Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ પોલીસે હસ્તાક્ષર વિનાની અરજીની તપાસમાં ધમધમાટ બોલાવ્યો

અમદાવાદ શહેર (Ahmedabad City) ના બોડકદેવ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની જમીનના માલિકી હક્ક અને છેતરપિંડીને લઈને ચાલી રહેલો વિવાદ હાલ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) માં છે. આ વિવાદમાં એક આક્ષેપિત જ્યારે આગોતરા જામીન (Anticipatory Bail) માટે અદાલતના દ્ધાર ખખડાવે...
12:46 PM Dec 14, 2023 IST | Bankim Patel

અમદાવાદ શહેર (Ahmedabad City) ના બોડકદેવ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની જમીનના માલિકી હક્ક અને છેતરપિંડીને લઈને ચાલી રહેલો વિવાદ હાલ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) માં છે. આ વિવાદમાં એક આક્ષેપિત જ્યારે આગોતરા જામીન (Anticipatory Bail) માટે અદાલતના દ્ધાર ખખડાવે છે ત્યારે ચોંકાવનારી હકિકત સામે આવે છે. અરજદારની સહી વિનાની અરજી પર આક્ષેપિતને ઠોસ માહિતી આપ્યા વિના બચાવ અને પૂરાવા રજૂ કરવા પોલીસ નોટિસ ફટકારતી હોવાનું નિરિક્ષણ અમદાવાદ સેશન્સ કોર્ટ (Ahmedabad Sessions Court) ના જજ એમ. બી. કોટકે (Manoj Bhailalbhai Kotak) કર્યું છે.

શું છે સમગ્ર મામલો ? : કરોડો રૂપિયાની જમીન વિવાદના મામલે અમદાવાદ પોલીસ કમિશનર (Ahmedabad Police Commissioner) ને મયંક મિલનભાઈ મહેતા વતી મિલન હરિશભાઈ મહેતાએ અરજી કરી છે. શહેરના અતિ પોશ ગણાતા બોડકદેવ વિસ્તારની જમીન માલિકીનો વિવાદ અને છેતરપિંડીની વાત સામે આવતા અરજી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ને તપાસ માટે મોકલવામાં આવી હતી. મૂળ જમીન માલિકને ચેકથી રૂપિયા ચૂકવી વેચાણ દસ્તાવેજ કરાવનાર અને 2021માં પાવર ઑફ એટર્ની લેનારા અકરમખાન રહીમખાન પઠાણ સામે અરજીમાં આરોપ લગાવાયા છે. મહેતાનું કહેવું છે કે, દુબઈમાં રહેનારા ત્રણ લોકોની જમીન પેટે મોટી રકમ ચૂકવવામાં આવી છે. જમીન દલાલની મદદથી મૂળ માલિકનો સંપર્ક કરી સોદો કરવામાં આવ્યો હતો. વિવાદિત જમીન મામલામાં મહેતા સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી ચૂકવણી કરાવવામાં આવી અને પીઠ પાછળથી જમીનનો અન્ય સોદો કરી લેવાયો. જમીન માલિક, દલાલ સહિતના લોકોએ છેતરપિંડી આચરી હોવાનો અરજીમાં આરોપ છે. મહેતાએ જમીનની ખરીદી પેટે 5 કરોડ રૂપિયા ચેકથી અને 19 કરોડ રૂપિયા એટલે કે, કુલ 24 કરોડ ચૂકવ્યા છે.

અદાલતે આક્ષેપિતને કેમ આપ્યા જામીન ? : સમગ્ર મામલે અકરમ પઠાણે આગોતરા જામીન માટે અદાલતમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે અવલોકન કરતા કહ્યું કે, મહેતાએ વિવાદિત જમીન ખરીદી હોવાનો નોંધણી વિનાનો કરાર છે. અરજદાર મહેતાએ 24 કરોડની જમીન પેટે 19 કરોડ રોકડા ચૂકવ્યા છે અને તેના કોઈ દસ્તાવેજી પૂરાવાઓ નથી. અકરમ પઠાણે મૂળ માલિક પાસેથી જમીન ખરીદી છે. વર્તમાન અરજદાર જમીન ખરીદનાર છે અને ચોક્કસ વ્યવહારો કરવામાં આવ્યા હતા. જમીન માલિકે 2021માં પાવર ઑફ એટર્ની આપી હતી. આથી અકરમ પઠાણને કોર્ટની મંજૂરી વિના ગુજરાત નહીં છોડવા અને તપાસમાં સહકાર આપવો તેમજ 25 હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ (Personal Bond) જમા કરાવવાની શરતે આગોતરા જામીન અપાયા છે.

કોર્ટનું અવલોકન : એકાદ મહિનાનીઅગાઉ પોલીસને 6 પાના ભરીને અપાયેલી અરજીમાં કોઈ તારીખ કે અરજદારની સહી નથી. અરજી સ્વીકાર્યાની પણ કોઈ તારીખ નથી. માત્ર ક્રાઈમ બ્રાંચની નોંધ છે કે, સાત દિવસમાં રિપોર્ટ કરો. ખૂબ જ આશ્ચર્યજનક હકીકત એ છે કે, અરજીમાં ફરિયાદીના હસ્તાક્ષર નથી આમ છતાં પોલીસ અધિકારી દ્વારા તાત્કાલિક તેમનું નિવેદન નોંધી લેવાયું છે. ક્રાઈમ બ્રાંચે આક્ષેપિત સામે થયેલી અરજીનો કોઈપણ ખૂલાસો કર્યા વિના માત્ર અરજી નંબર લખેલી નોટિસ આપી છે અને પોલીસ કયા વ્યવહારોની તપાસ કરી રહી છે તેની પણ કોઈ સ્પષ્ટતા કરી નથી.

આ પણ વાંચો- આરોપીઓ જ્યાં રોકાયા હતા ત્યાં આ પુસ્તકો મળ્યા, વાંચો અહેવાલ

 

Tags :
Ahmedabad CityAhmedabad Crime BranchAhmedabad Police CommissionerAhmedabad Sessions CourtAnticipatory BailBankim Patel JournalistBankim Patel ReporterG S Malik IPSGujarat FirstGujarati NewsGyanendra Singh Malik IPSM B KotakManoj Bhailalbhai KotakPersonal Bond
Next Article