આ ગુજરાતી એક્ટ્રેસના બોલ્ડ લૂક જોઈને ચોંકી જશો, જુઓ તસવીરો
એક ગુજરાતી યુવતીની જેણે અકલ્પનીય સફળતા મેળવી. ગુજરાતના વડોદરાથી લોસ એન્જલસ સુધી તેણે સફળતાના ઝંડા લહેરાવ્યા છે. ટ્રાવેલ એક્સપી ચેનલની એન્કર તરીકે એલિષા ખૂબ જ લોકપ્રિય છે.
એલિષા ક્રિષનું મૂળ નામ એલિષા પટેલ છે. તેનો જન્મ ભગવતી પટેલ અને જહાંગીર પટેલના ઘરે થયો હતો. એલિષાના માતા પિતા બંને જજ હતા.
એલિષા ક્રિશે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી મેળવી છે.
એમ. એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ તે મુંબઈ મૂવ થઈ હતી. જ્યાં તેણે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની શરૂઆત કરી
એલિષાને બાળપણથી પર્ફોમિંગ આર્ટ્સમાં રસ હતો. તેણે 10 વર્ષની ઉંમરે પહેલીવાર એક્ટિંગ કરી હતી
એલિષા ક્રિશે પહેલી વખત ટીવીમાં 5માં ધોરણના અભ્યાસ દરમિયાન ડેબ્યુ કર્યો હતો. દૂરદર્શન પર આવતા તાક ધીના ધીન તાકમાં એલિષાએ એક્ટિંગ કરી હતી
એલિષા જાણીતી બ્રાન્ડઝ જેમ કે એમટીવી, કેવિન કેર, વેસ્ટ સાઈડ અને પેન્ટાલૂન્સની બ્યુટી તેમજ ફેશન કોન્ટેસ્ટ માટે પર્ફોમ કરી ચૂકી છે.
કોલેજમાં અભ્યાસ દરમિયાન પણ તે જુદા જુદા કોર્પોરેટ એવોર્ડ શૉ અને વીમેન એમ્પાવરમેન્ટ વર્કશોપ્સનું એન્કરિંગ કરતી હતી.
એલિષાએ ભારતની પહેલી ઈન્ટરનેશનલ ટ્રાવેલ ચેનલમાં એન્કર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તેનો પ્રોગ્રામ સફળતા પૂર્વક 100થી વધુ એપિસોડ પૂરા કરી ચૂક્યો છે.
એલિષાએ વેક અપ ઈન્ડિયા નામની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. જેમાં તેણે એક રિપોર્ટરનો રોલ કર્યો હતો.
એલિષા ક્રિશ સંખ્યાબંધ અંગ્રેજી અન હિન્દી મૂવીઝમાં કામ કરી ચૂકી છે. તેની જાણીત ફિલ્મો ઝંઝીર, બોર્ડર ક્રોસ, બોડી ઓફ સીન, ટુર્નામેન્ટ, ધ બેટ હાફ વગેરે છે.
એલિષા ચાઈલ્ડ એજ્યુકેશનની હિમાયતી છે. તો પોતાના કોલેજ ડેયઝી જુદી જુદી સ્પેશિયલ પ્લેટફોર્મ્સ યુવા ફાઉન્ડેશન, વૉકહાર્ટ ફાઉન્ડેશન, પ્રેમ સદન, સ્વામી વિવેકાનંદ મિશન ફોર યુથ જેવી સંસ્થાઓ માટે કામ કરતી રહી છે.
આ પણ વાંચો-એક્ટ્રેસ ચારુ અસોપાને એવું તે શું થયું કે રડી પડી,વાંચો અહેવલા