Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPS Posting : ચૂંટણી પંચ ક્યારે અને કોના સપનાં કરશે સાકાર

IPS Posting : ગુજરાત પોલીસ વિભાગ (Gujarat Police) માં ચૂંટણી ટાણે મહત્વના ડઝન જેટલા સ્થાનો ખાલી હોવાનો ઇતિહાસ સર્જાયો છે. ચાર મહિનાથી સુરત રેન્જ (Surat Range) અને બે મહિના સુરત પોલીસ કમિશનર (Commissioner of Police Surat) ના મહત્વના સ્થાન ખાલી...
ips posting   ચૂંટણી પંચ ક્યારે અને કોના સપનાં કરશે સાકાર

IPS Posting : ગુજરાત પોલીસ વિભાગ (Gujarat Police) માં ચૂંટણી ટાણે મહત્વના ડઝન જેટલા સ્થાનો ખાલી હોવાનો ઇતિહાસ સર્જાયો છે. ચાર મહિનાથી સુરત રેન્જ (Surat Range) અને બે મહિના સુરત પોલીસ કમિશનર (Commissioner of Police Surat) ના મહત્વના સ્થાન ખાલી છે. અણઆવડત કહો કે, મજબૂરી ગુજરાત સરકાર (Gujarat Government) આ વખતે બઢતી-બદલીના નિર્ણયો લેવામાં નિષ્ફળ રહી છે. ખાલી સ્થાનો પર આઈપીએસ અધિકારીની નિમણૂંક (IPS Posting) કરવાનો નિર્ણય ચૂંટણી પંચ (Election Commission) ના હાથમાં છે. હવે જોવાનું રહેશે કે, આગામી દિવસોમાં ક્યારે અને કોની બદલી કરવામાં આવે છે.

Advertisement

Gujarat માં મહત્વના 13 સ્થાન ખાલી

સુરત રેન્જ આઈજી વી. ચંદ્રશેખર (V Chandrasekar IPS) નવેમ્બર-23માં પ્રતિનિયુક્તિ પર CBI માં ગયા ત્યારથી આ સ્થાન ખાલી છે. ગત જાન્યુઆરી મહિનાના અંતમાં અજય તોમર (Ajay Tomar IPS) નિવૃત્ત થયા ત્યારથી સુરત પોલીસ કમિશનરેટ ચાર્જમાં ચાલે છે. જ્યારે 11 અધિકારીઓને હોમ ડીસ્ટ્રીકટ અને 3 વર્ષથી વધુની નોકરીના કારણે ચાર્જ છોડી દેવા ચૂંટણી પંચે આદેશ આપ્યા છે. જેમાં જે. આર. મોથલીયા (J R Mothaliya IPS) પ્રેમવીર સિંઘ (Pram Vir Singh IPS) શરદ સિંઘલ (Sharad Singhal IPS) ચિરાગ કોરડીયા (Chirag Koradia IPS) ચૈતન્ય માંડલિક (Chaitanya Mandlik IPS) મનિષ સિંઘ (Manish Singh IPS) ઉષા રાડા (Usha Rada IPS) ડૉ. લવિના સિંહા (Dr. Lavina Sinha IPS) ઇમ્તીયાઝ શેખ (Imtiyaz Shaikh) રૂપલ સોલંકી (Rupal Solanki) અને ભારતી પંડ્યા (Bharti Pandya) નો સમાવેશ થાય છે.

ખેંચતાણના કારણે બઢતી-બદલીના હુકમ ના થયા

IPS Posting ના વિલંબ અને હાલમાં સર્જાયેલી સ્થિતિ માટે ત્રણેક વિવાદિત IPS અધિકારીઓ જવાબદાર હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. ક્રીમ પોસ્ટીંગ (Cream Posting) મેળવવા માટે આ સિનિયર આઈપીએસ અધિકારીઓએ સરકાર અને નેતાઓ પર ભારે દબાણ કર્યું હતું. ચર્ચા અનુસાર દુખતી રગ જાણતા આઈપીએસ અધિકારીઓના કારણે જ સરકાર નિર્ણય નથી લઈ શકી. સુરત પોલીસ કમિશનરનો મામલો દિલ્હીમાં અટવાયો છે તેવી પણ એક વાત સામે આવી છે.

Advertisement

IPS ની બઢતીઓ આવશે ?

ખાલી સ્થાનો પર આઈપીએસ અધિકારીઓની નિમણૂક (IPS Posting) ચૂંટણી પંચ ગણતરીના દિવસોમાં કરી દેશે તે વાત નક્કી છે. સંખ્યાબંધ IPS અધિકારીઓ બઢતી મેળવવાને પાત્ર થઈ ગયાં છે. SP થી લઈને Addl. DGP સુધીના હોદ્દા પર રહેલાં અધિકારીઓને પ્રમોશન આપવામાં આવે તો મોટાપાયે બદલીઓ થાય તેમ છે. સૂત્રોના જણાવ્યાનુસાર રાજ્ય સરકાર હાલ આઈપીએસ અધિકારીઓને બઢતી આપવાના મૂડમાં નથી.

ચૂંટણી પંચ કોના નામ પર મહોર મારશે ?

બઢતી-બદલીઓનો નિર્ણય રાજ્ય સરકારે નહીં લીધો હોવાથી IPS Posting માટે અધિકારીઓની નજર હવે ચૂંટણી પંચ પર ચોંટી છે. સરકાર ખાલી સ્થાનો માટે કોના-કોના નામ ચૂંટણી પંચને મોકલે છે અને Election Commission કયા નામ પર મહોર મારે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. આજકાલમાં આવનારી બદલીઓની વાતોને મહિનાઓ થઈ ગયા છે. કેટલાંક અધિકારીઓએ તો બદલી-બઢતીની હાલમાં આશા પણ છોડી દીધી છે.

Advertisement

આ પણ વાંચો - Padra : તાડી પ્રકરણમાં હત્યા બાદ પણ દારૂના ધંધા ચાલુ, SMC ની રેડ

આ પણ વાંચો- Vijapur : સી.જે. ચાવડાને ભાજપમાંથી ટિકિટ મળતા કાર્યકર્તાઓમાં નારાજગી

Tags :
Advertisement

.