Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : જાપ્તા પાર્ટી મજા કરતી રહી અને ભાજપ કાર્યકરનો હત્યારો ફરાર

Ahmedabad : અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) માટે મોન્ટુ નામદાર નામ ખૂબ જ જાણીતું છે. જૂન-2022માં અમદાવાદના ખાડીયા વિસ્તારમાં BJP ના કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબી (Rakesh aka Bobby) ના હત્યા કેસમાં સામેલ ગેમ્બલર (Gambler) મોન્ટુ સુરેશચંદ્ર ગાંધી ઉર્ફે...
04:52 PM Jun 20, 2024 IST | Bankim Patel
Kheda police kedi party involved in case

Ahmedabad : અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) માટે મોન્ટુ નામદાર નામ ખૂબ જ જાણીતું છે. જૂન-2022માં અમદાવાદના ખાડીયા વિસ્તારમાં BJP ના કાર્યકર રાકેશ મહેતા ઉર્ફે બોબી (Rakesh aka Bobby) ના હત્યા કેસમાં સામેલ ગેમ્બલર (Gambler) મોન્ટુ સુરેશચંદ્ર ગાંધી ઉર્ફે નામદાર સહિત 6 લોકોની ધરપકડ થઈ હતી. જે કેસમાં મોન્ટુ જેલવાસ ભોગવી રહ્યો છે. Montu Namdar ફરી એક વખત ફરાર થઈ ગયો છે. આ વખતે પોલીસ જાપ્તા પાર્ટીને થાપનારા મોન્ટુ નામદાર સામે PSI એ અસલાલી પોલીસ સ્ટેશન (Aslali Police Station) માં ગુનો નોંધાવ્યો છે. મોન્ટુ નામદારે કેવી રીતે જાપ્તા પાર્ટીને થાપ આપી જાણો આ અહેવાલમાં...

કોણ છે મોન્ટુ નામદાર ?

મોન્ટુ ગાંધી ઉર્ફે મોન્ટુ નામદાર, આ નામ ગેમ્બલીંગની દુનિયામાં જાણીતું છે. જુગાર રમવાના શોખીન તેમજ જુગારના અડ્ડાના હપ્તા ખાનારા પોલીસ અધિકારીઓ, આ તમામ મોન્ટુ નામદારને ઓળખે છે. હપ્તાખાઉ પોલીસ અધિકારીઓને ખિસ્સામાં લઈને ફરતો મોન્ટુ નામદાર અસલાલી સર્કલ (Aslali Circle) પાસે આવેલા ગામડી ખાતે ફાર્મ હાઉસ ધરાવે છે. નામદાર ફાર્મ હાઉસમાં અમદાવાદમાં નોકરી કરી ચૂકેલાં DySP, PI, PSI અને વહીવટદારો અનેક વખત મોજ-મજા માણી ચૂક્યાં છે. ગેમ્બલિંગના બેરોકટોક ધંધામાં મોન્ટુનું કદ વધતા તેણે રાયપુર વિસ્તારમાં અનેક મિલકતો ખરીદી લીધી અને ધાક જમાવવાનું પણ શરૂ કરી દીધું. જૂન-2022માં મોન્ટુએ સાગરિતો સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર (BJP Worker) રાકેશ મહેતા ઉર્ફે બોબીની અંગત અદાવતમાં હત્યા કરી નાંખી.

 

પેરોલ જમ્પ મોન્ટુ વર્ષ 2023માં ઝડપાયો

હત્યા કેસમાં મોન્ટુ નામદારની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) વર્ષ 2022ની તારીખ 15 જૂનના રોજ ધરપકડ કરી હતી અને તપાસ બાદ જેલ હવાલે કરાયો હતો. સાબરમતી જેલ (Sabarmati Jail) માં રહેલા મોન્ટુ નામદારે જેલ સત્તાધીશોને રૂપિયાનો ભોગ ધરાવી જાન્યુઆરી-2023માં બિલોદરા જેલ ટ્રાન્સફર કરાવી લીધી હતી. વર્ષ 2023ના જુલાઈ મહિનામાં મોન્ટુ નામદારને ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) 14 દિવસના પેરોલ મંજૂર કર્યા હતા. 14 દિવસના પેરોલ પૂર્ણ થતાં મોન્ટુ નામદાર જેલ ખાતે હાજર થયો ન હતો. ગત 15 સપ્ટેમ્બરના રોજ વૉન્ટેડ મોન્ટુ ખાડીયા (Khadia) વિસ્તારમાં સવારની પહોરમાં આંટાફેરા કરતા CCTV માં કેદ પણ થયો હતો. સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં અમદાવાદ પોલીસ (Ahmedabad Police) હરકતમાં આવી હતી. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે (Cyber Crime Branch Ahmedabad) મોન્ટુ ઉર્ફે નામદારને ઑક્ટોબર-2023મના રાજસ્થાન ખાતેથી ઝડપી લઈ જેલ હવાલે કર્યો હતો.

