ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sex Racket : સૌરાષ્ટ્રમાં યુવકનો આપઘાત, અમદાવાદના કાફે માલિક સહિત 3ની ધરપકડ

Sex Racket : સૌરાષ્ટ્રના મોરબી ખાતે પરિણીત યુવકે કરેલા આપઘાતના કેસમાં અમદાવાદમાં મોટાપાયે સેક્સ રેકેટ (Sex Racket) ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. અમદાવાદ શહેરના એક ASI અને મિઝોરમની મહિલા સહિતના ત્રણ લોકો સામે ફરિયાદ થઈ છે. અમદાવાદ શહેરમાં બ્યુટી પાર્લર...
11:39 AM Jul 22, 2024 IST | Bankim Patel
Ahmedabad's sex racket exposed in investigation of suicide case

Sex Racket : સૌરાષ્ટ્રના મોરબી ખાતે પરિણીત યુવકે કરેલા આપઘાતના કેસમાં અમદાવાદમાં મોટાપાયે સેક્સ રેકેટ (Sex Racket) ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. અમદાવાદ શહેરના એક ASI અને મિઝોરમની મહિલા સહિતના ત્રણ લોકો સામે ફરિયાદ થઈ છે. અમદાવાદ શહેરમાં બ્યુટી પાર્લર અને Spa ની આડમાં Sex Racket ચાલતું હોવાની વાતથી સૌ કોઈ વાકેફ છે. મોરબી પોલીસે (Morbi Police) મિઝોરમની મહિલા સહિત ત્રણ આરોપીની કરેલી ધરપકડમાં અમદાવાદના કાફે માલિક (Cafe Owner) સમગ્ર પ્રકરણના મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે દર્શાવેલો આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર કોણ છે. વાંચો આ અહેવાલમાં...

મૃતકે લખેલી ચીઠ્ઠીમાં કોની સામે આરોપ ?

મોરબી સિરામીક સિટી એપાર્ટમેન્ટમાં ધ્રુવ મકવાણાએ ગત 11 જુલાઈના રોજ બપોરે ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આપઘાતની ઘટના (Suicide Case) બાદ તપાસ દરમિયાન મૃતકે લખેલી એક ચીઠ્ઠી મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, સાનિયા (નામ બદલ્યું છે) એ મારી જિંદગી બરબાદ કરી નાંખી છે. કાલે મેં તેનું અમદાવાદ એરપોર્ટથી બળજબરીપૂર્વક અપહરણ કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. અમદાવાદના થલતેજ પોલીસ સ્ટેશનના લાલજી ભરવાડ નામના ASI સાથે મળી આખો દિવસ એક કેફેમાં બેસાડી રાખી રૂપિયા પડાવી લીધા છે. સાનિયાને પૈસા આપવા વિશાલ બોરીચા (રહે. કોયલી, તા. મોરબી)  પાસે 80 હજારમાં ગાડી ગીરવે મૂકવી પડી છે અને તેઓ પૈસા બાબતે અવારનવાર ધમકી આપી જાતિ પ્રત્યે હડધૂત કરે છે. મારો ફોન લાલજી ભરવાડ પાસે છે અને જબરદસ્તીથી ફોન વેચ્યો છે તેવું લખાણ મારી પાસે કરાવ્યું છે. આ બધા એકબીજા સાથે સંડોવાયેલા છે. સાનિયા મિઝોરમની છે અને સ્પામાં કામ કરતી હેની (નામ બદલ્યું છે) સાથે Sex Racket ચલાવે છે. સાનિયાએ લગ્નની લાલચ આપી મારી પાસે પૈસા પડાવ્યા છે. ચાર મહિનાથી સાનિયાએ ભાડે રાખેલા ફલેટમાં રહેતા હતા. મોરબી બી ડિવિઝન પોલીસે આ મામલે સાનિયા, લાલજી ભરવાડ અને વિશાર બોરીચા સામે ગુનો નોંધ્યો હતો અને આ કેસની તપાસ ડીવાયએસપી પી. એ. ઝાલા (DySP P A Zala) ચલાવી રહ્યાં છે.

સાનિયાના લીધે મૃતકના લગ્નજીવનમાં ભંગાણ

ટુર એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા ધ્રુવ મકવાણા વિવાહિત હતા. છેલ્લાં કેટલાંક મહિનાઓથી સાનિયાના સંપર્કમાં આવેલા ધ્રુવ મકવાણાનું લગ્નજીવન ખોરવાયું હતું. મોરબીના સિરામિક સિટી (Morbi Ceramic City) માં ભાડાના ફલેટમાં ધ્રુવ સાનિયા સાથે રહેતો હતો. આ જ કારણોસર ધ્રુવ અને તેમની પત્ની રોશનીબહેન વચ્ચે બોલાચાલી થતાં પત્ની પિયર ચાલ્યા જતાં લગ્ન જીવન સમાપ્તિના આરે આવી ગયું હતું. ધ્રુવ સાનિયા સાથે લગ્ન કરવા પાછળ પડ્યો હતો. સાનિયાની પાછળ ધ્રુવની બંને કાર વેચાઈ જતાં તે આર્થિક ભીડમાં આવી જતાં સાનિયા તેનાથી પીછો છોડાવવા માગતી હતી.

