Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફિક્સ પગારમાં નિમણૂક પામેલા શિક્ષકોને વિવિધ લાભની મંજૂરી: શિક્ષણ મંત્રી

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાધાણીએ મંગળવારે જાહેરાત કરી હતી કે ફિક્સ પગારમાં નિમણૂક પામેલા શિક્ષકોને વિવિધ પ્રકારના લાભ આપવામાં આવશે. તેમણે કહ્યું કે છેલ્લા સાત વર્ષથી ગ્રાન્ટ ઇન એડ સ્કુલના શિક્ષકોના પ્રશ્ન હતો જેમાં નાણાં મંત્રી અને નાણાં વિભાગ સાથે બેઠક યોજીને નિર્ણય કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે છેલ્લા સાત વર્ષથી ગ્રાન્ટ ઇન એડ સà«
ફિક્સ પગારમાં નિમણૂક પામેલા શિક્ષકોને વિવિધ લાભની મંજૂરી  શિક્ષણ મંત્રી
શિક્ષણ મંત્રી જીતુભાઇ વાધાણીએ મંગળવારે જાહેરાત કરી હતી કે ફિક્સ પગારમાં નિમણૂક પામેલા શિક્ષકોને વિવિધ પ્રકારના લાભ આપવામાં આવશે. તેમણે કહ્યું કે છેલ્લા સાત વર્ષથી ગ્રાન્ટ ઇન એડ સ્કુલના શિક્ષકોના પ્રશ્ન હતો જેમાં નાણાં મંત્રી અને નાણાં વિભાગ સાથે બેઠક યોજીને નિર્ણય કરવામાં આવ્યા છે. 
શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ પત્રકાર પરિષદમાં કહ્યું કે છેલ્લા સાત વર્ષથી ગ્રાન્ટ ઇન એડ સ્કુલના શિક્ષકોના પ્રશ્નો હતા અને તે બાબતે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ યુનિયનો સાથે બેઠક કરાઇ હતી અને ત્યારબાદ નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ અને નાણાં વિભાગ સાથે બેઠક યોજવામાં આવી હતી. 
તેમણે કહ્યું કે માધ્યમિક શિક્ષકો ફિકસ પગારમાં નિમણૂક પામેલા હતા અને સરકારના આ નિર્ણયથી 39 હજાર જેટલા શિક્ષકોને લાભ મળશે. તેમણે કહ્યું કે શિક્ષકોની સળંગ નોકરીના પ્રશ્નો હતા તે ઉકેલવામાં આવ્યા છે
તેમણે વધુમાં કહ્યું કે પરિણામ આધારીત ગ્રાન્ટ નીતિ રિવ્યું કરાઇ છે તથા એક વિદ્યાર્થી દીઠ દંડની રકમમાં ફેરફાર કરાયો છે. શિક્ષકો રજાના દિવસે પણ આર્થિક નબળા વિદ્યાર્થીઓને ભણાવશે તેવી ખાતરી શિક્ષકોએ આપી છે. 
શિક્ષણમંત્રીએ વધુમાં કહ્યું કે એક વર્ગની શાળા હોય ત્યાં એક શિક્ષક વધારે આપવાનો નિર્ણય કરાયો છે તથા આચાર્યોને પણ હવે એલટીસીનો લાભ મળશે. તેમણે નોન ટિચીંગ સ્ટાફની બઢતી કરવાનો અને નવા સ્ટાફની ભરતી કરવાનો પણ નિર્ણય કરાયો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત એચમેટ આચાર્યોની પરીક્ષા અને ભરતી પ્રક્રીયા બે માસમાં કરાશે તેમ જણાવી શિક્ષણ મંત્રીએ સાતમા પગાર પંચના બાકી હપ્તાની ચૂકવણી પણ વહેલી તકે કરાશે તેમ જણાવ્યું હતું. 
Advertisement
Tags :
Advertisement

.