ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ગુજરાતમાં ચાલતા બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડમાં ATS ફરિયાદની માહિતી કેમ છુપાવે છે ?

બોગસ કોલ સેન્ટર (Fake Call Centre) ચલાવતા વિશાલ પંડ્યા ઉર્ફે વીપી, મુકેશ બાંભા સહિત 7 શખ્સોની ધરપકડ કરી એટીએસે રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં કુલ 108 આરોપીઓ છે અને તેમાં કેટલાંક નામાંકિત તેમજ નામચીન શખ્સો પણ સામેલ છે.
04:24 PM Apr 09, 2025 IST | Bankim Patel
featuredImage featuredImage
Gun_Licence_Scam_in_Gujarat_ATS_Gujarat_Sensitive_Complaint_Gujarat_First

ATS Gujarat : છેલ્લાં 2-5 વર્ષમાં ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવૉડે (ATS Gujarat) ડ્રગ્સ, હથિયારો સહિતના અનેક ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. સસ્પેન્ડેડ પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટ (PI Taral Bhatt) ના અતિ ચકચારી કેસની તપાસ એટીએસને સોંપવામાં આવી હતી. હાલના રાજ્યવ્યાપી હથિયાર પરવાના કૌભાંડ (Gun Licence Scam in Gujarat) ની વાત કરીએ તો, ATS Gujarat ને ખૂબ મોટી સફળતા મળી છે. બોગસ કોલ સેન્ટર (Fake Call Centre) ચલાવતા વિશાલ પંડ્યા ઉર્ફે વીપી, મુકેશ બાંભા સહિત 7 શખ્સોની ધરપકડ કરી એટીએસે રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં કુલ 108 આરોપીઓ છે અને તેમાં કેટલાંક નામાંકિત તેમજ નામચીન શખ્સો પણ સામેલ છે. આ જ કારણોસર ATS Gujarat ના અધિકારીઓ ફરિયાદ અને તેની માહિતી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

ATS Gujarat ની ટીમે માથાઓને ઉંચકી લીધા

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Crime Branch Ahmedabad) ગત 28 માર્ચે ભરત થુંગા/ભરવાડ ઉર્ફે ટકો નામના એક માથાભારે ગુનેગારને પિસ્તોલ સહિતના હથિયારો સાથે પકડ્યો હતો. આ આરોપીની પૂછપરછમાં તેણે બોગસ ગન લાયસન્સ કૌભાંડના વટાણા વેરી દીધા હતા. બીજી તરફ આવી જ માહિતી સુરેન્દ્રનગર એસઓજીના પીઆઈ બી. એચ. શીંગરખીયા (PI B H Shingrakhiya) ને મળતા તેમની ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાંથી ફટાફટ બે ડઝન જેટલાં શખ્સોને ઉપાડી લઈ 25 વેપન (રિવોલ્વર, પિસ્તોલ, ટ્વેલ બોર ગન) તેમજ ઉત્તર પૂર્વોત્તર રાજ્યોના 21 હથિયાર પરવાના કબજે કરી લીધા હતા. Surendrangar SOG અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કાર્યવાહી વચ્ચે ATS Gujarat એ બોગસ કોલ સેન્ટર ચલાવતા વિશાલ પંડ્યા ઉર્ફે વીપી (Vishal Pandya aka VP), બ્રીજેશ મહેતા ઉર્ફે બીટ્ટુ (Brijesh Mehta aka Bittu), અર્જુન અલગોતર સહિતના મોટા માથાઓને ઉપાડી લીધા હતા. ATS Gujarat ની ટીમો મણીપુર અને નાગાલેન્ડ પહોંચી ગઈ હતી. આ કૌભાંડનો સૂત્રધાર અને વર્ષોથી આસામમાં સ્થાયી થયેલા મુકેશ બાંભા (Mukesh Bambha) ને શોધી લાવી.

