સરકારના આદેશ બાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. બનાસકાંઠામાં પાલનપુર અને ડીસા સહિત શહેરોમાં અસામાજિક તત્વો પર અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ માટે પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે. જોકે રાજસ્થાન અને ગુજરાતને જોડતી બોર્ડર ઉપર પણ પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ છે.
એએસપી, ડિવાયએસપી, એલસીબી, એસઓજીની ટીમોએ કડક ચેકિંગ કર્યું
સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર પર અડધી રાત્રે જિલ્લા પોલીસ વડા સહિત એએસપી, ડિવાયએસપી, એલસીબી, એસઓજીની ટીમોએ કડક ચેકિંગ હાથ ધર્યું હતું. કોઈ નશીલી વસ્તુઓ, પદાર્થો સાથે લઈને ન, જાય ઘાતક હથિયારો ઘુસાડવામાં ન આવે અને માદક દ્રવ્યો પણ ગુજરાતમાં ન પ્રવેશે તે માટે તપાસ વધારાઇ છે. તેમજ સામાજિક તત્વોને ઝડપી પાડવાના હેતુથી અમીરગઢ બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ છે. બોર્ડર પર ડોગ સ્કોડ સાથે બ્રેથ એનેલાઇઝર દ્વારા પણ ચેકિંગ થઈ રહ્યું છે. આમ ગુજરાત રાજસ્થાનને જોડતી બોર્ડર ઉપરથી કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે તેવા હથિયારો, પદાર્થો અને લોકો ગુજરાતમાં ના પ્રવેશે તે હેતુથી બનાસકાંઠા પોલીસની ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા પોલીસે DGP ના આદેશ બાદ 221 અસામાજિક તત્વોની યાદી તૈયાર
બનાસકાંઠા પોલીસે DGP ના આદેશ બાદ 221 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે. તેમજ જે ગેરકાયદેસર રહે છે અથવા તો ગેરકાયદેસર કબજા કર્યા છે તેમની પર પણ પોલીસ બુલડોઝર ફેરવશે એટલે અસામાજિક તત્વો પર કડક હાથે કામ લેવા માટે પોલીસ પણ કડક બની છે. તથા ગુનેગારો પર કડક કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Idar : કોમેન્ટ કરવા બાબતે ઝઘડો થતાં બેને ઈજા, 7 વિરૂધ્ધ સામસામી ફરીયાદ નોંધાવાઈ