Balwantsinh Rajput ના હસ્તે ડ્રોન ટ્રેનિંગ સેન્ટર્સ તથા ITI ના નવીન ભવનોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું
- કુલ રૂ.58 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ વિવિધ ભવનોનું વર્ચ્યુઅલ લોકાર્પણ
- શ્રમ અને રોજગાર મંત્રી Balwantsinh Rajput ના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ
- શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી Kunwarji Halpati ની પ્રેરક ઉપસ્થિતિ
Gandhinagar: આજે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત (Balwantsinh Rajput) ના હસ્તે રાજ્યના ધ સ્કિલ યુનિવર્સિટી તથા નર્મદા રૂરલ ડેવલોપમેન્ટ સોસાયટી, નેમટેક તેમજ અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશન સાથે MoU કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેબિનેટ મંત્રીના હસ્તે કૌશલ્યા –ધ સ્કિલ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ડ્રોન અંતર્ગત નવનિર્મિત ડ્રોન તાલીમ કેન્દ્ર બીલીમોરા અને માંડવીનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું હતું. કુલ રૂ.58 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ ITI ભાવનગર, પ્રતાપનગર અને દેવભૂમિ દ્વારકાના નવનિર્મિત ભવનોનું વર્ચ્યુઅલ લોકાર્પણ શ્રમ અને રોજગાર મંત્રી Balwantsinh Rajput ના હસ્તે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાની વર્ચ્યુલ અને શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી.
કુલ રૂ.58 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ ભવનોનું વર્ચ્યુઅલી લોકાર્પણ
આજે ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી Balwantsinh Rajput ના હસ્તે ભાવનગરના રુ. 36 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ITI ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં 45 વર્કશોપ, 35 થીયરીરૂમ, 14 અન્ય રૂમ તેમજ IT લેબ બનવવામાં આવી છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા ખાતે રૂ. 14 કરોડથી વધુની રકમમાં 22 વર્કશોપ, 17 થીયરીરૂમ, 14 અન્ય રૂમ, લાઈબ્રેરી તેમજ IT લેબ બનવવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા જિલ્લાના પ્રતાપનગર ખાતે રૂપિયા 8 કરોડથી વધુના ખર્ચે 9 વર્કશોપ, 9 થીયરીરૂમ, 8 અન્ય રૂમ, લાઈબ્રેરી અને IT લેબ સહિતની સુવિધાઓ સહિતના ભવનો રાજ્યનાં યુવાનો માટે કુલ રૂ. 58 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે.
બજારની માંગ અનુસાર સ્કિલના અભ્યાસક્રમો શરૂ કરાશે
આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી Balwantsinh Rajput એ જણાવ્યું હતું કે, GNFC ની નર્મદા રૂરલ ડેવલોપમેન્ટ સોસાયટી (Narmada Rural Development Society) સાથેના MoU ને પરિણામે કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સીટી (Kaushalya – The Skill University) દ્વારા માન્ય ડિગ્રી, ડિપ્લોમા, સર્ટિફિકેટ તથા અન્ય શોર્ટ ટર્મ-લોંગ ટર્મ કોર્ષીસને મંજૂરી આપી ચલાવાશે. બજારની માંગ અનુસાર નવીનતમ ટેકનોલોજીને અનુરૂપ સ્કિલના અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે. રિસર્ચ-કન્સલ્ટિંગ બાબતે કામગીરી કરાશે તેમજ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશન જેવી સ્પર્ધાઓમાં રાજ્યના યુવાનો માટે તાલીમ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.
2 ડ્રોન પાયલોટ ટ્રેનિંગ સેન્ટર
મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા સ્કુલ ઓફ ડ્રોન અંતર્ગત અત્યાર સુધી 2 ડ્રોન પાયલોટ ટ્રેનિંગ સેન્ટર સ્કૂલ સ્વર્ણિમ યુનિવર્સિટી અને કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી કેમ્પસ, શિલજ ખાતે કાર્યરત છે. રાજ્યના યુવાધનને ડ્રોન પાયલોટની તાલીમ ઘરઆંગણે મળી રહે તે માટે રાજ્યની 19 ITI સંસ્થાઓમાં જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની કાર્યવાહી રાજ્ય સરકારે હાથ ધરી છે. જે પૈકી પ્રથમ તબક્કામાં ITI બીલીમોરા અને ITI માંડવી-સુરતને કેન્દ્ર સરકારના ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) નવી દિલ્હી તરફથી રિમોટ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન એટલે કે ડ્રોન પાયલોટ તાલીમ કેન્દ્રની માન્યતા પણ પ્રાપ્ત થઈ છે.
આ પણ વાંચોઃ Science City : માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશભરના વિજ્ઞાન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
ડ્રોન પાયલોટ ટ્રેનિંગના ફાયદા
Drone Pilot Training ના ફાયદા જણાવતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું કે, રાજ્યના યુવાનો ડ્રોન પાયલોટ ટ્રેનિંગના માધ્યમથી કૃષિ, રિઅલ એસ્ટેટ, ફિલ્મમેકિંગ, ઈન્સ્પેક્શન જેમ કે પાવર લાઈન, ઓઈલ પાઈપલાઈન, સર્વે અને મેપિંગ જેવા ક્ષેત્રોમાં ટ્રેઈન્ડ ડ્રોન પાયલોટની કામગીરી કરી શકશે. યુવાનો આ ટ્રેનિંગના માધ્યમથી ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી, એરિયલ સર્વેની કામગીરી કરીને રોજગાર મેળવી શકે છે અને સારી આજીવિકા પણ કમાઈ શકે છે.
ઉપસ્થિત મહાનુભાવો
આજના વર્ચ્યુઅલી લોકાર્પણ પ્રસંગે નર્મદા, દેવભૂમિ દ્વારકા અને ભાવનગરના ધારાસભ્યો તેમજ અગ્રણીઓ, શ્રમ- કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ, GNFC ના MD ડો. ટી. નટરાજન, કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સીટીના ડાયરેક્ટર જનરલ ડો. એસ.પી.સિંઘ, રજિસ્ટ્રાર સુશ્રી રેખા નાયર, ચીફ સ્કિલ કોર્ડીનેટર શ્રી પી.એ.મિસ્ત્રી, એક્સઝીક્યુટિવ ડાયરેક્ટર શ્રી મુરતજા સમશી, એન.આર.ડી.એસ.ના ફંકશનલ હેડ નિતેશ નાયક અને લીગલ હેડ રિકેશ પટેલ, નેમટેકના ડાયરેક્ટર અરુણકુમાર પિલ્લાઈ, અમદાવાદ કસ્ટમ બ્રોકર એસોસિએશનના પ્રમુખ પરાગ બરાઈયા, વાઈસ પ્રેસિડેન્ટ ડૉ. દર્શન મશરૂ તેમજ સેક્રેટરી વિરલ ઝવેરી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ Pahalgam Terror Attack : ડરેલા પાકિસ્તાન પર ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીની પોસ્ટ, "આ ડર સારો છે"