Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બિલ્ડર કમ નેતાના પુત્રના Honey Trap કેસમાં મોબાઈલ ફોન ગાયબ થયો ?

Honey Trap : અમદાવાદ શહેર પોલીસને 7,25,00,000 રૂપિયાના તોડ કેસમાં શા માટે ફરિયાદથી લઈને આરોપીઓની ધરપકડ-રિમાન્ડ સુધીની કાર્યવાહી છુપાવવી પડી છે. આ સવાલ સંત્રીથી લઈને મંત્રી સુધીના તમામ લોકોને સતાવી રહ્યો છે. Honey Trap માં થયેલા તોડની રકમ રેકોર્ડ બ્રેક...
બિલ્ડર કમ નેતાના પુત્રના honey trap કેસમાં મોબાઈલ ફોન ગાયબ થયો

Honey Trap : અમદાવાદ શહેર પોલીસને 7,25,00,000 રૂપિયાના તોડ કેસમાં શા માટે ફરિયાદથી લઈને આરોપીઓની ધરપકડ-રિમાન્ડ સુધીની કાર્યવાહી છુપાવવી પડી છે. આ સવાલ સંત્રીથી લઈને મંત્રી સુધીના તમામ લોકોને સતાવી રહ્યો છે. Honey Trap માં થયેલા તોડની રકમ રેકોર્ડ બ્રેક બની છે. અધધ રકમના તોડના મામલામાં નાના મહોરાઓ પકડવામાં આવ્યા હોવાની પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. સમગ્ર મામલાનો ભેદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) છુપાવવા માટે જમીન-આસમાન એક કરી રહી છે. બિલ્ડર કમ નેતાના પુત્રની હની ટ્રેપનો ભાંડો ફૂટ્યા બાદ તોડની રકમમાંથી 1.50 કરોડ રૂપિયા લઈ જનારો મોટા સાહેબનો ખાનગી વહીવટદાર ચર્ચામાં આવી ગયો છે. પકડાયેલા આરોપીઓ પાસેથી મળઈ આવેલા મોબાઈલ ફોન પૈકીનો એક ફોન ગાયબ કરી દેવાયા (Tampering with Evidence) ની એક ગંભીર વાત સામે આવી છે.

Advertisement

કરોડોની આસાન કમાણી Honey Trap નું કારણ

પશ્ચિમ અમદાવાદના એક જ વિસ્તારમાં રહેતા બે મિત્રો અને એક મહિલા વચ્ચેના સંબંધોમાં રૂપિયો પરમેશ્વર બની ગયો. મહિલા - વેપારી વચ્ચેના સંબંધોથી વાકેફ મિત્ર અંકિત કાંતીભાઇ પટેલે (Ankit Patel) એક ખેલ રચ્યો અને Honey Trap ની જાળ બિછાવી. અમદાવાદના નરોડાના ગીરીશ પહેલાની (Girish Pahelani) થકી સવા સાત કરોડ જેટલી રકમ પડાવ્યા બાદ પણ અઢી કરોડની માગણી ચાલુ રાખતા વેપારી જીવનનો અંત આણવા સુધી પહોંચી ગયો. BJP ના ઉચ્ચ નેતાઓ સુધી સંબંધ ધરાવતા વેપારીના પિતા પાસે વાત પહોંચતા મામલો સીધો પોલીસ કમિશનર અમદાવાદ (Ahmedabad CP) પાસે પહોંચ્યો. મામલાની ગંભીરતા પારખી ગયેલી ક્રાઈમ બ્રાંચે તપાસ આરંભી બે આરોપી અંકિત અને ગીરીશને ઉઠાવી લીધા. જ્યારે Honey Trap નું મ્હોરૂં બનેલી મહિલા 50 લાખ મળતા વિદેશ ફરાર થઈ ગઈ.

Advertisement

7.25 કરોડના તોડમાં રિકવરી મામલે IPS બોબડા બન્યા

ક્રાઈમ બ્રાંચ સહિત હરહંમેશ 'હર હર' નું નામ ભજતા અમદાવાદ શહેરના કેટલાંક IPS અધિકારીઓ Honey Trap માં બોબડા થઈ ગયા છે. એક ચર્ચા અનુસાર 7.25 કરોડ તોડ મામલે થયેલી ફરિયાદમાં દર્શાવાયેલા ત્રણ આરોપીઓ પૈકી અન્ય કેટલાંકની સંડોવણી સામે આવે છે. ભાવિન નામનો એક શખ્સ ફરાર હોવાની ચર્ચા છે. જ્યારે સિનિયર આઈપીએસનો ખાસમખાસ માણસ 7.25 કરોડમાંથી પૂરા 1.50 કરોડ રૂપિયા ઓળવી ગયો છે. નેતા કમ બિલ્ડરના પુત્રએ Honey Trap માં ગુમાવેલા કરોડો રૂપિયા પૈકી કેટલી રકમ કબજે લેવાઈ છે તેનો ક્રાઈમ બ્રાંચ કોઈ ફોડ ફાડવા તૈયાર નથી. ચર્ચા અનુસાર બાહોશ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ એક રૂપિયો પણ કબજે કરી શક્યા નથી.