6 કલાક બાદ મોન્ટુ ફરાર થયાની જાણ કરાઈ

ખેડા પોલીસ (Kheda Police) હેડ કવાટર્સ રિર્ઝવ પીએસઆઈ દર્શનકુમાર બાબુભાઇ પરમારે ફરાર મોન્ટુ નામદાર સામે અસલાલી પોલીસને ફરિયાદ આપી છે. ફરિયાદમાં PSI પરમારે જણાવ્યું છે કે, 19 જૂનના સવારે 10 વાગે મોન્ટુ નામદારને જાપ્તામાં લઈને નડિયાદ બિલોદરા જેલ (Bilodara Jail) થી અમદાવાદ આવવા પોલીસ કારમાં નીકળ્યા હતા. પીએસઆઈ પરમાર ઉપરાંત જાપ્તામાં કોન્સ્ટેબલ પ્રવિણસિંહ, યશરાજસિંહ અને આઉટ સોર્સ ડ્રાઈવર અલ્પેશ ડાભી સામેલ હતા. 11.15 કલાકે અમદાવાદ સિટી સિવિલ સેશન્સ કોર્ટ (City Civil Sessions Court Ahmedabad) નંબર 8માં મોન્ટુ નામદારને રજૂ કર્યો હતો. ત્યારબાદ સાંજે સવા પાંચેક વાગે કેદી Montu Namdar ને લઈને જાપ્તા પાર્ટી રિવરફ્રન્ટ (Riverfront) દાણીલીમડા, નારોલ થઈને અસલાલી પહોંચ્યા હતા. આ સમયે મોન્ટુએ વારંવાર પેશાબ કરવાનું કહેતા સાડા છએક વાગે Ahmedabad શહેરના છેવાડે અસલાલી સર્કલ પાસે પોલીસ કાર રોકી કેદીને નીચે ઉતાર્યો હતો. ટ્રકની આડમાં પેશાબ કરી રહેલો મોન્ટુ નામદાર નજર ચૂકવી ગમે તે રીતે ત્યાંથી ભાગી ગયો હતો. મોન્ટુ નામદાર ફરાર થઈ જતાં કેદી જાપ્તાએ શોધખોળ કરી હતી. અત્રે નોંધનીય છે કે, રાત્રિના સાડા બાર વાગે અસલાલી પોલીસને હત્યા કેસનો કાચા કામનો એક કેદી મોન્ટુ નામદાર ફરાર (Wanted Montu Namdar) થઈ ગયો હોવાની જાણ કરાઈ હતી.

 

ગામડી ફાર્મમાંથી મોન્ટુ નામદાર ફરાર ?

અમદાવાદ કોર્ટ મુદ્દતમાં આવતી-જતી વખતે મોજ-મજા કરવા મળે તે હેતુથી જાન્યુઆરી-2023માં સાબરમતી જેલથી નડિયાદ બિલોદરા જેલ ટ્રાન્સફર કરાવી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર ગઈકાલે બુધવારે સાંજે પાંચેક વાગ્યાના સુમારે જાપ્તા પાર્ટી Montu Namdar ને લઈને ગામડી ખાતેના નામદાર ફાર્મ (Namdar Farm Gamdi) ખાતે આવી હતી. ફાર્મ ખાતે ખાવા-પીવાની વ્યવસ્થા ગોઠવાયેલી હોવાથી જાપ્તા પીએસઆઈ સહિતનો સ્ટાફ તેમાં વ્યસ્ત થઈ ગયો હતો. ત્રણેક કલાક સુધી ફાર્મ ખાતે પાર્ટી ચાલતી રહી હોવાનું જાણવા મળ્યું છે. મોન્ટુ નામદાર ફાર્મ ખાતેથી નાસી ગયો હોવાની જાપ્તા પાર્ટીના એક પોલીસ કર્મચારીને ગંધ આવતા સૌના હોશ ઉડી ગયા હતા. મોન્ટુ નામદાર પાછો આવી જાય તે માટે જાપ્તા પીએસઆઈએ ખૂબ પ્રયાસ કર્યા હતા અને આખરે મધ્ય રાત્રિના અસલાલી પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, ઑક્ટોબર-2022માં સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) ગેમ્બલરના ત્યાં પાડેલા દરોડા દરમિયાન પીએસઆઈ દર્શન બી. પરમાર (PSI B D Parmar) ઝડપાયા હતા. આ મામલે તેમને ખેડા DSP રાજેશ ગઢીયા (Rajesh Gadhia) એ સસ્પેન્ડ પણ કર્યા હતા.

આ પણ  વાંચો  - જે ઘટના બની નથી તેની FIR, ધરપકડ અને આરોપીઓ જેલમુક્ત

આ પણ  વાંચો  - ACB Gujarat : કેપ્ટન અજય ચૌહાણ એવિએશન કંપનીનો માલિક હોવાનો ઘટસ્ફોટ

આ પણ  વાંચો  - Ahmedabad: શહેરમાં માત્ર 24 કલાકમાં હત્યાના બે બનાવ, ત્રણ લોકોના થયા મોત

Tags :
AhmedabadAhmedabad City PoliceAhmedabad Crime BranchAhmedabad PoliceAslali CircleBankim PatelBilodara JailBJP WorkerCity Civil Sessions Court AhmedabadCyber Crime Branch AhmedabadDSP Rajesh GadhiaGambler Montu NamdarGujarat FirstGujarat High CourtJournalist Bankim PatelKhadiakheda policeNamdar Farm GamdiPSI B D ParmarRakesh aka BobbyRiverFrontSabarmati JailState Monitoring CellWanted Montu Namdar
Next Article