Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ACB Decoy : સુરતમાં ટ્રાફિક જવાન લાંચ લેતા ઝડપાયો, રાજ્યભરમાં રોજ લાખો રૂપિયાનો તોડ

રાજ્યભરમાં વાહન ચાલકો ખરાબ રોડ રસ્તાથી જેટલાં પરેશાન છે તેનાથી વધુ ટ્રાફિક પોલીસ (Traffic Police) ની તોડબાજીથી ત્રસ્ત છે. યેનકેન પ્રકારે વાહન ચાલકોને રોકીને તોડબાજી કરવાની પ્રથા છેલ્લાં કેટલાય દસકોથી ચાલી આવી છે. ટ્રાફિક શાખાના ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓ દ્ધારા ચાલતી આ...
acb decoy   સુરતમાં ટ્રાફિક જવાન લાંચ લેતા ઝડપાયો  રાજ્યભરમાં રોજ લાખો રૂપિયાનો તોડ

રાજ્યભરમાં વાહન ચાલકો ખરાબ રોડ રસ્તાથી જેટલાં પરેશાન છે તેનાથી વધુ ટ્રાફિક પોલીસ (Traffic Police) ની તોડબાજીથી ત્રસ્ત છે. યેનકેન પ્રકારે વાહન ચાલકોને રોકીને તોડબાજી કરવાની પ્રથા છેલ્લાં કેટલાય દસકોથી ચાલી આવી છે. ટ્રાફિક શાખાના ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓ દ્ધારા ચાલતી આ તોડબાજીની રકમ મોટા સાહેબો (IPS) સુધી પહોંચે છે. એક અંદાજ અનુસાર રાજ્ય સરકાર (Gujarat Government) ની તિજોરીને પ્રતિ દિન લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. સરકારના મંત્રીથી લઈને સંત્રી સુધી સૌ કોઈ આ તોડબાજીથી સંપૂર્ણ રીતે વાકેફ છે.

Advertisement

ACB એ સુરતમાં ટ્રાફિક જવાનને પકડયો

સુરત શહેર (Surat City) રીંગ રોડ પર મીલેનીયમ માર્કેટ સામે ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને નિયમભંગના નામે રોકી તોડ કરે છે. આવી હકિકત સુરત એસીબી (Surat ACB) ના પીઆઈ કે.જે.ધડુક (PI K J Dhaduk) ને મળી હતી.ટ્રાફિક પોલીસના જવાન અને TRB જવાનો વાહન ચાલકોને દંડ પેટે મોટી રકમ ભરવાનો ડર બતાવી 100 રૂપિયાથી 3 હજાર સુધીની રકમ પડાવે છે. જેથી પીઆઈ ધડુકે એક વાહન ચાલકની મદદથી ડીકોય ગોઠવી હતી. વાહન ચાલકને કમેલા દરવાજા પાસે ટ્રાફિક જવાન (LRD) ભાવેશ ખેંગારભાઈ દેસાઈએ રોકી પંચો રૂબરૂ નિયમભંગના બહાને દંડની વાત કરી 1 હજારની લાંચ માગી મેળવી લીધી. LRD ભાવેશ દેસાઈએ દંડની રકમ પેટે કોઈ પહોંચ-રસીદ નહીં આપતા ACB ની ટીમે તેને ઝડપી લઈ કાર્યવાહી કરી છે.

Advertisement

TRB નો ઉપયોગ ભ્રષ્ટાચાર માટે

છેલ્લાં કેટલાંક વર્ષોથી ટ્રાફિક પોલીસની મદદ માટે રાજ્યના શહેરી વિસ્તારોમાં TRB જવાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ટ્રાફિક શાખાના અધિકારી-કર્મચારીઓ TRB જવાન પાસે વાહન નિયમનની ફરજ બજાવવા ના બદલે ઉઘરાણા કરવામાં વધુ કરે છે. વર્ષો અગાઉ ભ્રષ્ટ ટ્રાફિક જવાન-અધિકારી સીધે સીધી લાંચ લેતાં હતાં, હવે લાખો રૂપિયાની લાંચ ઉઘરાવવા માટે TRB જવાનોનો ઉપયોગ થઈ રહ્યો છે. TRB જવાનની ભરતીથી લઈને તેમને હાંકી કાઢવાની બનેલી ઘટનાઓમાં પણ લાંચ મહત્વની ભૂમિકા ભજવે છે.

Advertisement

દંડ કોણ લઈ શકે ?

નિયમાનુસાર ટ્રાફિકનો દંડ વસૂલવાની સત્તા હેડ કોન્સ્ટેબલ, ASI, PSI અને PI ને છે. હેડ કોન્સ્ટેબલ કે તેમનાથી ઉપરના હોદ્દાના અધિકારી સ્થળ પર નજીકમાં હાજર હોય અને કોઈ કાર્યવાહીમાં વ્યસ્ત હોય ત્યારે જ કોન્સ્ટેબલ અને LRD દંડ વસૂલી પહોંચ આપી શકે છે.

TRB ની વાસ્તવમાં જવાબદારી

TRB જવાનની ફરજમાં માત્રને માત્ર ટ્રાફિક નિયમનની જવાબદારી નક્કી કરવામાં આવી છે. જો કે, રાજ્યભરમાં મોટાભાગના TRB જવાનો ખૂણેખઆંચરે ઉભા રહીને વાહન ચાલકોને રોકીને નિયમભંગનો મોટો દંડ ભરવાની ધમકી આપી તોડ કરે છે. ભૂતકાળમાં અનેક શહેરોમાં TRB જવાનો દ્ધારા લૂંટ ચલાવાતી હોવાની ફરિયાદો અને વાયરલ થયેલા વીડિયો (Viral Video) ને લઈને મોટાપાયે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો-વિદેશી ધરતી પર ગુજરાતીનો જલવો, જાણો GT20 કેનેડા લીગમાં મોન્ટ્રીયલ ટાઈગર્સ ટીમના માલિક આશિષ પરીખ વિશે

Tags :
Advertisement

.