પ્રેસ કૉન્ફરન્સ કરી, માહિતી આપવામાં આનાકાની

ATS Gujarat ની ટીમોએ લગભગ દસેક દિવસ કરેલી મહેનત અને ભાગદોડ રંગ લાવી. મંગળવારે એટીએસના ડીઆઈજી સુનિલ જોશી (DIG Sunil Joshi) એ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ડીસીપી અજીત રાજ્યાણ (Ajit Rajian) ને સાથે રાખી કૌભાંડના પર્દાફાશની પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. Gun Licence Scam ની 108 શખ્સો સામે ફરિયાદ નોંધી 2 પિસ્તોલ, 1 રિવોલ્વર, 3 બાર બોરની બંદૂક અને 135 કારતૂસ કબજે લીધા હોવાની માહિતી સુનિલ જોશીએ આપી હતી, પરંતુ કેટલીક માહિતી છુપાવવા તેમણે પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો - Gun Licence Scam : 108 આરોપીઓ સામે થશે કાર્યવાહી, હથિયાર પરવાના કૌભાંડ આચરતી ટોળકી ઝડપાઈ

કેસની કલમો છુપાવવાનો હેતુ શું ?

Gujarat ATS DIG સુનિલ જોશીએ હથિયાર પરવાના કૌભાંડની ફરિયાદ સંવેદનશીલ (Sensitive Complaint) હોવાનું પત્રકારોને જણાવ્યું હતું. કેસમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે માહિતી આપવી યોગ્ય નહીં હોવાનું તેમણે કહ્યું હતું. આ વાત તો ઠીક છે, પરંતુ આરોપીઓ સામે કઈ-કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેની જાણકારી આપવાની DIG Sunil Joshi એ ટાળી હતી.

આ પણ વાંચો - આસામના ગર્વનર સાથે ફોટો સેશન કરાવનારા શખ્સને Gujarat ATS કેમ શોધી રહી છે ?

આરોપીઓની યાદીમાં બિલ્ડર અને ડાયરા કલાકારો ?

ગુનાહિત ઇતિહાસ અને ઔકાતના અભાવે અનેક કરોડપતિ શખ્સો ગુજરાતમાં હથિયાર પરવાના મેળવી શકતા નથી. આ જ કારણસર છેલ્લાં અઢી દસકથી અન્ય રાજ્યોના ઓલ ઈન્ડિયા હથિયાર પરવાના (All India Arms Licence) ગુજરાતમાં વેચાઈ રહ્યાં છે અને તેનું ઉદાહરણ ભૂતકાળ/વર્તમાનમાં થયેલા પોલીસ કેસ છે. તાજેતરમાં સામે આવેલા Gun Licence Scam માં ત્રણ જેટલાં ડાયરા કલાકારોના નામ પણ ચર્ચામાં છે. આ લોક કલાકારો પકડાયેલા આરોપીઓ પૈકી એકની સાથે ઘરોબો/મિત્રતા પણ ધરાવે છે. આ ડાયરા કલાકારો પોલીસ કાર્યવાહીથી બચવા તેમના આકાઓના સંપર્ક લગાવી ચૂક્યાં છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં સેંકડો વીઘા જમીન ધરાવતા કરોડોપતિ નહીં પણ અબજોપતિ એવા બિલ્ડરે પણ બોગસ હથિયાર પરવાનો જમા કરાવ્યો હોવાની એક ચર્ચા સામે આવી છે. અબજોપતિ બિલ્ડર સામે ભૂતકાળમાં અનેક કેસ નોંધાયા હોવાથી તેણે મણીપુર/નાગાલેન્ડથી હથિયાર પરવાનો મેળવ્યો હતો.

આ પણ વાંચો - Gun Licence Scam : 50 જેટલાં પરવાના ધારકોની યાદી તૈયાર, એટીએસ અને ક્રાઈમ બ્રાંચ કરશે મોટી કાર્યવાહી

Tags :
Ajit RajianAll India Arms LicenceATS GujaratBankim PatelBrijesh Mehta aka BittuCrime Branch AhmedabadDIG Sunil JoshiFake Call CentreGujarat ATS DIGGujarat FirstGun Licence ScamGun Licence Scam in GujaratMukesh BambhaPI B H ShingrakhiyaPI Taral BhattSensitive ComplaintSurendrangar SOGVishal Pandya aka VP