આ પણ વાંચો: Honey Trap કરી મિત્રએ ભાઇબંધ પાસેથી 7.25 કરોડ પડાવ્યા, ક્રાઈમ બ્રાંચ કેમ મૌન ?

Advertisement

સિનિયર IPS ને ખાસમખાસ સાથે કેવા છે સંબંધ ?

'મોટા સાહેબ' સાથે વિરેન્દ્રનો પરિચય અને ઘરે આવવા-જવાનો સંબંધ વર્ષોથી છે. વિરેન્દ્રના સ્વ. પિતા સિનિયર આઈપીએસ (Senior IPS) ના મિત્ર હતા અને આ મહામૂલો સંબંધ ચબરાક વિરેન્દ્રએ જાળવી રાખ્યો. એક DySP સાથે મળીને વિરેન્દ્રએ Ahmedabad City Police ની હદમાં અનેક પતાવટના કામ કર્યા છે. શહેર પોલીસ દળમાં થતા ફેરફારમાં કયારેક ક્યારેક વિરેન્દ્રની ભલામણ સિનિયર IPS રાખે છે.

આરોપી અંકિત મોટા સાહેબના ઘરે આવતો-જતો

બિલ્ડર કમ નેતાના પુત્રને જાળમાં ફસાવી 7.25 કરોડ પડાવનારો આરોપી અંકિત પટેલ શાતિર શખ્સ છે. અમદાવાદના સિનિયર IPS ના ખાસમખાસ પૈકીના એક વિરેન્દ્ર સાથે અંકિત પટેલે મહિનાઓ અગાઉ જ સારી એવી મિત્રતા કેળવી લીધી હતી. કરોડો રૂપિયાના તોડકાંડમાં પોલીસનો મામલો આવે તો પતાવટ માટે વિરેન્દ્રને હાથ પર રાખવો જરૂરી છે અને એટલે જ તેને 1.50 કરોડ રૂપિયા ચૂકવાયા હોવાની એક ચર્ચા છે. અંકિત પટેલે વિરેન્દ્રનો વિશ્વાસ કેળવી લઈ મોટા સાહેબના ઘર સુધી પહોંચી ગયો હતો. સાહેબના પરિવારના સભ્યોની પણ સારી એવી સેવા અંકિત કરી ચૂક્યો છે.

આ પણ વાંચો: Ahmedabad : તોડકાંડમાં કથિત પત્રકાર જોડીને બચાવવા પોલીસ જ પ્રયત્નશીલ

ગાયબ થયેલા મોબાઈલ ફોનમાં એવું શું હતું ?

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અંકિત પટેલ અને ગીરીશ પહેલાનીની ધરપકડ કરી ત્યારે તેમની પાસેથી સંખ્યાબંધ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ પૈકી કેટલાં ફોન ક્રાઈમ બ્રાંચે કબજે લીધા છે તે તો રામ જાણે. અંકિત પટેલ પાસેથી મળેલા એક મોબાઈલ ફોનમાં સંખ્યાબંધ વિડીયોઝ અને ઑડિયો રેકૉડિંગ (Video Audio Recording) મળી આવ્યા હતા. ભોગ બનનાર વેપારીના નગ્ન વિડીયો, ચેટ ઉપરાંત એક સિનિયર આઈએએસનો ન્યૂડ વિડીયો (Senior IAS Nude Video) તેમજ અમદાવાદના અડધો ડઝનથી વધુ PI ના રેકૉડિંગ હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત ગાંધીનગરમાં બેસતા કેટલાંય ભ્રષ્ટાચારી અને ચરિત્રહીન સરકારી બાબુઓથી લઈને મામલતદાર, તલાટી સુધીના લોકોના ચોંકાવનારા વીડિયો હતા.

મોબાઈલ ફોન મોટા સાહેબે ગાયબ કરવા કહ્યું

અંકિત પટેલ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાં મોટા સાહેબના ઘરના વિડીયો-ફોટા પણ જોવા મળ્યા હતા. સિનિયર આઈએએસ, સરકારી બાબુઓ અને પોલીસ અધિકારીઓને બ્લેકમેઈલ કરવા માટે કરાયેલા રેકૉડિંગ જાહેર ના થાય તેની IPS સાહેબે કાળજી લીધી હતી. તમામ રાઝ દફન થઈ જાય તે માટે મોટા સાહેબે મોબાઈલ ફોન ગાયબ કરવા અને વિરેન્દ્રને કેસમાં ઉની આંચ ના આવે તેવા આદેશ આપ્યા હોવાની ભારે ચર્ચા ઊઠી છે.

આ પણ વાંચો: ખેતરોમાં ચાલતા કોલ સેન્ટરનો Nirlipt Rai ની ટીમે કર્યો પર્દાફાશ

Tags :
Advertisement

.