Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mahudi Tirth : દેરાસરમાંથી મુગટ ચોરી છતાં FIR નહીં, પાલીતાણા ધર્મશાળામાં ઉચાપત ?

Mahudi Tirth : કરોડોના કૌભાંડના ચાલી રહેલા વિવાદની વચ્ચે મહુડી તીર્થના વહીવટકર્તાઓ ફરી નવા વિવાદમાં આવ્યા છે. Mahudi Tirth સંચાલિત ગાંધીનગરના જૈન દેરાસરમાંથી મહાવીર સ્વામીના મુગટની ચોરી (Theft in Derasar) તેમજ પાલીતાણા સ્થિત દેરાસર-ધર્મશાળામાં થયેલી કથિત ઉચાપત ચર્ચાના ચગડોળે ચઢી...
11:18 AM Aug 29, 2024 IST | Bankim Patel
Management of Mahudi Tirth is silent on theft and embezzlement

Mahudi Tirth : કરોડોના કૌભાંડના ચાલી રહેલા વિવાદની વચ્ચે મહુડી તીર્થના વહીવટકર્તાઓ ફરી નવા વિવાદમાં આવ્યા છે. Mahudi Tirth સંચાલિત ગાંધીનગરના જૈન દેરાસરમાંથી મહાવીર સ્વામીના મુગટની ચોરી (Theft in Derasar) તેમજ પાલીતાણા સ્થિત દેરાસર-ધર્મશાળામાં થયેલી કથિત ઉચાપત ચર્ચાના ચગડોળે ચઢી છે. મુગટ ચોરી તેમજ લાખો રૂપિયાની ઉચાપતના મામલામાં પોલીસ ફરિયાદ નહીં કરાતા જૈન સમાજ (Jain Society) માં અનેક તર્ક-વિર્તક શરૂ થયા છે. શું છે ચોરી અને કથિત ઉચાપતનો મામલો. વાંચો આ અહેવાલમાં...

ટ્ર્સ્ટીઓને ચોરીની ફરિયાદ આપવી નથી

ગાંધીનગર (Gandhinagar) માં આવેલા સેકટર-2 ખાતેના મહુડી તીર્થ સંચાલિત જૈન દેરાસરમાંથી ગત 13 ઑગસ્ટના સોમવારે મહાવીર સ્વામી (Mahavir Swami) ની મૂર્તિ પર રહેલા રત્ન જડિત મુગટની ચોરી થઈ હતી. ચોરીના આ મામલાની જાણ સેકટર-7 પોલીસ (Sector 7 Police) ને ટેલિફોનિક સંદેશાથી થતાં તપાસ આરંભવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સીસીટીવી કેમેરા વિનાના દેરાસરના ચોકીદાર શંકરસિંહે દર્શન કરવા આવેલા જૈન સમાજના એક સ્થાનિક વ્યક્તિ સામે શંકા વ્યક્ત કરી હતી. ચોકીદારે પોલીસને જણાવ્યું હતું કે, દર્શનાર્થી પોતાની ધોતીમાં કંઈક છુપાવીને ગયા હોવાની મને આશંકા છે. ચોરીની ફરિયાદ/અરજી વિના પોલીસે હાથ ધરેલી તપાસમાં પોલીસ ડૉગે (Police Dog) શંકાસ્પદ વ્યક્તિ સામે આંશિક ઈશારો પણ કર્યો હતો. આ મામલે પોલીસ ઈન્સ્પેક્ટર બી. બી. ગોયલે (B B Goyal PI) Gujarat First સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહુડી તીર્થ (Mahudi Tirth) ના ટ્રસ્ટી રાજેશ રસિકભાઇ શાહે હાલ કંઈ કરવું નથી અને ટ્ર્સ્ટમાંથી નક્કી થયા બાદ ફરિયાદ આપીશું તેમ જણાવ્યું છે. ગાંધીનગર પોલીસ (Gandhinagar Police) પાસે સત્તાવાર ફરિયાદ કે અરજી નહીં હોવાથી હાલ આ તપાસ અટકી પડી છે.

પાલીતાણામાં લાખોની કથિત ઉચાપત, ફરિયાદ નહીં

ભાવનગર જિલ્લા (Bhavnagar District) ના પાલીતાણા ખાતે મહુડી તીર્થ સંચાલિત દેરાસર અને ધર્મશાળા આવેલી છે. દેરાસર અને ધર્મશાળાના સંચાલન માટે રખાયેલા મેનેજરે ભગવાનના સુપનના દોરા અને લાખોની ઉચાપત કરી હોવાની વાતો સામે આવી છે. Mahudi Tirth ના વહીવટકર્તાઓ ગત 16 ઑગસ્ટના રોજ પાલીતાણા તીર્થ (Palitana Tirth) ખાતે દોડી જતા કથિત ઉચાપતના મામલાની ચર્ચાને વેગ મળ્યો છે. પાલીતાણા દેરાસર (Palitana Jain Temple) અને ધર્મશાળાની આવકની રોકડ અને દાગીનાની કથિત ઉચાપત (Embezzlement) ના મામલે વહીવટકર્તાઓએ બેએક દિવસ તપાસ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. વાસ્તવમાં ઉચાપત થઈ છે કે કેમ ? તે અંગે વહીવટકર્તાઓએ કોઈ ફોડ પાડ્યો નથી. આ મામલે હજી સુધી કોઈ પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી નથી.

ફરિયાદ નહીં કરનારા વહીવટકર્તાઓ વિવાદમાં

ગાંધીનગર ખાતેના દેરાસર ખાતે મુગટ ચોરી અને તેના ત્રણેક દિવસ બાદ પાલીતાણા દેરાસર-ધર્મશાળા ખાતે થયેલી કથિત ઉચાપતના મામલાએ મહુડીના વહીવટકર્તાઓ (Administrators Mahudi Tirth) ને દોડતા કરી દીધા છે. મુગટ ચોરીની ઘટનાને 16 દિવસ થયા હોવા છતાં સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં નથી આવી. જ્યારે પાલીતાણા (Palitana) ખાતે આવેલી સંસ્થામાં લાખોની કથિત ઉચાપતના મામલે પણ વહીવટકર્તાઓએ મૌનધારણ કરી લેતા વિવાદમાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, મહુડી તીર્થમાં વહીવટકર્તાઓએ કરોડો રૂપિયાના કૌભાંડ આચર્યા હોવાનો વિવાદ શમ્યો નથી ત્યાં નવો વિવાદ સામે આવ્યો છે.

આ પણ વાંચો: NIOS Scam : બોર્ડ એક્ઝામમાં "પૈસા ફેંકો, પરીક્ષા પાસ કરો" કૌભાંડનો પર્દાફાશ

Tags :
Administrators Mahudi TirthB B Goyal PIBankim PatelBhavnagar districtEmbezzlementGandhinagarGandhinagar PoliceGujarat FirstJain societyJournalist BankimMahavir SwamiMahudi TirthPalitanaPalitana Jain TemplePalitana TirthPolice DogSector 7 PoliceTheft in Derasar
Next Article