Amreli LCB : કાયદો ભૂલીને મહિલા-યુવતીઓની રાતે ધરપકડ કરવાનો પોલીસને પરવાનો અપાયો ?
Amreli LCB : વિધાનસભાના નાયબ મુખ્ય દંડક એવા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા (Kaushik Vekariya MLA) વિરૂદ્ધ લખાયેલા એક પત્ર બાદ અમરેલી જિલ્લા (Amreli District) માં રાજકીય ભૂકંપ આવ્યો હતો. કૌશિક વેકરિયા અમરેલી પોલીસ (Amreli Police) પાસેથી દારૂ અને રેતીના ગેરકાયદે ધંધામાં મહિને 40 લાખનો હપ્તો લેતા હોવાનો આક્ષેપ લેટરમાં હતો. નેતાજીની બદનામી કરતા લેટરની તપાસમાં અમરેલી પોલીસે ગુનો નોંધી યુદ્ધના ધોરણે આરોપીઓની ધરપકડ કરી. ખુશામતના અતિરેકમાં અમરેલી લોકલ ક્રાઈમ બ્રાંચ (Amreli LCB) કાયદાની સાથે ભાન ભૂલી અને યુવતી પાયલ ગોટી (Payal Goti) ની ધરપકડ કરી અક્ષમ્ય ભૂલ કરી નાંખી. ખુશામતખોરીમાં અવલ્લ નંબર મેળવે તેવા અમરેલીના પોલીસ અધિકારીઓને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે (Vikas Sahay) સજા આપી કે માફી આપી તે રાજ્ય પોલીસ બેડામાં ચર્ચાનો મોટો વિષય બની ગયો છે. સાથે સાથે નિર્લિપ્ત રાયે (Nirlipt Rai) વિલંબથી સોંપેલા રિપોર્ટને લઈને પણ અનેક અટકળો શરૂ થઈ છે. સમગ્ર મામલો કેમ ચર્ચાનો વિષય બન્યો છે અને શું થઈ રહી છે અટકળો તે જાણવા વાંચો આ અહેવાલ...
લેટરકકાંડ, ધરપકડ અને પછી સરઘસકાંડ
Amreli MLA કૌશિક વેકરિયા સામે આરોપો લગાવતી પત્રિકા વર્ષ 2024ના અંતિમ મહિનામાં ફરતી થઈ હતી. અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના લેટરપેડ પર કરવામાં આવેલા આક્ષેપોના કારણે સ્થાનિક નેતાઓ વચ્ચે ચાલતી લડાઈ સપાટી પર આવી ગઈ. દરમિયાનમાં અમરેલી સિટી પોલીસ સ્ટેશન (Amreli City Police Station) માં કિશોર કાનપરિયાએ પોતાના લેટરપેડનો દુરઉપયોગ કરી ખોટી સહી કરી કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું કૃત્ય કર્યું હોવાની ફરિયાદ ગત 28 ડિસેમ્બરની વહેલી પરોઢે નોંધવામાં આવે છે. 28 ડિસેમ્બરના રોજ મનિષ વઘાસિયા, અશોક માંગરોળીયા, જીતેન્દ્ર ખાત્રા અને પાયલ ગોટીની પોલીસ ચોપડે ધરપકડ બતાવવામાં આવે છે. ધરપકડ બાદ પાયલ ગોટીનું 'રિકન્સ્ટ્રક્શન'ના નામે સરઘસ કાઢવામાં આવે છે. 29 ડિસેમ્બરના રોજ પાયલ ગોટી સહિતના ચારેય આરોપીઓને અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (Cyber Crime Police Station Amreli) ના પીઆઈ એ. એમ. પરમાર (A M Parmar PI) અદાલત સમક્ષ રજૂ કરે છે. પાયલ ગોટીના સરઘસનો વીડિયો વાયરલ થયા બાદ તેણીની અડધી રાતે Amreli LCB એ નેતાના ઈશારે ધરપકડ કરી હોવાના આરોપ લાગે છે.
કેન્દ્ર સ્થાને કૌશિક વેકરિયા અને Amreli LCB
ગેરકાયદે ધંધા ચલાવવા પેટે Amreli Police પાસેથી કૌશિક વેકરિયા 40 લાખનો માસિક હપ્તો લે છે તેમજ અન્ય ગંભીર આરોપવાળો લેટર બજારમાં ફરતો થતાં અમરેલી પોલીસ હરકતમાં આવી જાય છે. Amreli LCB આ મામલે તપાસ શરૂ કરે છે અને શકમંદ શખ્સોને તપાસ માટે લઈ આવે છે. દરમિયાનમાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગત 28 ડિસેમ્બરના રોજ નોંધાયેલી ફરિયાદની તપાસ જિલ્લા પોલીસ વડા સંજય ખરાત (Sanjay Kharat SP) સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને સોંપે છે. ફરિયાદ નોંધાય તે અગાઉ જ અમરેલી એલસીબી પીઆઈ એ. એમ. પટેલ (A M Patel PI) અને મહિલા પીએસઆઈ કુસુમ પરમાર (Kusum Parmar PSI) હરકતમાં આવી જાય છે. ડિસેમ્બર 27-28 તારીખની રાતે જ Amreli LCB પાયલ ગોટીને તેમના ઘરેથી ઉઠાવી લાવે છે. અત્રે નોંધનીય છે કે, પીઆઈ એ. એમ. પટેલ અને પીએસઆઈ કુસુમ પરમાર અનુક્રમે પોણા ત્રણેક અને એકાદ વર્ષથી Amreli LCB માં ફરજ બજાવતા હતા.
