Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખાખીની તોડબાજી બાદ ખાદીધારીની એન્ટ્રીથી કેસમાં આવ્યો વળાંક

ખાખીધારીઓએ કરેલો કરોડો રૂપિયાના તોડ (Police Extortion) નો મામલો ભાજપના નેતાની સંડોવણીના કારણે કચ્છ થી કમલમ્ (Kamalam) ગાંધીનગર સુધી પહોંચ્યો છે. કચ્છ જિલ્લા તંત્રમાં ગોઠવણીયા તરીકેની છાપ ધરાવતા ખાદીધારીએ રૂપિયા કઢાવવાની સોપારી લીધી અને સમગ્ર મામલામાં આવ્યો વળાંક. 3.75 કરોડ...
02:46 PM Oct 28, 2023 IST | Bankim Patel

ખાખીધારીઓએ કરેલો કરોડો રૂપિયાના તોડ (Police Extortion) નો મામલો ભાજપના નેતાની સંડોવણીના કારણે કચ્છ થી કમલમ્ (Kamalam) ગાંધીનગર સુધી પહોંચ્યો છે. કચ્છ જિલ્લા તંત્રમાં ગોઠવણીયા તરીકેની છાપ ધરાવતા ખાદીધારીએ રૂપિયા કઢાવવાની સોપારી લીધી અને સમગ્ર મામલામાં આવ્યો વળાંક. 3.75 કરોડ રૂપિયાના તોડ કેસ (Police Extortion) માં ખાદીધારી (Politician) ની એન્ટ્રી થતાં ખાખીધારીઓ ભેરવાઈ ગયા છે.

ભાજપના ધવલ આચાર્યની ભૂમિકા

એક ચર્ચા અનુસાર કચ્છમાં થતા કાળાધોળા કામ ખાદીધારીના ઈશારે થાય છે. કચ્છ ભાજપના મહામંત્રી (Kutch BJP General Secretary) ધવલ આચાર્ય (Dhaval Acharya) નું નામ ગાંધીનગર કમલમ્ ખાતે ખાનગી ચર્ચાઓમાં ખૂબ રહ્યું છે. તોડકાંડના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી પંકિલ મોહતા (Pankil Mohatta) ના પિતા સુનિલભાઈની થોડાક દિવસો પહેલાં એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ (Viral Audio Clip) થઈ હતી. જેમાં ધવલ આચાર્યના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. તોડકાંડ કેસમાં સીધી રીતે સંકળાયેલા પંકજ ઠક્કર (Pankaj Thakkar) અને ધવલ આચાર્ય મિત્રો હોવાની વાત છે. પોલીસે કરેલા તોડની રકમ પાછી મેળવવામાં ધવલ આચાર્યએ સક્રિય ભૂમિકા ભજવી હોવાની પણ એક ચર્ચા છે. ફરિયાદમાં દર્શાવેલી હકિકત અનુસાર ધવલ આચાર્યના પિતરાઈ અને નીમા આચાર્ય (Nima Acharya) ના પુત્રની માલિકીની ગાંધીધામ ખાતે આવેલી હોટલ રેડિસન (Hotel Radisson Gandhidham) માં પંકિલ સાથે પંકજ ઠક્કર, ફરિયાદી અનિલ પંડિત (Anil Pandit) અને જીજ્ઞેશ પ્રજાપતિ (Jignesh Prajapati) એ તોડકાંડના વિવાદને લઈને મીટિંગ કરી હતી.

તોડની રકમ મેળવવા પંકિલને માર માર્યો

માર્ચ-2023માં થયેલા કરોડોના તોડકાંડ મામલે પંકજ ઠક્કર ધવલ આચાર્ય પાસે મદદનો હાથ લંબાવે છે. કચ્છના સરકારી તંત્રને ખિસ્સામાં લઈને ફરતા ધવલ આચાર્ય આ મામલાને પતાવવા પોલીસ અધિકારીઓનો સંપર્ક કરી પંકિલ મોહતા પાસેથી વસૂલી કરવા આદેશ આપે છે. ખાદીધારી આકાનો સંદેશો મળતાની સાથે જ ગત જૂન મહિનાના અંતમાં ગાંધીધામ એલસીબી (Gandhidham LCB) PI એમ. એમ. જાડેજા (M M Jadeja) ટીમ સાથે બે ખાનગી કારમાં આવે છે અને પંકિલ મોહતાને ઘરેથી ગેરકાયદેસર રીતે ઉપાડી જાય છે. પંકિલને લગભગ 27 કલાક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (Cyber Crime Police Station) માં ગોંધી રાખી, માર મારી કરોડો રૂપિયાની વસૂલાત કરવામાં આવી હોવાનો આરોપ છે. આ સમગ્ર ઘટનાની એક ઓડિયો ક્લિપ વાયરલ થાય છે અને તેમાં ધવલ આચાર્ય અને પોલીસની કાર્યરિતીની પોલ ઉઘાડી પાડવામાં આવે છે. પંકિલને ગોંધી રાખવામાં આવ્યો હોવાનું સાયબર સેલ (Cyber Cell) પીએસઆઈ ઝાલાએ (PSI Zala) સુનિલ મોહતા (Sunil Mohatta) સાથેની વાતચીતમાં કબૂલ્યું હોવાનો પણ ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ છે.

