APP in Gujarat: દિલ્હીમાં કેજરીવાલની કારમી હાર! હવે ગુજરાતમાં કોના નામે મત માંગશે ‘આપ’ નેતાઓ?
- 27 વર્ષ બાદ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ
- હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું શું થશે?
- પોતાના ગઢમાં પોતાના હાર બાદ ‘આપ’ને ગુજરાતમાં ફટકો પડશે?
APP in Gujarat: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. 27 વર્ષ બાદ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની સરકાર બનાવી છે. હવે પ્રશ્ન એ પણ થાય છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું શું થશે? કારણ એ પણ છે કે, આમ આદમી પાર્ટી માટે દિલ્હી ગઢ હતું પરંતુ એ ગઢને હવે બીજેપીએ તોડી પાડ્યો છે. જેથી દિલ્હીમાં જ નહીં પરંતુ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી પર જોખમ તોળાઈ રહ્યું છે. તો ચાલો વિસ્તારથી સમજીએ...
આ પણ વાંચો: દિલ્હીમાં ચૂંટણી હાર પછી અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડવાનો છે
સ્વાભાવિક છે કે, આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં સંઘર્ષ કરતી પાર્ટી છે, જેથી દિલ્હીની હાર બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડવાનો છે. પ્રશ્ન એ પણ થાય છે કે, હવે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય કેવું હશે? લોકસભાની ચૂંટણીમાં વખતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવાની વાતો કરતી હતી, પરંતુ પોતાના જ ગઢમાં ‘આપ’ જીતી શક્યુ નથી. તો હવે આગળ શું થશે? પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી કેજરીવાલના નામે મત માંગતી હતી કે, દિલ્હીમાં જેવું કેજરીવાલનું શાસન છે તેવું ગુજરાતમાં હશે, પરંતુ દિલ્હીમાં હવે કેજરીવાલનું પણ જાદૂ ચાલ્યું નથી.
આ પણ વાંચો: Pravesh Verma જ હશે દિલ્હીના નવા મુખ્યમંત્રી, એક ટ્વીટથી થઇ સ્થિતિ સ્પષ્ટ
ગુજરાતમાં ક્યારેય ત્રીજી પાર્ટી ચાલી નથી! જાણો કેમ?
હવે ગોપાલ ઇટાલિયા અને ઇશુદાન ગઢવી કોના નામે મત માંગશે? તે પણ ‘આપ’ ગુજરાત માટે મોટો પ્રશ્ન બની રહેવાનો છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ યમુનાની સફાઈ, શિક્ષા અને આરોગ્યના નામે મત માંગ્યાં હતાં પરંતુ દિલ્હીના લોકોએ આ મુદ્દા માન્ય રાખ્યા નહીં અને આ વખતે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મુક્યો છે. દિલ્હીની જનતા જનાર્દને મોદી પર વિશ્વાસ મુકીને ભારતીય જનતા પાર્ટીને બહુમતી અપાવી છે. ગુજરાતમાં એક વાત એ પણ છે કે, અહીં ચૂંટણીમાં ક્યારેય ત્રીજા મોરચાની પાર્ટી આજ સુધી ચાલી નથી! આ ગુજરાતનું સ્પષ્ટ રાજકારણ છે. હવે દિલ્હીમાં હાર પછી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચાલશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. કારણ કે, દિલ્હીમાં આપ હાર્યું તે પ્રશ્ન નથી પરંતુ ખુદ અરવિંદ કેજરીવાલ હાર્યા છે! જેથી આપ ગુજરાત માટે ભવિષ્ય ખુબ જ ઝાંખુ દેખાઈ રહ્યું છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો