Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Police : એક IPS અધિકારીએ ઈતિહાસ રચ્યો, શું છે વિગતો જાણો

ગુજરાત પોલીસ (Gujarat Police) વિભાગમાં છેલ્લાં બે દસકમાં અનેક ઈતિહાસ રચાયા છે. રાજ્ય પોલીસ વડા, ACB ચીફ તેમજ અનેક મહત્વના પદ પર એક નહીં અનેક વખત ઈન્ચાર્જની નિમણૂંક કરવામાં આવી. જુનિયર IPS ના તાબામાં સિનિયર IPS, નિવૃત્તિ બાદ એક્સટેન્શન, ગૃહ...
06:25 PM Nov 30, 2023 IST | Bankim Patel

ગુજરાત પોલીસ (Gujarat Police) વિભાગમાં છેલ્લાં બે દસકમાં અનેક ઈતિહાસ રચાયા છે. રાજ્ય પોલીસ વડા, ACB ચીફ તેમજ અનેક મહત્વના પદ પર એક નહીં અનેક વખત ઈન્ચાર્જની નિમણૂંક કરવામાં આવી. જુનિયર IPS ના તાબામાં સિનિયર IPS, નિવૃત્તિ બાદ એક્સટેન્શન, ગૃહ વિભાગે (Home Department) ભૂલથી આપી દીધેલા પ્રમોશન તેમજ એડીશનલ ડીસીપી (Addl DCP) નો કામચલાઉ ઉભો કરાયેલો હોદ્દો આવા તો ઘણા ઉદાહરણ છે. આજે જે વાત છે તે એક IPS અધિકારીએ રાજ્ય સરકાર (Government of Gujarat) ની કૃપાથી રચેલા ઈતિહાસની છે. સમગ્ર ફરજકાળનો 40 ટકા સમય એક જ વિભાગમાં સેવા આપનારા DGP કક્ષાના અધિકારી આજે નિવૃત્ત થઈ ગયા. નિવૃત્તિ ટાણે ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં એક જ ચર્ચા છે 'સાહેબ' સાથે સરકારે કેમ આવું કર્યું ?

34 વર્ષની નોકરી, 13 વર્ષ એક જ બ્રાંચમાં : ગુજરાત પોલીસમાં 1989ની બેચના ત્રણ IPS અધિકારીઓ પૈકી 2ને વિભાગના લગભગ તમામ અધિકારી-કર્મચારીઓ ઓળખે છે. એક છે DGP વિકાસ સહાય (Vikas Sahay IPS) અને બીજા છે સુરત પોલીસ કમિશનર (Surat CP) અજયકુમાર તોમર (Ajaykumar Tomar IPS) હવે વાત છે ત્રીજા અધિકારીની અને તે છે DGP અનિલકુમાર પ્રથમ (Anilkumar Pratham IPS) ગુજરાત પોલીસ ભવનમાં 15 વર્ષ સુધી નોકરી કરનારા અનિલ પ્રથમે 13 વર્ષની નોકરી સીઆઈડી ક્રાઈમ (CID Crime) ના અલગ અલગ વિભાગ-હોદ્દા પર કરી છે. થોડાક સમય માટે તેમને CID Crime ના આર્થિક ગુના નિવારણ શાખા (EOW) ના વડા બનાવાયા હતા. આ ઉપરાંત તેમણે નોકરી દરમિયાન મહિલા-બાળ વિભાગ અને માનવ તસ્કરી વિભાગમાં વધુ ફરજ બજાવી છે. 34 વર્ષના ફરજકાળ દરમિયાન અનિલ પ્રથમે 13 વર્ષ રાજ્ય પોલીસની મહત્વની ગણાતી બ્રાંચો પૈકીની એક સીઆઈડી ક્રાઈમમાં કાઢ્યા છે.

SP થી DGP સુધીની સફર : ગુજરાતના જિલ્લાઓ અને શહેરોમાં ફરજ બજાવી ચૂકેલા અનિલ પ્રથમે છેલ્લાં 15 વર્ષ બ્રાંચમાં વિતાવ્યા છે. CISF માં ડેપ્યુટેશન જઈ આવેલા તેમજ જુનાગઢ પોલીસ ટ્રેનિંગ સ્કુલ (Junagadh Police Training School) માં ફરજ બજાવનારા અનિલ પ્રથમે SP થી DGP સુધીની સફરમાં 13 વર્ષ સીઆઈડી ક્રાઈમમાં વિતાવ્યા છે. SP, DIGP, IGP, ADGP અને DGP તરીકે સીઆઈડી ક્રાઈમમાં અનિલ પ્રથમ સેવા આપી ચૂક્યાં છે. ગુજરાત પોલીસમાં આ એક માત્ર એવા IPS અધિકારી છે કે, જેમણે નોકરીનો 50 ટકા સમય સાઈડ પોસ્ટિંગમાં કાઢ્યો હોય.

જુનિયરના તાબામાં નોકરી કરી ચૂક્યા : CID Crime ના મહિલા સેલમાં ફરજ બજાવતા અનિલ પ્રથમને જૂન-2021માં DGP તરીકે યથાસ્થાને બઢતી આપવામાં આવી હતી. આ સમયે સીઆઈડી ક્રાઈમના વડા તરીકે વર્ષ 1995ની બેચના આઈપીએસ આર. બી. બ્રહ્મભટ્ટ (R B Brahmbhatt IPS) ફરજ બજાવતા હતા. જુનિયર અધિકારીની નીચે સિનિયર અધિકારી કામ કરતા હોય તેવો કદાચ રાજ્યમાં આ પ્રથમ કિસ્સો હતો. જો કે, થોડાક સપ્તાહ બાદ ગૃહ વિભાગે અનિલ પ્રથમની બદલી કરી DGP Police Reforms તરીકે નિમણૂંક આપી અને નિવૃત્તિ સુધી તેઓ ત્યાં જ રહ્યાં.

આ પણ વાંચો - આબરૂની વાત પારકાની હોય કે ખુદની ATS ઉતરે છે મેદાનમાં

Tags :
ADGPAjaykumar Tomar IPSAnil Pratham IPSAnilkumar Pratham IPSBankim Patel AhmedabadBankim Patel JournalistBankim Patel ReporterCID CrimeCID Crime & RailwaysCID Crime EOWDGPDGP Police ReformsDGP Vikas SahayDIGPGovernment Of GujaratGujarat ACB ChiefGujarat FirstGujarat PoliceGujarati NewsHome Department GujaratIGPR B Brahmbhatt IPSSPVikas Sahay IPS
Next Article