આ પણ વાંચો-તપાસમાં આરોપીઓને ફાયદો કરાવતી Gujarat Police ની સરકારી વકીલોએ પોલ ખોલી
નિર્લિપ્ત રાય રિપોર્ટ મામલે બોલવા તૈયાર નથી
અડધી રાતે પાયલ ગોટીની ગેરકાયદેસર અટકાયત અને સરઘસ કાઢવાના પ્રકરણમાં કૉંગ્રેસી નેતા જેનીબહેન ઠુમ્મર (Jennyben Thummar) અને (Paresh Dhanani) એ ભારે વિરોધ નોંધાવ્યો હતો. અમરેલી પોલીસની કરતૂતો મીડિયામાં ચમકવા લાગતા Gujarat HoPF વિકાસ સહાયે આ મામલાની તપાસ દોઢેક મહિના અગાઉ SMC DIG નિર્લિપ્ત રાયને સોંપી હતી. એકાદ સપ્તાહ બાદ અમરેલીમાં બે દિવસના ધામા નાંખી રજેરજની માહિતી Nirlipt Rai અને તેમની ટીમે મેળવી હતી. અમરેલી પોલીસે સર્જેલા ધરપકડ-સરઘસકાંડની તપાસનો રિપોર્ટ Nirlipt Rai એ આરામથી ડીજીપી વિકાસ સહાયને સોંપ્યો હતો. ધરપકડ-સરઘસ પ્રકરણમાં કયા અધિકારીની શું ભૂમિકા હતી ? તે મામલે Gujarat First એ નિર્લિપ્ત રાયને પૂછતા તેમણે આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે.
પત્રકારોએ સવાલ કરતા DGP એ ત્રણની બદલી કરી
નિર્લિપ્ત રાયે DGP Gujarat ને ક્યારે રિપોર્ટ આપ્યો તે જાણકારી મળી શકી નથી. વિધાનસભામાં અમરેલી લેટરકાંડનો મામલો ગૂંજ્યા બાદ 22 ફેબ્રુઆરીના રોજ ભાવનગર ખાતે ક્રાઈમ કૉન્ફરન્સ બાદ Vikas Sahay ને પત્રકારોએ રિપોર્ટ મામલે સવાલો કર્યા હતા. જવાબમાં વિકાસ સહાયે રિપોર્ટ મળ્યા બાદ કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું. 26 ફેબ્રુઆરીના રોજ HoPF Gujarat વિકાસ સહાયે અમરેલી એલસીબીના PI Alpesh M Patel ની ભુજ, PSI Kusum Parmar ની વડોદરા ગ્રામ્ય અને સાયબર ક્રાઈમના PI A M Parmar ની વડોદરા શહેર ખાતે બદલી કરી હતી. આ મામલે Gujarat First એ વિકાસ સહાયને પૂછતા તેમણે રિપોર્ટમાં દોષિત જણાયેલા ત્રણેય અધિકારીની બદલી કરવાની સાથે તેમની સામે ખાતાકીય તપાસ (Departmental Proceedings) ના આદેશ આપ્યા હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો- પરિવારનો એકમાત્ર કમાનાર સભ્ય, તેને બચાવો…સુરંગમાં ફસાયેલા મજૂરના પરિવારના સભ્યોની વેદના
કાયદાનું સરેઆમ ઉલ્લંઘન, કાર્યવાહીના નામે દેખાડો
નિર્લિપ્ત રાયને પાયલ ગોટી મામલા (Payal Goti Case) ની તપાસ સોંપાઈ તે અરસામાં જ Amreli SP સંજય ખરાતે એલસીબીના ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. Gujarat Police બેડામાં ચાલી રહેલી ચર્ચામાં હાલ વિકાસ સહાય અને નિર્લિપ્ત રાય મોખરે છે. અમરેલી પોલીસે સર્જેલા કાંડમાં જવાબદારોને છાવરવામાં આવી રહ્યાં હોવાના આરોપ લાગી રહ્યાં છે. ત્રણ નાના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. જ્યારે બે પીઆઈ અને એક પીએસઆઈને સસ્પેન્ડ કરવા તેમજ શિક્ષાત્મક સ્થળે (બ્રાંચમાં) બદલી કરવાના સ્થાને જિલ્લા અને શહેરમાં નિમણૂંક આપવામાં આવી છે. કોના ઈશારે Nirlipt Rai એ સીધા અને સરળ કેસમાં રિપોર્ટ સોંપવામાં વિલંબ કર્યો અને Vikas Sahay એ જવાબદાર અધિકારીઓને સજા આપી કે માફી આપી તે ચર્ચાનો મોટો વિષય બન્યો છે.