Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot Police : સ્થાનિક પોલીસ જ્યાં ફરકતી ન હતી ત્યાં SMC ની રેડ

Rajkot Police : રાજકોટ જિલ્લાના બદનામ ઉચ્ચ પોલીસ અધિકારી અને સ્થાનિક ખાદીધારીની સંડોવણીથી ગોંડલ તેમજ જેતપુર તાલુકામાં દિવસ-રાત ચાલતા ગેરકાયદેસર ડિઝલ પંપનો કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) પૂરવઠા વિભાગને સાથે રાખીને રાજકોટ જિલ્લા પોલીસ (Rajkot...
03:20 PM Jun 11, 2024 IST | Bankim Patel
IPS Officer's involvement in Biodiesel racket hotly debated

Rajkot Police : રાજકોટ જિલ્લાના બદનામ ઉચ્ચ પોલીસ અધિકારી અને સ્થાનિક ખાદીધારીની સંડોવણીથી ગોંડલ તેમજ જેતપુર તાલુકામાં દિવસ-રાત ચાલતા ગેરકાયદેસર ડિઝલ પંપનો કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) પૂરવઠા વિભાગને સાથે રાખીને રાજકોટ જિલ્લા પોલીસ (Rajkot Police) ની હદમાં આવેલા ત્રણ સ્થળોએ પાડેલા દરોડોમાં 23 લાખથી વધુના ભેળસેળીયા ડિઝલ - બાયોડિઝલ વેચાણ (Biodiesel) અને સાધનો સહિત કુલ રૂપિયા 68.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 24 કલાક ધમધમી રહેલા ગેરકાયદેસર ડિઝલ પંપ Rajkot Rural Police ના નાક નીચે ચાલી રહ્યાં હતા.

પૂરવઠા વિભાગનું સીલ તોડી નાંખ્યું

ગોંડલ જામવાડી હૉટેલ કનૈયાની પાછળ ગેરકાયદેસર ડિઝલ પંપ ધમધમી રહ્યો હોવાની માહિતીના આધારે સ્થાનિક પૂરવઠા વિભાગે ગત એપ્રિલ મહિનાની 23 તારીખે દરોડો પાડી સીલ માર્યું હતું. રાજકોટ જિલ્લા પૂરવઠા વિભાગે મારેલું સીલ ગણતરીના દિવસોમાં તોડી નાંખી ફરીથી ગેરકાયદે ડિઝલ પંપ શરૂ કરી દેવાયો હતો. પંપનું સંચાલન કરી રહેલા શખ્સોને IPS અધિકારી તેમજ સ્થાનિક નેતાઓના આર્શીવાદ હોવાથી પૂરવઠા વિભાગને આંખ આડા કાન કરવાની ફરજ પડી હતી.

એક સાથે ત્રણ સ્થળ પર SMC ના દરોડા

રાજકોટ-જેતપુર રોડ કાગવડ ચાર રસ્તા પર આવેલી ધ ગ્રાન્ડ હૉટેલ અને જય વચ્છરાજ હૉટેલની પાસેની ખુલ્લી જગ્યાઓમાં સોમવારે Team SMC ત્રાટકી હતી. દરોડા દરમિયાન રૂપિયા 18.12 લાખની કિંમતનું 25,170 લીટર ભેળસેળયુક્ત ડિઝલ, 6 મોબાઈલ ફોન, 25 લાખની કિંમતની બે ટ્રક, બે કાર, સ્ટોરેજ ટેન્ક, ડીસ્પેન્સર મશીન, જનરેટર સહિત કુલ 52.07 લાખનો મુદ્દામાલ મળ્યો છે. ભેળસેળિયા ડિઝલ રેકેટમાં ગીરીશ હસમુખભાઇ ઠક્કર (રહે. ગોંડલ, જિ. રાજકોટ) સહિત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ભેળસેળયુક્ત ડિઝલનો જથ્થો આપનારો કમલેશ ગણાત્રા, ભાગીદાર હસમુખ વ્યાસ ઉર્ફે ભાણાભાઇ અને સોયેબ સોલંકી ઉર્ફે અચુને વિરપુર પોલીસ સ્ટેશન (Virpur Police Station) ના ચોપડે ફરાર દર્શાવાયા છે. SMC ની અન્ય ટીમે ગોંડલ જામવાડી હૉટેલ કનૈયાની પાછળ શ્રી રાજલ ટ્રેડર્સ ખાતે દરોડો પાડ્યો હતો. રૂપિયા 5.08 લાખની કિંમતનું 7 હજાર લીટર ભેળસેળયુક્ત ડિઝલ, 3 મોબાઈલ ફોન, 8.03 લાખની કિંમતનું ટેન્કર-મોપેડ, ટેન્કર ટેન્ક, સ્ટોરેજ ટેન્ક, ડીસ્પેન્સર મશીન, ઈલેક્ટ્રીક મૉટર, નોઝલ અને કેશ કાઉન્ટીગ મશીન (Cash Counting Machine) સહિત કુલ 16.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રેડ દરમિયાન ગેરકાયદેસર પંપ ચલાવતા ગોંડલના ભરત ભુદરજીભાઇ બકરાણીયા, સાવનકુમાર સુરેજા સહિત ત્રણને ઝડપી લીધા છે. જ્યારે ડિઝલ સપ્લાયર કમલેશ ગણાત્રા અને મોહંમદતુફેલ મોહંમદતૌફીક મેમણ (શાર્પ એન્ટરપ્રાઈઝ)ને ફરાર ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન (Gondal B Division Police Station) ના ચોપડે ફરાર દર્શાવ્યા છે. ગેરકાયદેસર પંપ પર ભેળસેળિયું ડિઝલ (Adulterate Diesel) સપ્લાય કરનારો કમલેશ ગણાત્રા પોલીસની પકડથી દૂર છે.

