Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Padra : તાડી પ્રકરણમાં હત્યા બાદ પણ દારૂના ધંધા ચાલુ, SMC ની રેડ

Padra : ફલાણી જગ્યાએથી સવા કરોડનો દારૂ પકડાયો, ફલાણેથી લાખોનો દારૂ અને ઢગલાબંધ વાહનો જપ્ત થયા. ગુજરાતમાં નશાબંધીનો કહેવાતો કડક કાયદો અમલમાં છે અને તેના પૂરાવા સમાચારોમાં જોવા મળે છે. દારૂના બેખૌફ ધંધા ચલાવતા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી નહીં કરવાની...
04:32 PM Mar 25, 2024 IST | Bankim Patel
Despite the code of conduct in Gujarat, liquor business is rampant

Padra : ફલાણી જગ્યાએથી સવા કરોડનો દારૂ પકડાયો, ફલાણેથી લાખોનો દારૂ અને ઢગલાબંધ વાહનો જપ્ત થયા. ગુજરાતમાં નશાબંધીનો કહેવાતો કડક કાયદો અમલમાં છે અને તેના પૂરાવા સમાચારોમાં જોવા મળે છે. દારૂના બેખૌફ ધંધા ચલાવતા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી નહીં કરવાની ઢીલાશ કે ગોઠવણના કારણે તંત્ર ખાડે ગયું છે. આ નીતિ રીતિના કારણે અધિકારીઓ ભ્રષ્ટાચારમાં પણ બેફામ બની ગયાં છે. Vadodara જિલ્લાનું પાદરા (Padra) છેલ્લાં કેટલાંક દિવસોથી ચર્ચામાં હતું અને SMC ની રેડ બાદ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. Padra પીઆઈ એલ. બી. તડવી (PI L B Tadvi) સામે ક્યારે અને કેવાં પગલાં લેવાય છે તે તો આગામી દિવસોમાં ખબર પડશે.

તાડી પ્રકરણમાં થયેલી હત્યાને છુપાવવાનો પ્રયાસ

Vadodara ગ્રામ્યની હદમાં પાદરા પોલીસ સ્ટેશન (Padra Police Station) ની હદમાં વિદેશી-દેશી દારૂ અને તાડીના સ્ટેન્ડ ખુલ્લેઆમ ચાલતા હોવાની ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી થઈ નહીં. Padra તાલુકાના ડભાસ ગામે તાડીના બાકી રૂપિયાની ઉઘરાણીમાં બુટલેગરે વિકાસ પાટણવાડીયા નામના યુવકની હત્યા કરી નાંખી. વિકાસના ભાઈ કિરીટ અને પિતરાઈઓ પર હુમલો પણ કર્યો. આ સમગ્ર મામલામાં પાદરા પોલીસે (Padra Police) હત્યાનો ગુનો તો નોંધ્યો, પરંતુ FIR માં તાડીના ગેરકાયદેસર ધંધાના કારણે ખૂન થયું હોવાની વાત છુપાવી. જો કે, ફરિયાદમાં રમત રમનારા Padra PI લાલજીભાઈ ભાઈજીભાઈ તડવીની ઉચ્ચ કક્ષાએ તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

તાડી પ્રકરણ બાદ SMC ની રેડમાં લાખોનો દારૂ પકડાયો

Padra માં તાડી પ્રકરણમાં હત્યા થયા બાદ દારૂના ધંધા ધમધમી રહ્યાં છે. તેનું ઉત્તમ ઉદાહરણ SMC ની રેડ છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ આર. બી. ઝાલા (PSI R B Zala) એ ટીમ સાથે મળીને વડોદરા ગ્રામ્ય પોલીસ (Vadoadara Rural Police) ના પાદરા પોલીસ સ્ટેશનની હદમાં દરોડો પાડી મહિલા બુટલેગર શાંતાબહેન મકવાણા સહિત 4 શખ્સોને ઝડપ્યા છે. Team SMC ને સ્થળ પરથી 2381 IMFL બોટલ (કિંમત 3.48 લાખ) ની મળી આવી છે. બુટલેગર શાંતાબહેનના પુત્ર આશિષ સહિત બે આરોપીને ફરાર દર્શાવાયા છે.

હોળી-ધૂળેટીમાં બુટલેગરોની સાથે પોલીસ પણ માલામાલ

છેલ્લાં ત્રણ દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) ના SP નિર્લિપ્ત રાય (Nirlipt Rai IPS) ની ટીમોએ તરખાટ મચાવ્યો છે. મહેસાણા જિલ્લાના બાવલુ પોલીસ સ્ટેશન (Bavlu Police Station) અને મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશન (Mahesana A Division Police Station) ની હદમાંથી 6.64 લાખ રૂપિયાનો દારૂ પકડ્યો છે. ગાંધીનગરના રખિયાલ પોલીસ સ્ટેશન (Rakhiyal Police Station) ની હદમાંથી 1.84 લાખનો IMFL, અરવલ્લીના માલપુર પોલીસ સ્ટેશન (Malpur Police Station) ની હદમાંથી 37.84 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. જ્યારે વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશન (Panigate Police Station) ની હદમાં IMFL કટીંગ કરતા આરોપીઓને જથ્થા સાથે પકડ્યા છે.  SMC ના દરોડા પરથી એ વાત તો નક્કી છે કે, આચારસંહિતા અમલમાં અને નશાબંધી કાયદામાં પોલીસ રોકડી કરવા છૂટછાટ આપી રહી છે.

 

આ પણ  વાંચો -Vadodara : હત્યા કેસની FIR માં પોલીસની ગોઠવણ, બુટલેગર-તાડીનો ઉલ્લેખ ટાળ્યો

આ પણ  વાંચો -- Ahmedabad : 25 કરોડની જમીન પચાવવાનો ખેલ ખેલનારા રૂપાણી સામે આખરે ફરિયાદ

આ પણ  વાંચો - SMC Raid : ગુજરાતમાં દારૂબંધી ? બે દિવસમાં 1.78 કરોડનો દારૂ મળ્યો

 

Tags :
Bankim PatelBankim Patel JournalistBavlu Police StationFIRGujarat FirstIMFLMahesana A Division Police StationMalpur Police StationNirlipt Rai IPSPadraPadra PolicePadra Police StationPanigate Police StationPI L B TadviPSI R B ZalaRakhiyal Police StationSMCState Monitoring CellTeam SMCVadoadara Rural PoliceVadodara
Next Article