Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tharad : વિવાદ અંજનશલાકાનો, કયા મહારાજ સાહેબને આતંકવાદી કહ્યા ?

Tharad : "ન ભૂતો ન ભવિષ્યતિ" જેવી ઘટનાએ જૈન સમાજને હચમચાવી દીધો છે. જૈન મહારાજ સાહેબ તેમના અનુયાયીઓ સાથે બનાસકાંઠા જિલ્લા (Banaskanth District) ના થરાદ (Tharad) ખાતે વિહાર કરી રહ્યાં હતા ત્યારે બનેલી ઘટનાએ સમાજને શર્મસાર કર્યો છે. Tharad થી...
tharad   વિવાદ અંજનશલાકાનો  કયા મહારાજ સાહેબને આતંકવાદી કહ્યા

Tharad : "ન ભૂતો ન ભવિષ્યતિ" જેવી ઘટનાએ જૈન સમાજને હચમચાવી દીધો છે. જૈન મહારાજ સાહેબ તેમના અનુયાયીઓ સાથે બનાસકાંઠા જિલ્લા (Banaskanth District) ના થરાદ (Tharad) ખાતે વિહાર કરી રહ્યાં હતા ત્યારે બનેલી ઘટનાએ સમાજને શર્મસાર કર્યો છે. Tharad થી 14 કિમીના અંતરે આવેલા એક ગામે દેરાસરનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ હતો. ગત 22 ફેબ્રુઆરીના ભગવાન મહાવીર સ્વામી (Bhagwan Mahavir Swami) ની પ્રતિમાને અંજનશલાકા કયા મહારાજ સાહેબ કરશે તેને લઈને બે તિથિ અને ત્રિસ્તુતિક વચ્ચે વિવાદ હતો. અંજનશલાકા સહિતનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ આ વિવાદને નહીં ભૂલેલા કેટલાંક તત્વોએ પૂર્વઆયોજીત કાવતરૂં રચીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. શું છે સમગ્ર ઘટના વાંચો આ અહેવાલમાં...ભગવાન મહાવીર અહિંસાના જીવતા જાગતા પ્રતીકજૈન ધર્મ અહિંસાના માર્ગ પર ચાલવાની શિક્ષા આપે છે.  મહાવીર સ્વામી આ ધર્મના ૨૪મા તીર્થંકર હતા અને પ્રથમ તીર્થંકર તરીકે આદેશ્વર ભગવાન (Adeshwar Bhagwan) ની ગણના થાય છે. આશરે ૨૬૦૦ વર્ષ પહેલા જન્મેલા ભગવાન મહાવીર સ્વામી અહિંસાના જીવતા જાગતા પ્રતીક હતા. જૈન ધર્મના 5 અનુરત્નો સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય અને બ્રહ્મચર્ય છે.કેમ વકર્યો વિવાદ ?થરાદ (Tharad) પાસે આવેલા જેતડા ગામે (Jetda) 45 વર્ષ પહેલાં દેરાસર બનાવાયું હતું. વાસ્તુના કારણે દેરાસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. જેતડા ગામે બે તિથિ અને ત્રિસ્તુતિક (Tristutik Jain Sangh) એમ બંને સંઘમાં માનનારા પરિવારો રહે છે. દેરાસરના જીર્ણોદ્ધાર બાદ ભગવાન મહાવીર સ્વામીની 2500 વર્ષ જુની પ્રતિમાને અંજનશલાકા (Anjanashalaka) કરવા માટે બે તિથિ ગચ્છના કીર્તિયશસુરીશ્વરજી મહારાજ સાહેબને નિમંત્રિત કરાયા હતા. ગત 22 ફેબ્રુઆરીએ યોજાનારા કાર્યક્રમ અગાઉ બંને ગચ્છ વચ્ચે સોશિયલ મીડિયા તેમજ પોસ્ટર વૉર (Poster War) ચાલ્યું હતું. મામલો થરાદ પોલીસ સ્ટેશન (Tharad Police Station) સુધી પહોંચ્યો હતો. આ વિવાદને લઈને થરાદ પોલીસને જેતડા ગામે કાયદો અને વ્યવસ્થા (Law & Order) ની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.

