Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dwarka : સિરપકાંડના સૂત્રધાર સામે વધુ એક કેસ, નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો

Dwarka : 7 પ્યાસીઓનો ભોગ લેનારા ખેડા જિલ્લા (Kheda District) ના ઝેરી સિરપકાંડ બાદ તંત્ર જાગ્યું હતું. ગત ડિસેમ્બર મહિનામાં રાજ્યભરમાં શરૂ થયેલી કાર્યવાહીમાં અનેક આરોપીઓ અને લાખો રૂપિયાનો મુદ્દામાલ પકડાયો હતો. ગુજરાતના યુવાનોને આયુર્વેદ સિરપના નામે નશાના રવાડે ચઢાવવામાં...
01:00 PM Mar 07, 2024 IST | Bankim Patel
Khambhaliya police seized 5.81 lakh worth of intoxicating syrup

Dwarka : 7 પ્યાસીઓનો ભોગ લેનારા ખેડા જિલ્લા (Kheda District) ના ઝેરી સિરપકાંડ બાદ તંત્ર જાગ્યું હતું. ગત ડિસેમ્બર મહિનામાં રાજ્યભરમાં શરૂ થયેલી કાર્યવાહીમાં અનેક આરોપીઓ અને લાખો રૂપિયાનો મુદ્દામાલ પકડાયો હતો. ગુજરાતના યુવાનોને આયુર્વેદ સિરપના નામે નશાના રવાડે ચઢાવવામાં નશાબંધી અને આબકારી ખાતા (Prohibition and Excise Department Gujarat) અને ફૂડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ (Food and Drugs Department Gujarat) ની જુગલબંધી કારણભૂત હતી. નશાકારક સિરપના અડધો ડઝન જેટલાં કેસ કરનારી Dwarka જિલ્લા પોલીસની તપાસમાં ભ્રષ્ટાચારી તંત્રની સાંઠગાંઠ સામે આવી ગઈ હતી. Gujarat માં એક માત્ર દેવભૂમિ દ્વારકા પોલીસ (Devbhumi Dwarka Police) નશાકારક સિરપના વેચાણ-ઉત્પાદન પર રોક લગાવવા પ્રયત્નશીલ રહી અને સફળ પણ થઈ છે. દ્વારકા જિલ્લાની ખંભાળીયા પોલીસે (Khambhaliya Police) ત્રણ મહિના બાદ ફરી નશાકારક સિરપ કેસમાં એક આરોપીને ઝડપી લીધો છે.

નશાકારક સિરપની 3900 બોટલ પોલીસે કરી જપ્ત
Dwarka માં આયુર્વેદના નામે બીયર પીરસવાના રેકેટનો પર્દાફાશ તેમજ અનેક કેસ કરનારી પોલીસને વધુ એક સફળતા મળી છે. ખંભાળીયા તાલુકાના ભાડથર ગામે ન્યુ મોમાઈ પાન પાર્લર ખાતે નશાકારક સિરપ (Intoxicating Syrup) વેચાતી હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. કાના કેશરીયા ઉર્ફે કલ્પેશને ઝડપી લઈ મકાનમાંથી 250 બોટલ કાલ મેઘાસવ આસ્વ અરિસ્ઠા આર્યુવેદિકની કબજે કરી છે. કાનાને માલ આપનારા ફરાર નારણ કેશવભાઈ જામના મકાનમાં તપાસ કરતા ખંભાળીયાના પીઆઈ એસ. વાય. ઝાલા (PI S Y Zala) અને સ્ટાફને જુદીજુદી 5 બ્રાન્ડની 3,650 બોટલો મળી હતી. નશાકારક સિરપની કુલ 3900 બોટલ (કિંમત રૂપિયા 5.81 લાખ) જપ્ત કરી ખંભાળીયા પોલીસ સ્ટેશન (Khambhaliya Police Station) ખાતે કુલ 4 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ખેડા ઝેરી સિરપકાંડનો આરોપી ખંભાળીયાના કેસમાં ફરાર
Dwarka ની ખંભાળીયા પોલીસે ફરી એક વખત નશાકારક સિરપનો મોટા જથ્થો ઝડપી લીધો છે. ભાવનગરના લગધીર કાળુભા જાડેજાએ ખંભાળીયાના નારણ જામને નશાકારક સિરપનો જથ્થો આપ્યો હતો. જ્યારે કબજે લેવાયેલી નશાકારક સિરપ વડોદરાના નિતીન કોટવાણી (Nitin Kotwani) એ બનાવી હોવાની માહિતી મળતા તેને ફરિયાદમાં આરોપી દર્શાવાયો છે. નિતીન કોટવાણી ખેડા ઝેરી સિરપકાંડનો સૂત્રધાર છે.

નશાબંધીના અધિકારીની આલ્કોહોલ માફિયાઓ સાથે ભાગીદારી
નશાકારક સિરપ સામે Dwarka Police એ શરૂ કરેલી ઝુંબેશમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય (Nitesh Pandey IPS) એ અનેક ઘટસ્ફોટ કર્યા હતા. સેલવાસાની હર્બોગ્લોબલ ફાર્માસ્યુટીકલ કંપની (Herboglobal Pharmaceutical) નો માલિક સંજય શાહ (Sanjay Shah) અને ભાગીદાર સુનિલ કક્કડે (Sunil Kakkad) ગુજરાતમાં નશાયુક્ત સિરપ ઠાલવવાનું રેકેટ ચલાવતા હતા. આલ્કોહોલ માફિયાઓ સામે નશાબંધીના નાયબ નિરીક્ષક તરીકે ફરજ બજાવતા મેહુલ ડોડીયા (Mehul Dodiya) ની ભાગીદારી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર સમગ્ર કૌભાંડમાં કાયદાની રમતથી કેવી રીતે બચવું અને કોની-કોની સાથે ગોઠવણ કરવી તે ગાંધીનગર નશાબંધી ભવન (Nashabandhi Bhavan) માં બેસતા અધિકારી અને તેમની ટોળકી કરતી હતી. સ્વૈચ્છીક રાજીનામુ (VRS) લેનારો મેહુલ ડોડીયા એક મહોરૂ હોવાની વાતો સામે આવી રહી છે. નશાબંધીના અધિકારી-કર્મચારી વર્ષે દહાડે આલ્કોહોલ માફિયાઓ સાથે સાંઠગાંઠ કરીને કરોડો રૂપિયા ઘર ભેગા કરતા હોવાની જાણકારી ગૃહ વિભાગના કેટલાંક અધિકારીઓ ધરાવે છે.

આ  પણ  વાંચો - NDPS Case : હેરોઈનનો જથ્થો વેચાઈ ગયો હોવા છતાં ATS એ કેસ બનાવ્યો

આ  પણ  વાંચો - Banaskantha : નવા નક્કોર પુસ્તકો પસ્તીમાં વેચી દેવાનું કૌભાંડ

 

Tags :
Bankim PatelBankim Patel JournalistDevbhumi Dwarka PoliceDwarkaDwarka PoliceFood and Drugs Department GujaratGujarat FirstHerboglobal Pharmaceuticalintoxicating syrupKhambhaliya PoliceKhambhaliya Police StationKheda districtMehul DodiyaNashabandhi BhavanNitesh Pandey IPSNitin KotwaniPI S Y Zalaprohibition and excise department gujaratSanjay ShahSunil Kakkad
Next Article