Kheda Police : PI ક્વાટર્સમાં દારૂની મહેફિલ અને મારામારી, 3 PI સામે કાર્યવાહી
Kheda Police : Gujarat માં દારૂબંધી (Prohibition of Alcohol) ની વાતો માત્ર કાગળ પર જ છે અને કહેવા પૂરતી કાર્યવાહી થઈ રહી છે. દારૂને લઈને ગુજરાત પોલીસ (Gujarat Police) હંમેશા વિવાદમાં રહી છે. તાજેતરમાં વાયરલ થયેલા એક વિડીયો (Viral Video) ના દ્રશ્યોએ ખેડા પોલીસ (Kheda Police) ને મોંઢુ બતાવવા જેવી રાખી નથી. ખેડા જિલ્લા (Kheda District) ના મુખ્ય મથક નડિયાદ (Nadiad) ખાતે બનેલી ઘટનાએ સમગ્ર Gujarat Police ની આબરૂને દાવ પર લગાવી દીધી છે. આ કોઈ નવી ઘટના નથી. ભૂતકાળમાં પોલીસ અધિકારી-કર્મચારી દારૂના નશામાં ધૂત થઈ ગયા હોય, મારામારી કરી હોય તેવી અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે. Kheda Police ની Viral Video માં હાજરી અને ત્યારબાદ તેમજ અગાઉ બે PI સામે કરવામાં આવેલી કાર્યવાહી પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. જાણો સમગ્ર હકિકત...
શું છે વાયરલ વિડીયોનું સત્ય ?
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં ખેડા જિલ્લા પોલીસ (Kheda Police) ના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર સહિત કુલ 6 જણા દેખાય છે. જ્યારે એક વ્યક્તિ અન્ય ઘટના સ્થળે હાજર છે. ડાઈનીંગ ટેબલ પર ચાલી રહેલી કથિત દારૂની મહેફિલ દરમિયાન બે જણા કોઈ વાતને લઈને ઝગડી પડે છે અને ગાળો સાથે મારામારી પર ઉતરી આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઝગડો કરનારા બંને શખ્સો આણંદ ખાતે રહે છે અને એન્જિનીયર છે. વિડીયોમાં ટેબલ પર દારૂની બોટલ અને ગ્લાસ પડેલા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. Kheda Police ના ત્રણ-ત્રણ PI ની હાજરીમાં થયેલી મારામારી-ગાળાગાળીનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ ઘટના પોલીસ ઈન્સ્પેક્ટરના સરકારી આવાસ (PI Quarters) માં બની છે.
ગુનો નોંધાશે કે અમદાવાદની જેમ ભીનું સંકેલી લેવાશે
અમદાવાદ ગ્રામ્ય પોલીસ (Ahmedabad Rural Police) ના કણભા પોલીસ સ્ટેશન (Kanbha Police Station) ના પીએસઆઈ જયેશ કલોતરા (PSI Jayesh Kalotra) ને એક મહિના અગાઉ Incharge SP મેઘા તેવારે (Megha Tewar) સસ્પેન્ડ કર્યા હતા. મોટા પ્રમાણમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂનો નાશ કરવાના બદલે તેમાંથી 150-200 પેટી દારૂની ચોરી કરનારા પીએસઆઈ જે. યુ. કલોતરા (PSI J U Kalotra) સામે ગુનો નોંધવાના બદલે સસ્પેન્ડ કરી ભીનું સંકેલી લેવામાં આવ્યું છે. આ ઘટનામાં ઉચ્ચ પોલીસ અધિકારીએ વ્યક્તિગત ફાયદા માટે મહત્વની ભૂમિકા ભજવી છે. અમદાવાદ ગ્રામ્યમાં કરાયેલી કાર્યવાહીની જેમ Kheda Police પણ ભીનું સંકેલશે કે કેમ તેને લઈને પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઈ છે.
બે PI સામે કયા મુદ્દે થઈ કાર્યવાહી ?
Kheda Police ના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર કથિત દારૂની મહેફિલ-મારામારીનો વિડીયો વાયરલ થયો તેના 10 દિવસ અગાઉ બે PI ની બદલી કરી દેવાઈ હતી. ખેડા જિલ્લા પોલીસ વડા (Kheda DSP) રાજેશ ગઢિયા (Rajesh Gadhiya IPS) એ ગત 14 ફેબ્રુઆરીના રોજ પીઆઈ એચ. બી. ચૌહાણ (PI H B Chauhan) અને વાય. આર. ચૌહાણ (PI Y R Chauhan) ની પોલીસ સ્ટેશન ખાતેથી બદલી કરી લીવ રિઝર્વ (Leave Reserve) માં મુકી દેવાયા હતા. પીઆઈ હરપાલ ચૌહાણ નડીયાદ ટાઉન પોલીસ સ્ટેશન (Nadiad Town Police Station) ખાતે અને પીઆઈ યશવંત ચૌહાણ નડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન (Nadiad West Police Station) ખાતે ફરજ બજાવતા હતા. કચેરી આદેશ અનુસાર બંને પીઆઈની બદલી વહીવટી કારણોસર કરવામાં આવી હોવાનો પત્રમાં ઉલ્લેખ છે. Viral Video માં દેખાતા ત્રણ PI પૈકી બે સામે અગાઉ કયા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી હતી તેને લઈને સવાલો ઉભા થઈ રહ્યાં છે.
ખેડા SP એ હવે શું કરી કાર્યવાહી ?
PI Harpalsinh B Chauhan અને PI Yashvant R Chauhan ને લીવ રિઝર્વમાં ખસેડ્યાના 10 દિવસ બાદ વડતાલ પોલીસ સ્ટેશન (Vadtal Police Station) ના પીઆઈ આર. કે. પરમાર (PI R K Parmar) ને લીવ રિઝર્વમાં મુકવાનો હુકમ થયો છે. પીઆઈ હરપાલ ચૌહાણની બદલી થતાં પીઆઈ આર. કે. પરમાર વડતાલ પોલીસ સ્ટેશન ઉપરાંત નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ સંભાળતા હતા. ખેડા જિલ્લા પોલીસ વડા Rajesh Gadhiya IPS એ વિડીયો વાયરલ થતાં આ સમગ્ર મામલાની તપાસ નડીયાદ વિભાગીય પોલીસ અધિકારી (Nadiad SDPO) વી. આર. બાજપાઈ (V R Bajpai) ને સોંપી છે.
આ પણ વાંચો -GUJARAT POLICE : તોડકાંડ, સેક્સકાંડ અને તપાસકાંડમાં ખાખી થઈ બદનામ