Advertisement

મહારાજ સાહેબને "આતંકવાદી" ગણાવી હુરિયો બોલાવ્યોજેતડા ગામે દેરાસરના (Jetda Derasar) જીર્ણોદ્ધાર બાદ ભગવાન મહાવીર સ્વામીની 2500 વર્ષ જુની પ્રતિમાને અંજનશલાકા કર્યા બાદ કીર્તિયશસુરીશ્વરજી મ.સા. (Kirtiyash Suri Swarji) વિહાર કરતા થરાદ પહોંચ્યા હતા. થરાદ ગામે ત્રિસ્તુતિક ગચ્છની બહુમતિ હોવાથી થરાદ પોલીસે (Tharad Police) બંદોબસ્ત ગોઠવ્યો હતો. જો કે, જૈન સમાજના કેટલાંક તત્વોએ પૂર્વઆયોજીત કાવતરૂં રચીને મહારાજ સાહેબ વિહારમાં નીકળ્યા ત્યારે એક મોટા ટોળાએ તેમને ઘેરી લઈ અશોભનીય ભાષાનો પ્રયોગ કરી હુરિયો બોલાવ્યો હતો. મહારાજ સાહેબને "સફેદ કપડામાં આતંકવાદી ભાગ્યો" તેવા નિમ્ન શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ ઉપરાંત ક્યારેય થરાદ (Tharad) આવવું નહીં તેવી ધમકી ટોળાએ ઉચ્ચારી હતી.ટોળું હિંસક બનતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યોવિહાર કરી રહેલાં કીર્તિયશસુરીશ્વરજી મ.સા. તેમના અનુયાયીઓ પર હિંસક હુમલો થવાની ભીતિ (Fear of Violent Attack) હોવાથી પોલીસ લાઠી સાથે બંદોબસ્તમાં રહી હતી. એક તબક્કે ટોળાને ઉશ્કેરી પ્રથમ પોલીસને નિશાન બનાવવાની કેટલાંક તત્વોએ કોશિષ કરી હતી. કેટલાંક તત્વોએ પોલીસ સાથે ઝપાઝપી કરતા હળવો લાઠીચાર્જ (Lathi Charge) કરવાની પણ ફરજ પડી હતી. આ મામલો હજી સુધી પોલીસ ચોપડે પહોંચ્યો નથી.

બે સંઘ વચ્ચેનો વિવાદ સપાટી પર આવ્યોજૈન ધર્મમાં એક તિથિ, બે તિથિ અને ત્રિસ્તુતિક એમ ત્રણ ભાગ પડેલા છે. પચાસેક વર્ષ અગાઉ એક જ ગચ્છ (સંઘ) હતો. બે તિથિ અને ત્રિસ્તુતિક વચ્ચે છેલ્લાં 15 વર્ષમાં વિવાદ (Jain Sangha Controversy) વકર્યો છે. વિવાદ પાછળનું કારણ જૈન સમાજ પર વર્ચસ્વ ધરાવવાનું છે. થરાદ ખાતે થયેલી એક મીટિંગમાં બે તિથિને ઉધઈ ગણાવી અને સમસ્ત બે તિથિ સમાજનો બહિષ્કાર કરવાની ચર્ચા થઈ છે. અત્યાર સુધી બે સંઘ વચ્ચેનો વિવાદ ક્યારેય જાહેર થયો ન હતો. થરાદ જૈન સમાજ (Tharad Jain Samaj) ના કેટલાંક તત્વોએ વિહાર સમયે મહારાજ સાહેબ સાથે કરેલું અશોભનીય વર્તન અને તેના વાયરલ થયેલા વિડીયો (Viral Video) આખા સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement

આ  પણ  વાંચો - THARAD : વિવાદ સવા બસ્સો કિમી દૂરનો, ફરિયાદ અમદાવાદમાં નોંધાઈ

આ  પણ  વાંચો -MUNDRA ADANI PORT : 1 લાખની લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા

Advertisement

Tags :
Advertisement

.