Gujarat Government : બદલી કરી કથિત આરોપી IAS IPS અધિકારીઓને બચાવી લીધાં ?
Gujarat Government : ગમે તેવો સળગતો મામલો હોય તેનો સરળ ઉકેલ લાવવા માટે ભાજપ સરકાર (BJP Government) ની કાબેલિયતને દાદ આપવી પડે તેમ છે. પ્રજાના રોષને ઠારવા માટે લેવામાં આવતા નિર્ણયો ક્ષણિક, પરંતુ ભરપૂર આનંદ આપે છે. ભ્રષ્ટાચારથી ખદબદતા બેકાબૂ સરકારી તંત્રને લગામ નાંખવામાં નિષ્ફળ રહેલી ગુજરાત સરકાર (Gujarat Government) બદલી અને ફરજમોકૂફીના પગલાં લઈ જનતા જર્નાદન અને અદાલતોને મનાવી લે છે. રાજકોટનો કમિશનકાંડ હોય કે બોટાદ-અમદાવાદનો લઠ્ઠાકાંડ કે પછી મોરબી ઝૂલતા પૂલની દુર્ઘટના કે વડોદરા હરણી બોટકાંડ આવા કેટલાંય કાંડ પર પરદો પડી ગયો છે. રાજકોટના અગ્નિકાંડમાં નાની માછલીઓને સસ્પેન્ડ અને મોટા મગર મચ્છોની બદલી કરવાના નિર્ણયને લઈને ભારે ચર્ચાઓ ઊઠી છે.
IAS IPS અધિકારીઓની બદલીનો ખેલ
રાજકોટ શહેરના અગ્નિકાંડ માટે જવાબદાર મનાતા ઉચ્ચ અધિકારીઓની બદલી સૂચવે છે કે, ગુજરાત સરકારે (Gujarat Government) તેમને પ્રાથમિક દ્રષ્ટીએ જ દોષિત માન્યાં છે. રાજકોટ પોલીસ કમિશનર (Rajkot Police Commissioner) રાજુ ભાર્ગવ (Raju Bhargava IPS) રાજકોટ મ્યુનિસિપલ કમિશનર (Rajkot Municipal Commissioner) આનંદ પટેલ (Anand Patel IAS) રાજકોટના અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી (Vidhi Choudhary IPS) અને ડેપ્યુટી પોલીસ કમિશનર સુધીર દેસાઈ (Sudhir Desai IPS) ને સ્થાન પરથી હટાવી દેવાયાં છે. સાથે જ ચારેય ઉચ્ચ અધિકારીઓને નિમણૂકની પ્રતિક્ષા (Waiting for Posting) હેઠળ મુકવામાં આવ્યાં છે. પ્રાથમિક રીતે દોષિત જણાતા આ અધિકારીઓ પૈકી કેટલાંક સીધી રીતે અગ્નિકાંડ માટે જવાબદાર છે તો તેમની સામે સસ્પેન્શનના પગલાં લેવામાં Gujarat Government ને કયા અવરોધ નડે છે. Gujarat Government નો ભૂતકાળ જોતા આગામી દિવસોમાં આ અધિકારીઓને ધીમે રહીને સાચવી લેવાશે તેવી ચર્ચા ઊઠી છે.
સરકારે ભૂતકાળમાં કાઢેલા સરળ ઉકેલ
ભાજપ ધારાસભ્ય (BJP MLA) ની ફરિયાદ બાદ કમિશનકાંડમાં તત્કાલિન રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Manoj Agarwal IPS) ની જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ ચોકી (Junagadh PTS) ખાતે બદલી કરી દેવાઈ. Morbi ઝૂલતા પુલ દુર્ઘટનામાં નગરપાલિકાના સસ્પેન્ડેડ ચીફ ઑફિસર સંદીપસિંહ ઝાલા (Sandipsinh Zala) ને પોલીસ તપાસમાં છાવરી લેવાયા. Vadodara હરણી બોટકાંડમાં સમ ખાવા પૂરતી પણ કોઈ ઠોસ કાર્યવાહી ગુજરાત સરકારે (Gujarat Government) કરી નથી. બોટાદ-અમદાવાદ લઠ્ઠાકાંડમાં પણ નાના અધિકારીઓને સસ્પેન્ડ કરાયા અને બે જિલ્લા પોલીસ વડાની બદલી કરીને મામલો થાળે પાડી દેવાયો. આવા તો અનેક દાખલાં છે આ સરકારમાં.
આ પણ વાંચો - Rajkot અગ્નિકાંડ મામલામાં 2 PI સસ્પેન્ડ, મોટા અધિકારીઓને બચાવી લેવાયા ?
આ પણ વાંચો - Rajkot CP ની અગ્નિકાંડના તથ્યો છુપાવવા, આરોપીઓને બચાવવા જહેમત
આ પણ વાંચો - ACB એ નિવૃત તલાટી સહિત 2 ને લાંચ કેસમાં પકડ્યા, સર્કલ ઑફિસરની સંડોવણીની તપાસ થશે