પોલીસને કાર્યવાહી તો ઠીક, પંપ પર જવાની મનાઈ હતી

રાજકોટ જિલ્લા (Rajkot District) માં ચાલતા ગેરકાયદેસર ડિઝલ પંપ ઉચ્ચ પોલીસ અધિકારીની કૃપાથી ચાલતા હોવાની વાત જગજાહેર છે. ગોંડલ અને જેતપુર તાલુકામાં 24 કલાક ધમધમી રહેલાં ભેળસેળિયા ડિઝલ પંપથી સમગ્ર રાજકોટ ગ્રામ્ય પોલીસ (Rajkot Rural Police) પૂરેપૂરી રીતે વાકેફ હતી. જિલ્લા પોલીસની એજન્સીએ આપેલા મૌખિક ફરમાન બાદ એક પણ પોલીસ કર્મચારી-અધિકારીએ ગેરકાયેદસર પંપ સંચાલકો પાસે હપ્તો માગવાની વાત તો દૂર રહી, પરંતુ ચા-પાણી કરવા માટે પણ પોલીસ પંપ પર ફરકતી ન હતી.

ખાખી-ખાદીની સંડોવણી, ભીનું સંકેલાશે

ભેળસેળિયા ડિઝલનું રેકેટ છેલ્લાં કેટલાંય વર્ષોથી સૌરાષ્ટ્રમાં ચાલી રહ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લાની વાત કરી એ તો, સ્થાનિક પોલીસથી લઈને નેતા સુધીના સૌ કોઈ ડિઝલ રેકેટ (Diesel Racket) થી વાકેફ હતા. રાજકોટ જિલ્લા પોલીસ (Rajkot Rural Police) ના ઉચ્ચ અધિકારીની ગેરકાયેદસર ડિઝલ પંપમાં ભાગીદારી હોવાની વાતો ચર્ચાય છે. સ્થાનિક નેતાના ભાઇ સમગ્ર કૌભાંડના સૂત્રધાર છે અને ભેળસેળિયું ડિઝલ કચ્છના એક બંદરેથી આવતું હોવાની એક વાત સામે આવી રહી છે. શક્તિશાળી નેતાના ભાઇ અને ઉચ્ચ પોલીસ અધિકારીની ભાગીદારીમાં ચાલતા આ કૌભાંડની તપાસ હવે Rajkot Police કરશે. SMC એ પાડેલા દરોડા બાદ નોંધાયેલી ફરિયાદની તપાસમાં ભીનું સંકેલાઈ જશે તેવી સૌને ગળા સુધીની ખાતરી છે.

આ પણ  વાંચો - ​Spa : સ્પાની મહિલા કર્મચારી સાથે વાંધો પડતા કુખ્યાત પોલીસવાળાએ ફટકારી

આ પણ  વાંચો - Gujarat ACB : વ્યાજખોરના ઈશારે PI પટેલે સટ્ટાનો કેસ કર્યો અને તોડ પણ…

આ પણ  વાંચો - NASA : ચેતજો આજે…વિમાનના કદનો લઘુગ્રહ…!

Tags :
Adulterate DieselBankim PatelBioDieselCash Counting MachineDiesel RacketGondal B Division Police StationGujarat FirstJournalist Bankim PatelRajkot districtrajkot policeRajkot Rural PoliceSMCState Monitoring CellTeam SMCVirpur Police Station
Next Article