Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પુત્રોની દાદાગીરી મુદ્દે 'જય શ્રીરામ' બોલી મંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભામાં ચાલતી પકડી

Gandhinagar: મંત્રી ભીખુસિંહ પરમારે આ મામલે મીડિયાને જવાબ આપવાનું ટાળ્યું અને માત્ર જય શ્રીરામ બોલીને ચાલતી પકડી લીધી હતી.
પુત્રોની દાદાગીરી મુદ્દે  જય શ્રીરામ  બોલી મંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભામાં ચાલતી પકડી
Advertisement
  1. મીડિયાને જવાબ આપવાથી બચવા પ્રવેશદ્વાર બદલ્યો
  2. મંત્રી ભીખુસિંહના પુત્રોએ જાહેરમાં કરી હતી મારામારી
  3. મારામારીની ઘટનામાં હજુ સુધી નથી નોંધાઈ ફરિયાદ

Aravalli: અરવલ્લીમાં થોડા દિવસ પહેલા રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્રને કેટલાક લોકોએ માર માર્યો હોવાની ઘટના બની હતી, જેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ પણ સામે આવી હતી. આ અદાવત રાખીને રોષે ભરાયેલા ભીખુસિંહના (Bhikhusinh Parmar) પુત્રોએ પૌત્રને માર મારનારા યુવકને મોડાસામાં શોધીને ઢોર માર માર્યો હતો. જેના વીડિયો પણ સામે આવ્યા હતાં. બીજી તરફ મંત્રી ભીખુસિંહના પૌત્રને માર માર્યાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતાં.

Advertisement

મંત્રી ભીખુસિંહ પરમારે આ મામલે મીડિયાને જવાબ આપવાનું ટાળ્યું

આ પણ વાંચો: Jamnagar: કુખ્યાત વિશાલ માડમ સહિતનાઓએ વેપારીનું અપહરણ કરી એક કરોડની ખંડણી માંગી

Advertisement

અત્યારે આ મામલે મહત્વની વિગતો સામે આવી છે. પુત્રોની દાદાગીરી મૂદ્દે મંત્રી જય શ્રીરામ બોલ્યા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, મંત્રી ભીખુસિંહ પરમારે ‘જય શ્રીરામ’ને વિધાનસભામાં ચાલતી પકડી હતી. મંત્રી ભીખુસિંહ પરમારે આ મામલે મીડિયાને જવાબ આપવાનું ટાળ્યું અને માત્ર જય શ્રીરામ બોલીને ચાલતી પકડી લીધી હતી. ચોંકાવનારી વાત એ છે કે, મંત્રી ભીખુસિંહના પુત્રોએ જાહેરમાં મારામારી કરી એક યુવકને ઢોરમાર માર્યો હતો.

આ પણ વાંચો: Rajkot: વિધર્મી 15 વર્ષની છોકરીને લઈ ફરાર, સગીરાએ મેસેજ કર્યો ‘હું મરજીથી ભાગી’

BZ કૌભાંડમાં પણ ઉછળ્યું હતું ભીખુસિંહના પુત્રનું નામ

આ મારામારીની ઘટનામાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે, બન્ને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું છે. પરંતુ તેની વિગતવાર કોઈ જાણકારી સામે આવાી નથી.મંત્રી ભીખુસિંહના પુત્રોએ મારામારી કરી તેઓનું BZ કૌભાંડમાં પણ નામ ઉછળ્યું હતું. જો કે, મારામારીના કેસમાં મંત્રીએ મીડિયાને કોઈ પણ પ્રકારનો જવાબ આપવાનું ટાળ્યું હતું. આખરે શા માટે મંત્રી મીડિયાના સવાલોથી દૂર ભાગી રહ્યાં છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

Trending News

.

×