Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Goa Government સાથે છેતરપિંડી કરનારા મહાઠગ દિપક શાહ સામે અનેક કેસ

Goa Government : Reliance ના સર્વેસર્વા મુકેશ અંબાણી (Mukesh Ambani) સુધી પહોંચી જઈ ફોટો પડાવનારા દિપક ચંદ્રકાંત શાહ (Dipak Shah) અનેક કારનામાઓને અંજામ આપી ચૂક્યો છે. મહાઠગ દિપક શાહ સામે CBI, Goa Police, Gujarat Police સહિત અનેક સરકારી ચોપડે દેશભરમાં...
02:29 PM May 03, 2024 IST | Bankim Patel
Dipak Shah who has cheated government and so many people

Goa Government : Reliance ના સર્વેસર્વા મુકેશ અંબાણી (Mukesh Ambani) સુધી પહોંચી જઈ ફોટો પડાવનારા દિપક ચંદ્રકાંત શાહ (Dipak Shah) અનેક કારનામાઓને અંજામ આપી ચૂક્યો છે. મહાઠગ દિપક શાહ સામે CBI, Goa Police, Gujarat Police સહિત અનેક સરકારી ચોપડે દેશભરમાં કેસ નોંધાયેલા છે. કરોડો રૂપિયાની ઠગાઈ કરનારા આ ઠગ સામે ગોવા સરકાર (Goa Government) પણ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી ચૂકી છે. દિપક ચંદ્રકાંત શાહ ઉર્ફે DCS ના કારનામાઓ જાણવા વાંચો આ અહેવાલ...

 

વર્ષ 2016માં દિપક શાહ CBI ના ચોપડે ચઢ્યો

આણંદ બાકરોલ રોડ પર રહેતા મૂળ રાજસ્થાનના દિપક સી. શાહ અને જગદીશ નાથાલાલ શાહે યુનિયન બેંક ઑફ ઈન્ડિયા (Union Bank of India) આણંદ શાખામાંથી વર્ષ 2011માં 125 ટ્રક પેટે કરોડો રૂપિયાની લૉન મેળવી હતી. સીઆરએસ લૉજિસ્ટિક પ્રા.લી. (CRS Logistics Pvt Ltd) ના ભાગીદાર શાહ બંધુ અને રિશિતા ઑટો ક્રાફટના રાજેશ શર્માએ ગુનાહિત કાવતરૂં રચી લૉનના કરોડો રૂપિયા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ મામલે CBI Mumbai ખાતે યુનિયન બેંકના DGM અશોક ધબાઈએ ફરિયાદ આપી હતી. જે મામલામાં CBI એ વર્ષ 2016ની 12 જાન્યુઆરીના રોજ IPC 420, 467, 468, 471 અને 120-બી હેઠળ ખોટા દસ્તાવેજો બનાવી કાવતરૂં રચી 38.53 કરોડની છેતરપિંડી આચરી હોવાનો ઠગ ટોળકી સામે ગુનો નોંધ્યો હતો.

યુનિયન બેંકનો 38.53 કરોડનો ચૂનો લગાવનારા ડિફોલ્ટર

સીઆરએસ લૉજિસ્ટિક પ્રા.લી.ના ભાગીદાર શાહ બંધુઓએ વર્ષ 2015 આસપાસ સવાસો જેટલી ટ્રક પેટે કરોડો રૂપિયાની લૉન બેંકમાંથી મેળવી હતી. Union Bank માંથી મેળવાયેલી લૉનના હપ્તા નહીં ભરાતા CBI Case બાદ દિપક સી. શાહ અને જગદીશ નાથાલાલ શાહ (Jagdish Shah) ને મે-2019માં વીલફૂલ ડિફોલ્ટર (Wilful Defaulter) જાહેર કરતી અખબારોમાં જાહેર નોટિસ આપી હતી.

