Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CID Crime : આંગડીયા પેઢીના દરોડામાં સોનાની લગડી કોણે ગુમ કરી ?

CID Crime : ગુજરાત પોલીસના ઇતિહાસમાં ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) અને બુકીઓ સાથે જોડાયેલા કેસમાં નીતનવી વાતો સામે આવતી રહે છે. CID Crime ગુજરાતે કરેલા જાન્યુઆરી-2024માં નોંધેલા એક કેસમાં બુકી અમિત મજેઠીયા (Bookie Amit Majithia) સહિતના આરોપીઓ સામે 1195...
07:56 PM Jun 20, 2024 IST | Bankim Patel
CID Crime Gujarat punch proved unreliable?

CID Crime : ગુજરાત પોલીસના ઇતિહાસમાં ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) અને બુકીઓ સાથે જોડાયેલા કેસમાં નીતનવી વાતો સામે આવતી રહે છે. CID Crime ગુજરાતે કરેલા જાન્યુઆરી-2024માં નોંધેલા એક કેસમાં બુકી અમિત મજેઠીયા (Bookie Amit Majithia) સહિતના આરોપીઓ સામે 1195 કરોડના ગેરકાયદેસર ટ્રાન્ઝેકશન અને છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં તપાસ અધિકારીને કેટલીક આંગડિયા પેઢીઓની સંડોવણી સામે આવતા CID Crime Gujarat ની અડધો ડઝન જેટલી ટીમે ગત મે મહિનામાં અમદાવાદ-સુરત ખાતે દરોડા પાડ્યા હતા. CID Crime ના દરોડામાં કેટલું કાળુ નાણું (Black Money) મળી આવ્યું ? તેની કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ દરોડા દરમિયાન 7 લાખની કિંમતની સોનાની લગડી ચોરી (Gold Bar Theft) થયાની એક ફરિયાદ બે પંચો સામે નોંધવામાં આવી છે. સોનાની લગડી કેવી રીતે ચોરાઈ અને પરત પણ આવી ગઈ તે જાણવા વાંચો આ અહેવાલ...

કઈ ફરિયાદ - તપાસના આધારે દરોડા પડ્યા ?

હાલ CI Cell માં ફરજ બજાવતા અને તત્કાલિન CID Crime Rajkot ના ડીવાયએસપી આર. એસ. પટેલે (R S Patel DySP) નવેમ્બર-2023માં એક તપાસ શરૂ કરી હતી. CID Crime ના વડા એસ. પાંડીઆ રાજકુમારે (S Pandia Rajkumar IPS) ગુપ્ત જાવક નંબરથી એક પત્ર લખી ક્રિકેટ સટ્ટા બેટિંગમાં ઉપયોગમાં લેવાતા બેંક એકાઉન્ટની માહિતી તપાસ અર્થે મોકલી હતી. તપાસ દરમિયાન વિદેશ સ્થિત બુકી અમિત મજેઠીયા, ઓમશંકર તિવારી (રહે. દિલ્હી), ભાવેશ સચાણીયા, અશ્વિન સચાણીયા (બંને મૂળ રહે. જુનાગઢ અને હાલ અમદાવાદ), ધનંજય પટેલ (રહે. ભાથલા, જિ. મહિસાગર), ભાવેશ જોશી (રહે. થરા, જિ. બનાસકાંઠા) અને અમદાવાદના વિકી સામે ગુનો નોંધી કેટલાંકની ધરપકડ કરી હતી. તપાસ અધિકારી પીઆઈ કે. એમ. ચૌધરી (K M Chaudhari PI) ને તપાસમાં કેટલીક આંગડિયા પેઢીની સંડોવણી મળી આવતા CID Crime ના વડા ડૉ. એસ. રાજકુમાર પાંડીઆએ દરોડા પાડવા આદેશ આપ્યો હતો. ગત 9 મેના રોજ અમદાવાદના સી. જી. રોડ સ્થિત PM, HM, JD, Shreeji Corporation સહિતની આંગડીયા પેઢી પર દરોડા પાડ્યા અને લાખો-કરોડોની રોકડ, ગોલ્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો.

