Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Honey Trap કરી મિત્રએ ભાઇબંધ પાસેથી 7.25 કરોડ પડાવ્યા, ક્રાઈમ બ્રાંચ કેમ મૌન ?

Honey Trap : નાનપણના મિત્રએ કરોડો રૂપિયા પડાવવા Honey Trap નો ખેલ ખેલી 7 કરોડ 25 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો મામલો અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) સામે આવ્યો છે. જો કે, સમગ્ર મામલો ચૂપકીદીથી પતાવી દેવા માટે ક્રાઈમ બ્રાંચે...
honey trap કરી મિત્રએ ભાઇબંધ પાસેથી 7 25 કરોડ પડાવ્યા  ક્રાઈમ બ્રાંચ કેમ મૌન
Advertisement

Honey Trap : નાનપણના મિત્રએ કરોડો રૂપિયા પડાવવા Honey Trap નો ખેલ ખેલી 7 કરોડ 25 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો મામલો અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) સામે આવ્યો છે. જો કે, સમગ્ર મામલો ચૂપકીદીથી પતાવી દેવા માટે ક્રાઈમ બ્રાંચે પૂરા પ્રયત્નો કર્યા છે. Ahmedabad Crime Branch ના ચોપડે નોંધાયેલી હની ટ્રેપ (Honey Trap) ની ફરિયાદ, ધરપકડ અને રિમાન્ડનો સિલસિલો ગણતરીના દિવસોમાં આટોપી લેવાતા ક્રાઈમ બ્રાંચ અનેક સવાલોના ઘેરામાં આવી ગઈ છે. શું છે આખો મામલો. વાંચો આ અહેવાલમાં...

Honey Trap મામલે શું નોંધી છે ફરિયાદ ?

અમદાવાદમાં રહેતા એક યુવા વેપારીને તેના જ બાળપણના મિત્રએ એક મહિલા થકી જાળમાં ફસાવ્યો હતો. મહિલા સાથેની અંગત પળોના વીડિયો અને મોબાઈલ ચેટ થકી મોટી રકમ પડાવવા અંકિત કાંતિભાઇ પટેલે (Ankit Patel) એક કાવતરૂં ઘડી કાઢ્યું હતું. અંકિતે ગીરીશ પહેલાની નામના એક પરિચિતને તૈયાર કરી દોઢેક વર્ષ અગાઉ વેપારીની ફેક્ટરીએ મોકલ્યો. પુષ્પા (નામ બદલ્યું છે) સાથે અંગત પળો માણતા વીડિયો, ફોટા અને ચેટ તમારા પરિવારના સભ્યોને બતાવી દઈશ તેમ કહી રૂપિયા 1.50 કરોડ પડાવ્યા હતા. ત્યારબાદ એક અજાણ્યા મોબાઈલ ફોન નંબર પરથી કોલ કરનારે વૉટ્સએપ ચેટ, ઑડિયો રેકોર્ડિંગ અને ફોટા હોવાની વાત કરતા વેપારી આફતમાં મુકાઈ ગયો હતો. વેપારીએ આ વાત ગીરીશ પહેલાની (Girish Pahelani) ને કરતા ફોન કરનારને મળી લીધું છે, તમે હાલમાં કોઈ ચિંતા ના કરતા તેમ કહ્યું હતું. એકાદ સપ્તાહ બાદ ગીરીશ પહેલાની વેપારીને મળીને કહે છે કે, પુષ્પા અને અંકિત કાંતીભાઇ પટેલને હૉટેલના રૂમમાં મળ્યો હતો. આ બંને જણા તમને બ્લેકમેઈલ કરીને તમારી પાસેથી 5 કરોડ રૂપિયા પડાવવા માગે છે. આ વાતચીતનું રેકૉડિંગ ગીરીશ પોતાના મોબાઈલ ફોનમાં વેપારીને બતાવે છે. ત્યારબાદ ગીરીશ પહેલાની વેપારી પાસેથી ચાર-પાંચ મહિનામાં સવા ત્રણ કરોડ રૂપિયા પડાવે છે. પૂરાવા આપવાના બદલે ગીરીશ અજાણ્યા શખ્સ સાથે ભાગીદારીમાં ધંધો કરવા 5 કરોડ રૂપિયાની જરૂર હોવાનું કહી રૂપિયા 2.50 કરોડ ઉછીના માગે છે. જો, રૂપિયા નહીં આપો તો 'પુષ્પાને તમે લગ્નની લાલચ આપી બળાત્કાર કર્યો છે' તેવી ફરિયાદ કરીને જેલ હવાલે કરીશું. ફરિયાદની ધમકી મળતા વેપારી અઢી કરોડ રૂપિયા ટુકડે ટુકડે ચારેક મહિનામાં ગીરીશને પહોંચાડે છે. આજથી એકાદ મહિના અગાઉ ગીરીશ પહેલાની વેપારીને સુભાષબ્રિજ આરટીઓ સર્કલ પાસે બોલાવી પૂરાવા જોઈએ તો 2.50 કરોડ આપવા પડશે. કારણ કે, અમારા ધંધામાં નુકસાન ગયું છે. વેપારીએ ગીરીશ પહેલાનીનું વૉટસએપ કોલ રેકૉડિંગ, ચેટ અને મેસેજના સ્ક્રીન શોટ Ahmedabad Crime Branch ને આપ્યા હતા.