મિઝોરમથી પરત ફરતી સાનિયાને ધ્રુવે શોધી કાઢી

માતાની બિમારીનું બહાનું કાઢી મિઝોરમ ભાગી ગયેલી સાનિયા અમદાવાદમાં રહેતી સ્પાવાળી બહેનપણીનો ફોન પર સંપર્ક કરી ગત 11 જુલાઈના પરત ફરી હતી. સાનિયાના મોબાઈલ ફોનમાં ધ્રુવે કોઈ સ્પાયવેર (Spyware) નાંખ્યું હોવાથી તેની તમામ ગતિવિધિ-વાતચીતથી તે વાકેફ રહેતો હતો. અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર આવતાની સાથે જ સાનિયાને ધ્રુવ બળજબરીથી નજીકમાં આવેલા તલાવડી સર્કલ પાસેની હૉટલમાં લઈ ગયો હતો. તારા કારણે પત્ની સાથે છૂટાછેડાની ફાઈલ તૈયાર કરી નાંખી છે હવે તારે મારી સાથે આવવું પડશે તેમ કહીને ધ્રુવે જીદ્દ પકડી હતી.

21 હજારની લૂંટ ચલાવનાર ASI નો ભાંડો ફૂટ્યો

સાનિયાએ તેની બહેનપણી માટે લાવેલો સામાન આપવા જવાનું બહાનું કાઢી ધ્રુવને બોડકદેવ (Bodakdev) માં આવેલા ઈન્દિરા આવાસ યોજના ફલેટમાં લઈ ગઈ હતી. જ્યાં સાનિયાની મિત્ર સ્પા ગર્લ (Spa Girl) સાથે બોલાચાલી ઝઘડો થતાં બે શખસો સ્થળ પર આવે છે અને તે પૈકીનો એક શખસ પોતાની ઓળખ પોલીસ જમાદાર લાલજી ભરવાડ તરીકે આપે છે. ધ્રુવને ફલેટમાં ગોંધી રાખી ધમકાવ્યા બાદ સાનિયાનો મોબાઈલ ફોન તોડ્યો હોવાથી 1 લાખ આપવા પડશે તેવી ધમકી આપી. ત્યારબાદ ધ્રુવને કર્ઝ કાફે ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ગોંધી રાખી 21 હજાર રૂપિયા ઑનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. મોરબી પોલીસની તપાસમાં રૂપિયા પડાવનાર કાફે માલિકે પોલીસ જમાદાર તરીકેની ખોટી ઓળખ આપી હોવાનું સામે આવ્યું છે.

બોડકદેવની આવાસ યોજના સેક્સ રેકેટનો ગઢ ?

પોલીસ તપાસમાં સાનિયા ઉપરાંત સંદિપ પ્રજાપતિ અને સંદિપના માણસ પ્રદિપની ધરપકડ કરવામાં આવી છે. બળજબરીથી ટ્રાન્સફર કરાવાયેલા 21 હજાર પૈકી 15 હજાર રૂપિયા પ્રદિપને અને 6 હજાર સંદિપ વતી પૂણેના એક શખસને હવાલા પેટે રકમ ટ્રાન્સફર કરાઈ હતી. ધ્રુવનું અપહરણ કરી કાફેમાં ગોંધી રાખવાના CCTV ફૂટેજ પોલીસે મેળવ્યા છે. જ્યારે મૃત્તકનો મોબાઈલ ફોન હજુ સુધી મળી શક્યો નથી. તપાસમાં પોલીસ તરીકે ઓળખ આપનારો સંદિપ પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે. સંદિપ બોડકદેવના ઈન્દિરા આવાસ યોજના (Indira Awas Yojana) માં અલગ અલગ માણસો થકી ત્રણ બ્લૉકમાં ભાડાના ફલેટમાં પરપ્રાંતીય યુવતીઓને રાખી રહ્યો છે. ફલેટમાં રહેતી યુવતીઓને સંદિપ પ્રજાપતિના ફોન પર સૂચના આપી જુદાજુદા ગ્રાહકો પાસે મોકલી સર્વિસ આપતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. અત્રે નોંધનીય છે કે, ભાડે રખાયેલા ફલેટમાં રહેતી યુવતીઓ પૈકી કોઈપણ સ્પામાં કામ કરતી નથી.

આ પણ વાંચો: Montu Namdar : ભાજપ કાર્યકરના ફરાર હત્યારાને કોણે કરી આર્થિક મદદ ?

આ પણ વાંચો: BJP ના નેતા-કાર્યકરો સામે ગુજરાત પોલીસ ફરિયાદ લેતા કેમ ડરે છે ?

આ પણ વાંચો: GST Scam : બુકીઓ, આંગડીયા પેઢીઓ અને હવાલા ઓપરેટરોના "અચ્છે દિન" ખતમ ?

Tags :
Ahmedabad AirportBankim PatelBodakdevCafe OwnerCCTVDySP P A ZalaGujarat FirstIndira Awas YojanaMorbi Ceramic CityMorbi Policesex racketSpa GirlSpywareSuicide Case
Next Article