ટ્રકમાં 'ખસખસ' હતી ?

પંકિલ મોહતાને માર મારવામાં આવતા દુબઈ (Dubai) સ્થિત તેના પિતા સુનિલ મોહતા પંકજ ઠક્કરના પિતા કરશનભાઈ સાથે ફોન પર વાતચીત કરી પોતાની વ્યથા ઠાલવે છે. પંકજના પિતા અને પંકિલના પિતા સાથે થયેલી વાતચીતની વાયરલ ઓડિયો ક્લિપમાં અનેક ઘટસ્ફોટ થાય છે. પોલીસે પકડેલી ટ્રકમાં સોપારી નહીં પરંતુ "ખસખસ" (Poppy seeds) હતી. ભારતમાં ખસખસ જો ફૂલની અંદર હોય તો તે ડોડા પ્રતિબંધિત છે અને તે NDPS (Narcotic Drugs and Psychotropic Substances) હેઠળ આવે છે. ઓડિયોમાં લગાવાયેલા આરોપ અનુસાર ફરિયાદી અનિલ પંડિત પંકજ ઠક્કર માટે માલની પલટી મારવાનું કામ કરે છે. પંકજ મુંદ્રા અદાણી પોર્ટ (Mundra Adani Port) ખાતેથી 20 કન્ટેનર ખસખસના કાઢી ચૂક્યો હોવાનો આરોપ લાગે છે અને દુબઈ સ્થિત મનિષકુમાર જૈન (Manishkumar Jain) સાથે મળીને સોપારી-કાળા મરીનો પણ ધંધો કરે છે. પકડાયેલી ટ્રકોમાં એવું તો શું હતું કે, અનિલ પંડિત પોલીસને 3.75 કરોડ રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે તે વિચારમાં મુકી દે તેવી વાત છે.

1 કરોડની સોપારી તો 3.75 કરોડ કેમ આપ્યા ?

અનિલ પંડિતે પોલીસ સમક્ષ રજૂ કરેલા બિલ અનુસાર 1 કરોડ 54 હજાર રૂપિયા કિંમતની 27,160 કિલો સોપારી કન્ટેનર-ટ્રકમાં ભરેલી હતી. અત્રે નોંધનીય છે કે, ફરિયાદ અનુસાર સોપારીની ગાડી રોકી હોવાની જાણ ફરિયાદી અનિલ પંડિતને 13 એપ્રિલની સાંજે સાડા સાતેક વાગે થઈ અને મોહિત એન્ટરપ્રાઈઝ (Mohit Enterprise) દ્ધારા રાત્રિના 9 વાગે રૂપિયા 1,00,54,044નું બીલ (Online e-Way Bill Invoice) બનાવવામાં આવે છે. માલ ખરીદનાર દિલ્હીની સાગર ગ્લાસ ટ્રેડર્સ નામની કંપની છે. ગ્લાસ કંપનીના નામે રાતે બનેલું બિલ અને પોલીસે સાંજે પકડેલું સોપારી ભરેલું કન્ટેનર આ બંને વાત વિરોધાભાસી પૂરવાર થાય છે.

વાંચો આવતીકાલે ભાગ 4 : ફરિયાદી અનિલ પંડિતને પોલીસે કેમ આરોપી બનાવ્યા ?

આ પણ વાંચો---ACBને કેમ પોણા ચાર કરોડના તોડકાંડની તપાસ નથી સોંપાતી ?

Tags :
Anil PanditBharat GadhaviBorder Range IGCyber Crime Police Station Border RangeDhaval AcharyaDhaval Acharya BJPGandhidham LCBGovernment Of GujaratGujarat FirstGujarat SamacharHotel Radisson GandhidhamJ R Mothaliya IPSJashwant Mothaliya IPSJignesh PrajapatiKiritsinh ZalaKutch BJP General SecretaryKutch EastKutch WestM M JadejaMiddleman Dhaval AcharyaMundra Adani PortMundra GandhidhamMundra Police StationNarcotic Drugs and Psychotropic SubstancesNDPS ActNima AcharyaOnline e-Way Bill InvoicePankaj ThakkarPankil MohattaPolice ExtortionPoliticianPrevention of Corruption ActPSI ZalaRajendrasinh ZalaRanvirsinh ZalaSopari TodkandSopari Todkand FIRSunil Mohatta
Next Article