ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Vikram Thakor : 'મને ન બોલાવ્યો એનું દુ:ખ નથી પણ બે સમાજનાં કલાકાર કેમ નહીં ?'

થોડા દિવસ પહેલા રાજ્યનાં જાણીતા લોક કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નીહાળવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
12:11 AM Mar 14, 2025 IST | Vipul Sen
featuredImage featuredImage
Vikram Thakor_Gujarat_first 1
  1. વિધાનસભામાં આમંત્રણ ન મળવા અંગે અભિનેતા વિક્રમ ઠાકોર (Vikram Thakor) નારાજ
  2. ઠાકોર-ક્ષત્રિય સમાજનાં કલાકારો ન જોયા તેનું દુ:ખ : વિક્રમ ઠાકોર
  3. અલગ-અલગ લોક કલાકારોને વિધાનસભામાં કરાયા હતા આમંત્રિત
  4. "મને ન બોલાવ્યો એનું દુ:ખ નથી પણ બે સમાજનાં કલાકાર કેમ નહીં?"

થોડા દિવસ પહેલા ગુજરાત વિધાનસભામાં કીર્તિદાન ગઢવી (Kirtidan Gadhvi), ગીતા રબારી, ભીખુદાન ગઢવી, માયાભાઈ આહીર (Mayabhai Ahir) સહિતનાં ગુજરાતનાં જાણીતા કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને કલાકારોએ ગૃહની કામગીરી નીહાળી હતી. જો કે, હવે આ મામલે અભિનેતા વિક્રમ ઠાકોરે (Vikram Thakor) નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 'મને ન બોલાવ્યો એનું દુ:ખ નથી પણ ઠાકોર-ક્ષત્રિય સમાજનાં કલાકારો ન જોયા તેનું દુ:ખ છે.'

આ પણ વાંચો - Staff Nurse ની વિવાદિત આન્સર કીનો વિવાદ ઠર્યો નથી ત્યાં ફાઈનલ આન્સર કી જાહેર!

ગુજરાતનાં જાણીતા કલાકારોને વિધાનસભામાં આમંત્રિત કરાયા હતા

જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા રાજ્યનાં અલગ-અલગ જાણીતા લોક કલાકારોને વિધાનસભામાં (Gujarat Legislative Assembly) ગૃહની કાર્યવાહી નીહાળવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. હવે ગુજરાતી ફિલ્મોનાં જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોરે (Vikram Thakor) વિધાનસભામાં આમંત્રણ ન મળવા અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, મને ન બોલાવ્યો એનું દુ:ખ નથી પણ બે સમાજનાં કલાકાર કેમ નહીં ?

આ પણ વાંચો - Holi 2025 : કેન્દ્રીય જળશક્તિમંત્રી CR પાટીલે હોળી પર્વ નિમિત્તે નાગરિકોને કરી આ ખાસ અપીલ

ઠાકોર-ક્ષત્રિય સમાજનાં કલાકારો ન જોયા તેનું દુ:ખ : વિક્રમ ઠાકોર

વિક્રમ ઠાકોરે આગળ કહ્યું કે, ઠાકોર-ક્ષત્રિય સમાજનાં કલાકારો ન જોયા તેનું મને દુ:ખ છે. ઠાકોર સમાજનાં (Thakor Samaj) રાજકીય નેતાઓને પણ આ ન દેખાયું. બધા કલાકારોને બોલાવ્યા પણ ઠાકોર સમાજનાં કેમ નહીં ? નવઘણજી ઠાકોરે (Navghanji Thakor) પણ આમંત્રણ ન મળવાની વાત અપમાનજનક ગણાવી છે. જો કે, હવે આ મામલે ભારે તર્ક-વિતર્ક અને ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો - Holika Dahan 2025 : ઠેર ઠેર હોલિકા દહન, ક્યાંક નાળિયેર તો ક્યાંક ગાયનાં છાણથી તૈયાર કરાઈ વૈદિક હોળી

Tags :
Bhikhudan GadhviGandhinagarGeeta RabariGUJARAT FIRST NEWSGujarat Legislative AssemblyKirtidan GadhviMayabhai AhirNavghanji ThakorThakor-Kshatriya SamajTop Gujarati NewsVikram Thakor