Advertisement

Advertisement

આ પણ વાંચો: Prohibition Act : આવો ભેદભાવ કેમ, દેશી દારૂ મોંઘો કર્યો અને વિદેશી હજુ સસ્તો

મહિલા સહિત બે આરોપી હજુ ફરાર

ગત 11 નવેમ્બરની સાંaજે ત્રણ આરોપીઓ સામે ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશન (DCB Police Station) માં નામ જોગ ફરિયાદ નોંધવામાં આવે છે. ગીરીશ પહેલાની (રહે. નરોડા, અમદાવાદ), અંકિત કાંતીભાઇ પટેલ (રહે. નવા વાડજ, અમદાવાદ) અને અમદાવાદની પુષ્પા પૈકી ગીરીશ અને અંકિતની ધરપકડ થાય છે. પુષ્પા દિકરીને મળવાના બહાને વિદેશ ભાગી ગઈ હોવાથી તેની ધરપકડ થઈ શકી નથી. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પુષ્પા ઉપરાંત આ Honey Trap ના તોડકાંડમાં હજુ એક આરોપી ફરાર છે.

મારામારીના આરોપીને પકડી પ્રેસનોટ આપનારી બ્રાંચ ચૂપ

મારામારીના ગુનામાં પકડાયેલા ફરાર આરોપીના ફોટા સાથેની પ્રેસનોટ મોકલનારી બાહોશ બ્રાંચ હની ટ્રેપની ફરિયાદ બાદ મૌન થઈ ગઈ છે. તપાસ અધિકારીથી લઈને IPS અધિકારી સુધીના તમામ લોકોએ આ મામલે ચૂપકીદી સેવી લીધી છે. હની ટ્રેપની ફરિયાદ સંવેદનશીલ (Sensitive FIR) જાહેર કર્યા બાદ આરોપીઓની ધરપકડ અને બેએક દિવસના રિમાન્ડની ગંધ સુદ્ધાં કોઈને આવવા ના દીધી. હની ટ્રેપ જેવા સંવેદનશીલ મામલાને સામેથી મીડિયા સમક્ષ મુકીને લોકોને જાગૃત કરવાના બદલે ક્રાઈમ બ્રાંચે કુલડીમાં ગોળ ભાંગ્યો હોવાની ચર્ચા છે.

આ પણ વાંચો: રાજકીય પક્ષોના દાન કૌભાંડ કેસમાં CID Crime કેમ ઉંધા માથે પટકાઈ ?

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

છત્તીસગઢમાં ટ્રિપલ મર્ડર, પત્રકારના આખા પરિવારની કુહાડીથી હત્યા

featured-img
Top News

રાજકોટના સાંસદ Parshottam Rupala ને એક નાગરિકે કર્યો કોલ, ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

featured-img
રાષ્ટ્રીય

'હું ગોવાના CMની પત્ની વિરુદ્ધ કોઈ નિવેદન નહીં આપું.', કોર્ટમાં બોલ્યા AAP સાંસદ સંજય સિંહ

featured-img
અમદાવાદ

Ahmedabad: સલમાન એવન્યુ બાદ વધુ એક ગેરકાયદે બાંધકામ હટાવવા હાઇકોર્ટે આપી મંજૂરી, વાંચો અહેવાલ

featured-img
રાજકોટ

Gujarat પોલીસે જાતીય શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરની ધરપકડ કરી

featured-img
રાષ્ટ્રીય

PM મોદીએ અમદાવાદી સ્કૂટર ચાલકને કર્યો યાદ, કહ્યું જાડી ચામડીના થવું જોઇએ

Trending News

.

×