Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CID Crime : પોપ્યુલર ભૂમાફિયા રમણ પટેલ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ પાસે રહેશે ?

ભૂમાફિયા રમણ પટેલ સામે વધુ એક ફરિયાદ રમણ પટેલ સામેની તપાસ સીઆઈડી ક્રાઈમમાં રમણ અને દશરથ પટેલ કુખ્યાત ભૂમાફિયા બંધુ CID Crime : ગુજરાત રાજ્યના કુખ્યાત ભૂમાફિયાઓની યાદીમાં અગ્ર સ્થાને આવતા પોપ્યુલર બિલ્ડર સામે વધુ એક ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં...
cid crime   પોપ્યુલર ભૂમાફિયા રમણ પટેલ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ પાસે રહેશે
  1. ભૂમાફિયા રમણ પટેલ સામે વધુ એક ફરિયાદ
  2. રમણ પટેલ સામેની તપાસ સીઆઈડી ક્રાઈમમાં
  3. રમણ અને દશરથ પટેલ કુખ્યાત ભૂમાફિયા બંધુ

CID Crime : ગુજરાત રાજ્યના કુખ્યાત ભૂમાફિયાઓની યાદીમાં અગ્ર સ્થાને આવતા પોપ્યુલર બિલ્ડર સામે વધુ એક ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં નોંધાઈ છે. પશ્ચિમ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં અબજો રૂપિયાની જમીન ઘસી નાંખવાના કેસમાં રમણ પટેલ (Raman Patel) અને દશરથ પટેલ (Dashrath Patel) ની જોડી કુખ્યાત સાબિત થઈ છે. અમદાવાદ શહેર (Ahmedabad City) ના મકરબા ખાતે આવેલી કરોડોની કિંમતની જમીન હડપ કરવાના મામલે સીઆઈડી ક્રાઈમ અમદાવાદ ઝોનમાં રમણ પટેલ અને ટોળકી સામે ગત ગુરૂવારે ફરિયાદ નોંધાઈ હતી. પોપ્યુલર બિલ્ડર્સ (Popular Builders) ના રમણ પટેલ સામે નોંધાયેલા ગુનાની તપાસ CID Crime પાસે રહેશે કે નહીં તે આગામી સમય બતાવશે. કરોડોની જમીન હડપ કરવાનો કેસ કેમ અમદાવાદ પોલીસ પાસે કેમ જઈ શકે છે. વાંચો આ અહેવાલમાં...

Advertisement

આ પણ વાંચો: PCC માટે 40 લાખની લાંચ માગી 5 લાખ લેનારો આસિ. સબ ઈન્સ્પેક્ટર ઝડપાયો

રમણ પટેલ એન્ડ કંપની સામે CID Crime માં ફરિયાદ

વર્ષ 1980માં મૃત્યુ પામેલી મહિલાના 1992માં બનાવટી દસ્તાવેજો બનાવી અમદાવાદના મકરબામાં કરોડોની જમીન હડપ કરવાના મામલાની તપાસ CID Crime કરી રહી હતી. સીઆઈડી ક્રાઈમના આર્થિક ગુના નિવારણ શાખા (Anti Economic Wing CID Crime) ના તપાસ અધિકારીને જમીન વિવાદના મામલામાં કેટલાંક ઠોસ પૂરાવા હાથ લાગ્યા હતા. જેના આધારે ખેડા જિલ્લા (Kheda District) નાની કલોલી ગામના કનુભાઇ ઠાકોરે બિલ્ડર રમણ પટેલ એન્ડ કંપની સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવટી દસ્તાવેજો ઉભા કરીને કરોડોની જમીન હડપ કરવાના મામલામાં રમણ ભોળીદાસ પટેલ, મણીકાંત શાહ, ગૌત્તમ ત્રિકમલાલ, હિતેશ રમણલાલ, રામુ ભુલાભાઈ ભરવાડ, બેચર ભલાજી ઠાકોર, ચંદુ ઠાકોર અને અંબિકા દર્શન કૉ.ઑ.હા. સોસાયટીના હોદ્દેદારો સામે CID Crime Ahmedabad Zone માં ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

કુખ્યાત ભૂમાફિયા બંધુ એટલે રમણ અને દશરથ

ગુજરાત રાજ્યમાં અનેક ભૂમાફિયાઓ છે. બોગસ દસ્તાવેજોના આધારે અબજો રૂપિયાની જમીન હડપ કરનારા રમણ અને દશરથ પટેલની જોડી અગ્ર હરોળના ભૂમાફિયાઓમાં અતિ કુખ્યાત સાબિત થઈ છે. અમદાવાદ શહેર-જિલ્લા તેમજ આસપાસની અનેક મોકાની જમીનો હડપ કરીને અબજોપતિ બનેલા રમણ પટેલ અને દશરથ પટેલ સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. જમીન હડપ કરવાના સંખ્યાબંધ કેસોમાં દશરથ પટેલ બેએક વર્ષ જેટલો જેલવાસ ભોગવી ચૂક્યા છે. જ્યારે કુખ્યાત રમણ પટેલ ચારેક વર્ષથી જેલવાસ ભોગવી રહ્યાં છે. અત્રે નોંધનીય છે કે, 4 વર્ષ અગાઉ પુત્રવધુ ફિઝુ પટેલે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન (Vastrapur Police Station) માં નોંધાવેલી ફરિયાદ બાદ બિલ્ડર રમણ પટેલ અને દશરથ પટેલ સામે ફરિયાદોનો સિલસિલો શરૂ થયો છે.

Advertisement

આ પણ વાંચો: Viju Sindhi : ગુજરાતનો નંબર 1 કરોડપતિ બુટલેગર વિજુ સિંધી ED ના રડારમાં

CID Crime પાસેથી તપાસ કેમ જશે ?

અતિ ચર્ચાસ્પદ કથિત સોહરાબુદ્દીન ઍન્કાઉન્ટર કેસ (Sohrabuddin Encounter Case) માં ભાજપના મંત્રી સહિત અનેક IPS અધિકારીને CBI એ આરોપી બનાવ્યા હતા. સીબીઆઈની તપાસમાં મુખ્ય પાંચ આરોપીઓ પૈકીના એક આઈપીએસ એસ. પાંડિઆ રાજકુમાર (S Pandia Rajkumar) પણ હતા. રમણ પટેલ સામે થયેલી ફરિયાદની તપાસ હાલ સીઆઈડી ક્રાઈમમાં છે. એસ. પાંડિઆ રાજકુમાર હાલ સીઆઈડી ક્રાઈમના વડા છે અને આજ કારણોસર આરોપી રમણ પટેલ તેમની સામેનો કેસ અન્ય એજન્સીને સોંપવા સત્તાધીશોને અથવા અદાલતને રજૂઆત કરશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. અત્રે નોંધનીય છે કે, 4 વર્ષ અગાઉ રમણ પટેલ અને દશરથ પટેલ સોહરાબુદ્દીન ઍન્કાઉન્ટર કેસમાં મહત્વના સાક્ષી તરીકે ભૂમિકા નિભાવી હતી.

આ પણ વાંચો: ACB એ બીજી વખત કયા લાંચીયા પોલીસવાળાને પકડ્યો, જાણો કોણ છે

Tags :
Advertisement

.