કબજે લેવાયેલી સોનાની લગડી ગુમ

અમદાવાદના સી.જી.રોડ સ્થિત ઈસ્કૉન આર્કેડમાં આવેલી પી.એમ. એન્ટરપ્રાઈઝ (P M Enterprise) માં દરોડા દરમિયાન Team CID Crime ને 73.56 લાખ રૂપિયા રોકડા અને સોનાની 10 લગડી મળી આવી હતી. પીએસઆઈ એન. સી. માલવણીયા (N C Malvaniya PSI) હે.કૉ. પારસ ટાંક, પ્રકાશ પટણી અને ડ્રાઈવર જોરૂભા ઝાલા તેમજ પંચ સુમિત ઓમપ્રકાશ સોની તથા પંચ અરવિંદ જશરાજભાઇ ગોહીલની હાજરીમાં રોકડ તેમજ સોનાની લગડીઓ કબજે લેવાઈ હતી. આ સમયે રોકડ રકમ ડ્રોઅરમાં તેમજ સોનાની 10 લગડીઓ પંચને સાચવવા આપવામાં આવી હતી. આયકર વિભાગ (IT Department) ને તારીખ 9 મેના રોજ ઈ-મેઈલથી જાણ કર્યા બાદ પંચનામા દરમિયાન રોકડ-લગડીઓ પી.એમ. એન્ટરપ્રાઈઝના મેનેજર રાજન દવેને લૉકરમાં મુકવા આપી હતી. બીજા દિવસે 10 મેના રોજ દરોડા-તપાસની કાર્યવાહી દરમિયાન આવકવેરા વિભાગના અધિકારી (IT Officer) એ મુદ્દામાલ કબજે લેવાની કાર્યવાહી આરંભી હતી. આ સમયે IT Officer અને PSI માલવણીયાએ પીઆઈ ડી. બી. બારડ (D B Barad PI) ને સોનાની એક લગડી (કિંમત 7 લાખ) ગુમ હોવાની ફોન પર જાણ કરી હતી.

ગાયબ લગડી અચાનક જ મળી આવી

7 લાખ રૂપિયાની કિંમતની સોનાની લગડી ગુમ હોવાની જાણ થતાં CID Crime Gujarat ના ઉચ્ચ અધિકારીઓ પણ હચમચી ગયા હતા. ગુમ થયેલી Gold Bar કોણે ચોર્યો અને કેવી રીતે તેની માહિતી મેળવવા તપાસ શરૂ કરી દેવાઈ. દરમિયાનમાં થોડીક મિનિટો બાદ P M Enterprise ના મેનેજર રાજન દવેએ સોનાની લગડી જમા કરાવી દેતા અધિકારીઓના શ્વાસ નીચે બેઠાં હતાં.

CCTV ફૂટેજમાં ભાંડો ફૂટયો

સોનાની લગડી ગુમ થવાની અને અચાનક જ મળી આવવાની ઘટનાએ અનેક સવાલ ઉભા કર્યા હતા. બીજી તરફ ચાલી રહેલી તપાસમાં P M Angadia ના સીસીટીવી ફૂટેજ તપાસવાના શરૂ કરાયા. તારીખ 9 મે 2024ના રોજ બપોરે 2.19 કલાકથી 2.30 કલાક દરમિયાનના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) માં લગડી કોણે-કોણે ચોરી તેની સ્પષ્ટતા થઈ ગઈ હતી. ફૂટેજમાં પંચ સુમિત સોનીએ સોનાની એક લગડી સરકાવી લઈ અન્ય પંચ અરવિંદ ગોહિલને આપી દીધી હતી.

મેનેજર પાસે સોનાની લગડી ક્યાંથી આવી ?

Team CID Crime પોતાના વિશ્વાસુ પંચોને લઈને P M Angadia માં રેડ કરવા ગઈ હતી. રેડ દરમિયાન પોલીસ અધિકારી-કર્મચારીઓની નજર ચૂકવીને સોનાની લગડી બંને પંચોએ ચોરી હતી તો મેનેજર રાજન દવે કેવી રીતે સોનાની લગડી શોધી લાવ્યા અને જમા કરાવી ? પોલીસ બેડામાં ચાલતી ચર્ચા અનુસાર રેડમાં લઈ જવાયેલા પંચો સીઆઈડી ક્રાઈમના હતા કે આંગડીયા પેઢીના ?

આ પણ  વાંચો - Ahmedabad : જાપ્તા પાર્ટી મજા કરતી રહી અને ભાજપ કાર્યકરનો હત્યારો ફરાર

આ પણ  વાંચો - જે ઘટના બની નથી તેની FIR, ધરપકડ અને આરોપીઓ જેલમુક્ત

આ પણ  વાંચો - NEET વિવાદ મામલે રાહુલ ગાંધી પર ભડકી BJP, રાજસ્થાનમાં પેપર લીકની અપાવી યાદ…

Tags :
Bankim PatelBlack moneyBookie Amit MajithiaCctv FootageCI CellCID CrimeCID Crime GujaratCID Crime RajkotCricket BettingD B Barad PIGujarat FirstIT DepartmentIT OfficerJournalist Bankim PatelK M Chaudhari PIN C Malvaniya PSIP M AngadiaP M EnterpriseS Pandia Rajkumar IPSShreeji CorporationTeam CID Crime
Next Article