Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Police : ફેરિયાની દીકરીના હ્રદયનું મોંઘુદાટ ઓપરેશન PSI એ કરાવ્યું

Gujarat Police : વાત છે અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) માં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ. એ. વાઘેલા (PSI A A Vaghela) ની. પીએસઆઈ આકાશ વાઘેલાએ દાખવેલો માનવતાવાદી અભિગમ ગુજરાત પોલીસ બેડા (Gujarat Police) ને ભારોભાર ગર્વ અપાવે તેવો...
gujarat police   ફેરિયાની દીકરીના હ્રદયનું મોંઘુદાટ ઓપરેશન psi એ કરાવ્યું

Gujarat Police : વાત છે અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) માં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ. એ. વાઘેલા (PSI A A Vaghela) ની. પીએસઆઈ આકાશ વાઘેલાએ દાખવેલો માનવતાવાદી અભિગમ ગુજરાત પોલીસ બેડા (Gujarat Police) ને ભારોભાર ગર્વ અપાવે તેવો છે. ખાખીની જગ જાહેર છાપથી વિપરિત કાર્ય હાલ પોલીસ બેડામાં એક હકારાત્મક ચર્ચાનો વિષય બન્યો છે. એક પુત્રના પિતાએ અજાણ્યા પિતાની બિમાર દીકરી માટે હોસ્પિટલમાં ભાગદોડ કરી હ્રદયની સારવાર (Heart Surgery) કરાવી છે. ગુજરાત પોલીસ માટે આ પ્રેરણાદાયી કિસ્સો છે. વાંચો સમગ્ર અહેવાલ.....

Advertisement

કોણ છે PSI આકાશ એ. વાઘેલા ?

વર્ષ 2013ની બેચના પોલીસ સબ ઈન્સ્પેક્ટર આકાશ એ. વાઘેલા ગાંધીનગર જિલ્લા (Gandhinagar District) ના વાવોલ ગામના વતની છે. વાવોલ ખાતે માતા-પિતા, પત્ની અને 3 વર્ષીય પુત્ર સાથે આકાશ વાઘેલા રહે છે. ભાવનગર જિલ્લા પોલીસ (Bhavnagar Police) માં 4 વર્ષ ફરજ બજાવ્યા બાદ પાંચેક વર્ષથી અમદાવાદ શહેર પોલીસમાં તેઓ ફરજ બજાવે છે. અમદાવાદ શહેરમાં શાહીબાગ પોલીસ સ્ટેશન (Shahibaug Police Station) ખાતે સાડા ત્રણ વર્ષ ફરજ બજાવ્યા બાદ તેમની દોઢેક વર્ષ અગાઉ ઈસનપુર પોલીસ સ્ટેશન (Isanpur Police Station) ખાતે બદલી થઈ હતી. દોઢેક વર્ષથી ઈસનપુર પોલીસમાં એ. એ. વાઘેલા ફરજ બજાવે છે અને હાલ તેઓ સર્વેલન્સ સ્કવૉડમાં કામ કરી રહ્યાં છે.

ખર્ચ કેટલો થયો-કોણે કર્યો તે ના પૂછો તો સારું

એક ગરીબ પરિવારની દીકરી માટે હોસ્પિટલના ધક્કા અને સારવાર માટેનો ખર્ચ ઉપાડનારા PSI A A Vaghela સાથે ગુજરાત ફર્સ્ટે વાત કરી ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા. હ્રદયની સારવાર માટે કોઈ નાનો અમથો ખર્ચ નથી થતો. સારવાર માટે કેટલો ખર્ચ થયો અને કોણે ઉપાડ્યો તે જાણવાનો અમે જ્યારે પ્રયાસ કર્યો તો PSI વાઘેલાએ આ મામલે ના પૂછો તો સારું તેમ કહીને વાત ટાળી હતી. એક ઉમદા કાર્યમાં કોણે-કોણ સહયોગી બન્યું તે જાણવાનો ફરી પ્રયાસ કર્યો તો તેમણે માત્ર એટલું જ કહ્યું કે, મારા મિત્ર વર્તુળના અધિકારીઓ માનવતાના આ કાર્યમાં સહભાગી બન્યા છે.

Advertisement

બિમાર પુત્રીના પિતાની વ્યથા કેવી રીતે જાણી ?

આજથી ત્રણેક મહિના અગાઉ ઈસનપુર પોલીસ સ્ટેશનની હદમાં પીએસઆઈ એ. એ. વાઘેલા સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલીંગ (Foot Patrolling) માટે નીકળ્યા હતા. ફેરિયાઓના કારણે રોડ પર થતા ભારે ટ્રાફિક જામને લઈને કેટલાંક લોકોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા. પોલીસની ભાષામાં તમામ ફેરિયાઓને અડચણરૂપ નહીં બનવા માટે આદેશ અપાયો ત્યારે ફૂલ-છોડ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા મૂળ ઉત્તરપ્રદેશના મુકેશ કુશવાહ ભાવૂક થઈ ગયા હતા. "સાહેબ, જે કરવું હોય તે કરો. હું તો અહીંયા જ ધંધો કરીશ. ધંધો નહીં કરું તો મારી 7 વર્ષની દીકરી મરી જશે" મુકેશ કુશવાહના આ શબ્દો સાંભળીને PSI આકાશ વાઘેલા તુરંત ઉભા થઈ ગયા. મુકેશ કુશવાહને પાણી પીવડાવી વાત કરતા પીએસઆઈ વાઘેલાએ જરૂરી મદદની ખાતરી આપી વાતચીતનો દોર આરંભ્યો. 4 પુત્રી અને 1 પુત્રના પિતા મુકેશ કુશવાહે કહ્યું કે, મારી ચોથા નંબરની દીકરી મંજુને હ્રદયમાં કાણું છે અને તેની મોંઘીદાટ સારવાર કરાવવા મારી પાસે કોઈ બચત નથી.

Advertisement

કોરોનાકાળમાં સેવા કરી ચૂકેલા PSI દેવદૂત બન્યા

ખાખીમાં પણ સંવેદના હોય છે. પીએસઆઈ આકાશ વાઘેલા અગાઉ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા હોવાથી તેમને સિવિલ હોસ્પિટલ (Civil Hospital) તેમજ યુ. એન. મહેતા હોસ્પિટલ (U N Mehta Hospital) ના ડૉક્ટર્સ તેમજ સ્ટાફ સાથે સારો એવો ઘરોબો ધરાવે છે. કોરોનાકાળમાં PSI A A Vaghela એ પોલીસ પરિવાર સહિતના લોકોની સારવાર માટે ખડેપગે કરેલી સેવાને તત્કાલિન Gujarat DGP આશિષ ભાટિયા (Ashish Bhatia IPS) સહિતના IPS અધિકારી બિરદાવી ચૂક્યા છે.

આ પણ વાંચો - Gujarat DGP : પોલીસ ભવનમાં પોલીસ કર્મચારીઓને નજર કેદ કરાયા પછી અંદાજ ન હતો તેવું થયું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.