મહાઠગે ગોવા સરકારને પણ ના છોડી

Goa પાસેના ડોના પૌલા (Dona Paula) ખાતે કન્વેન્શન સેન્ટરના બાંધકામ માટે Public-Private Partnership (PPP) હેઠળ મહાઠગ દિપક અને તેના સાગરિત પ્રસાદ હિંગેએ ત્રણેક વર્ષ અગાઉ બોલી લગાવી હતી. કન્વેન્શન સેન્ટરના બાંધકામ માટે ગોવા સરકાર (Goa Government) માં દિપક શાહ અને પ્રસાદ હિંગે ICICI Bank ની રૂપિયા 16.22 કરોડની ગેરંટી આપી હતી. Goa Government એ તપાસ કરતા બેંક ગેરંટી બનાવટી (Fake Bank Guarantee) સરકારને પધરાવી હોવાની જાણ થઈ હતી. જેના પગલે ગોવા સરકારે ઠગ બંધુઓ સામે કાર્યવાહી કરવા પોલીસને આદેશ આપ્યો હતો. જેના પગલે DCS Solar Energy Limited ના દિપક શાહ તેમજ Vascon Engineers Limited ના પ્રસાદ હિંગે સામે ગોવા ક્રાઈમ બ્રાંચે (Goa Crime Branch) એપ્રિલ-2022માં ગુનાહિત કાવતરૂં રચવાનો તેમજ ખોટા દસ્તાવેજો રજૂ કરવાનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અંદાજે 41 કરોડનો ચૂનો રોકાણકારોને ચોપડ્યો

મહાઠગ દિપક શાહે વર્ષ 2020માં તેના મળતીયાઓ થકી સુરતના લોકોને ઠગવાની શરૂઆત કરી હતી. એવર ગ્રો ઈન્વેસ્ટર્સ કંપનીના નામે 4 ટકા ખાતરીપૂર્વકનું ઉંચુ વળતર આપવાની લાલચ આપી અંકિત જણકાટ (રહે. જહાંગીરપુરા, સુરત) સહિતના રોકાણકારોને ફસાવી લાખો રૂપિયા એકઠાં કર્યા હતા. ઠગ ટોળકીએ કેટલાંક મહિના સુધી વળતર આપ્યા બાદ ચૂકવણી બંધ કરી દીધી હતી અને બહાનાઓના વાયદા શરૂ કર્યા હતા. આ મામલે અંકિત જણકાટ સહિતના ભોગ બનનારાઓએ 13.32 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની સુરત આર્થિક ગુના નિવારણ શાખા (Surat EOW) ને સપ્ટેમ્બર-2022માં ફરિયાદ આપી હતી. ફરિયાદમાં હિરેન જોગાણી, દિપક શાહ, કેતન સોલંકી અને રિયાઝ પઠાણને આરોપી દર્શાવાયા હતા. સુરત પોલીસ (Surat Police)ની ફરિયાદમાં દર્શાવ્યા અનુસાર દિપક શાહ અને તેની ટોળકીએ અંદાજે 41 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે.

વાંચો આવતીકાલે ભાગ 3 - જનમટીપના કેદી નારાયણ સાઈને ભગાડવાના કાવતરામાં સામેલ હતો મહાઠગ

 

આ  પણ  વાંચો - PDEU : ઉદ્યોગપતિ Mukesh Ambani સુધી પહોંચનારા મહાઠગની ફરી ધરપકડ

આ  પણ  વાંચો - Gujarat Government : વર્ષોથી અટવાયેલા લાંચીયા અધિકારીઓના કેસ અદાલતમાં શરૂ થશે

આ  પણ  વાંચો - Gujarat First Conclave 2024 : આજે મહેસાણાથી ગુજરાતી મીડિયા ઈતિહાસનો બીજો સૌથી મોટો કૉન્ક્લેવ, અહીં જુઓ Live

Tags :
Bankim PatelCBICBI CaseCBI MumbaiCRS Logistics Pvt LtdDCSDCS Solar Energy Limiteddeepak shahDipak ShahDona PaulaFake Bank GuaranteeGoaGoa Crime BranchGoa GovernmentGoa PoliceGujarat FirstGujarat PoliceICICI BankJagdish ShahJournalist Bankim Patelmukesh ambaniPublic-Private PartnershipRelianceSurat EOWSurat PoliceUnion BankUnion Bank of IndiaVascon Engineers LimitedWilful Defaulter
Next Article